Aamir Khan ની રીલ લાઈફની દીકરી રીયલ લાઈફમાં પત્ની બનશે? KRK એ કર્યો મોટો દાવો

Aamir Khan and Fatima Sana Shaikh: એક દિવસ પહેલા આમિર ખાન અને ફાતિમાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. આ વીડિયોમાં બંને સાથે પિકલ બોલની રમત રમતા જોવા મળે છે. અને હવે KRK એ દાવો કર્યો છે કે બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે.

Aamir Khan ની રીલ લાઈફની દીકરી રીયલ લાઈફમાં પત્ની બનશે? KRK એ કર્યો મોટો દાવો

Aamir Khan and Fatima Sana Shaikh wedding News: અભિનેત્રી ફાતિમા સના શેખ ફિલ્મ 'દંગલ'માં આમિર ખાનની પુત્રી ગીતા ફોગટના રોલમાં જોવા મળી હતી. આ રોલમાં તે એવી છવાઈ હતી કે ઘણી ફિલ્મો પછી પણ ફાતિમાને આ અવતારમાં યાદ કરવામાં આવે છે. આ ફિલ્મ બાદથી આમિર ખાન અને ફાતિમા વચ્ચેના 'રિલેશનશિપ'ના અહેવાલો આવી રહ્યા છે. પરંતુ હવે અભિનેતા અને વિવેચક કમાલ રાશિદ ખાને તેના ટ્વિટર પર એક બ્રેકિંગ ન્યૂઝ શેર કર્યા છે. KRKનો દાવો છે કે આમિર ખાન જલ્દી ફાતિમા સના શેખ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.

આર્મીમેનનો એન્જિનિયર પુત્ર, 24 વર્ષ સુધી નહોતો પકડ્યો બોલ,હવે બુમરાહની જગ્યા ખાઈ ગયો
BSNL ની ધમાકેદાર Offer! સસ્તા પ્લાનમાં આખું વર્ષ સુપરફાસ્ટ ઇન્ટરનેટ, જાણો બીજા ફાયદા
જો તમે નોકરીની તૈયારી કરો છો તો આ 5 Interview Questions ની કરો તૈયારી: HR જરૂર પૂછશે
RBI Rules: લાખોના દાગીના અને રૂપિયા મૂકનાર આ નિયમ જાણી લેજો નહીં તો પસ્તાશો
Hotels: હોટલોમાં નથી હોતો 13મો માળ કે 13 નંબરનો રૂમ, જાણી લેશો આ કારણ તો ફફડી જશો

— KRK (@kamaalrkhan) May 25, 2023

જોકે, KRKએ કયા આધારે આ દાવો કર્યો છે, તેણે તેનો ખુલાસો કર્યો નથી. KRKએ પોતાના Tweetમાં લખ્યું છે કે, 'બ્રેકિંગ ન્યૂઝ - આમિર ખાન ટૂંક સમયમાં તેની દીકરીની ઉંમરની ફાતિમા સના શેખ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આમિર ખાન 'દંગલ'ના સમયથી ફાતિમાને ડેટ કરી રહ્યો છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by yogen shah (@yogenshah_s)

KRKના આ Tweet પર 100 થી વધુ કમેન્ટ આવી છે અને તેને 114 થી વધુ વખત રીટ્વીટ કરવામાં આવી છે. કેટલાક લોકો આ સમાચારને ખોટા કહી રહ્યા છે, તો ઘણા લોકો આ Tweet પર ચર્ચા કરી રહ્યા છે કે આમિરે આ કરવું જોઈએ કે નહીં.

KRKના Tweetના એક દિવસ પહેલા આમિર ખાન અને ફાતિમાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં બંને સાથે પિકલ બોલની રમત રમતા જોવા મળે છે.

આમિર ખાન 58 વર્ષનો થઈ ગયો છે. તેમને બે બાળકો છે જુનૈદ ખાન અને ઇરા ખાન. તેમની પુત્રી ઈરા ખાને તાજેતરમાં સગાઈ કરી છે. આમિર ખાને 2021માં તેની બીજી પત્ની કિરણ રાવથી અલગ થવાની જાહેરાત કરી હતી. જોકે આમિર અને કિરણે ખૂબ જ સન્માનજનક રીતે છૂટાછેડાની જાહેરાત કરી હતી. પરંતુ આ પછી પણ સોશિયલ મીડિયા પર આ સમાચાર વ્યાપકપણે ફેલાઈ ગયા કે આમિરે ફાતિમા સાથેના અફેરને કારણે જ આ છૂટાછેડા લીધા છે.

બીજી તરફ ફાતિમા સના શેખની વાત કરીએ તો, બાળ કલાકારમાંથી અભિનેત્રી બનેલી 31 વર્ષની ફાતિમાએ આમિર ખાનની ફિલ્મ 'દંગલ'થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ બાદ ફાતિમા આમિર સાથે ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'માં પણ જોવા મળી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news