#DeshKaZee: 'શો મસ્ટ ગો ઓન' - ZEE ના સમર્થનમાં આવ્યા સુભાષ ઘઈ, બોલીવુડના દિગ્ગજોની માંગ- પુનીત ગોયનકાના હાથમાં રહે કમાન

ZEEL-SONY Merger: ઝી એન્ટરટેઈનમેન્ટના સપોર્ટમાં હવે એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રી ઉતરી આવી છે. બધાએ ચીનનો વિરોધ વ્યક્ત કરતા પુનીત ગોયનકાની લીડરશિપને યથાવત રાખવાની અપીલ કરી છે. 
 

#DeshKaZee: 'શો મસ્ટ ગો ઓન' - ZEE ના સમર્થનમાં આવ્યા સુભાષ ઘઈ, બોલીવુડના દિગ્ગજોની માંગ- પુનીત ગોયનકાના હાથમાં રહે કમાન

નવી દિલ્હીઃ ZEEL-SONY Merger: ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડ (ZEEL) ના મામલામાં હવે ઇન્વેસ્કો સામે સવાલો ઉઠી રહ્યાં છે. ન માત્ર કોર્પોરેટ ઇન્ડસ્ટ્રી લીડર્સ ઈચ્છે છે કે ZEEL નું નેતૃત્વ પુનીત ગોયનકા પાસે રહે. વરંતુ બોલીવુડના દિગ્ગજોએ પણ તેમનું સમર્થન કર્યુ છે. છેલ્લા કેટલાક દિવસથી ZEEL-SONY ડીલને લઈને ઇન્વેસ્કો ષડયંત્ર રચી રહ્યું છે. ડીલમાં વિઘ્ન પાડવા ઈચ્છે છે. પરંતુ ઇન્વેસ્કોની પાછળ કોઈ મોટા કોર્પોરેટનો હાથ હોવાનો ઇશારો મળ્યો છે. 

ઇન્વેસ્કો સતત ZEEL ના બોર્ડમાં ફેરફાર કરવાની વાત કરી રહ્યું છે. ત્યાં સુધી કેટલાક મીડિયા હાઉસ પણ ZEE ને સવાલ પૂછી રહ્યા હતા. પરંતુ હકીકત તે છે કે ઇન્વેસ્કોએ પણ અત્યાર સુધી કોઈ પારદર્શિતા દેખાડી નથી. તો ZEEL ના ફાઉન્ડર ડો. સુભાષ ચંદ્રાએ ઇન્વેસ્કોની નિયત પર સવાલ ઉઠાવ્યા છે. ત્યારબાદ તત્કાલ બોલીવુડના દિગ્ગજ ઝી એન્ટરટેઈનમેન્ટના સમર્થનમાં ઉતરી આવ્યા અને પુનીત ગોયનકા કંપનીના MD-CEO પદે યથાવત રહે તે વાત કહી છે. 

શોમેને ઉઠાવ્યો ચીની રોકાણકારોની નિયત પર સવાસ
શોમેનના નામથી જાણીતા બોલીવુડના દિગ્ગજ નિર્માતા-ડાયરેક્ટર સુભાષ ઘઈએ ટ્વીટ કર્યુ- ચીનનું એક નાનું રોકાણકાર ભારતીય કંપની ZEECorporte ને હલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે કંપની જેને ડો. સુભાષ ચંદ્રાએ 30 વર્ષમાં સંપૂર્ણ ભારતીય કન્ટેન્ટના દમ પર ઉભી કરી. મીડિયા જગતમાં સંપૂર્ણ નૈતિકતાથી ચલાવી. ઘઈએ સવાલ ઉઠાવ્યો કે શું આ કોર્પોરેટ કલ્ચરના ખોટા સિગ્નલ નથી?'

Is it giving a wrong signal to future corporate culture?

— Subhash Ghai (@SubhashGhai1) October 6, 2021

બોની કપૂરે વ્યક્ત કર્યો પુનીત ગોયનકા પર વિશ્વાસ
તો એક દિગ્ગજ નિર્માતા-ડાયરેક્ટર બોની કપૂરે ટ્વીટ કર્યુ- ઝી દેશની પ્રથમ ભારતીય ચેનલ છે, જેને ભારતીય રાષ્ટ્રવાદી ડો. સુભાષ ચંદ્રાએ ઉભી કરી. જેણે ભારતીય મનોરંજન ક્ષેત્રને હંમેશા સમર્થન આપ્યું અને આગળ વધાર્યું. હવે તેને અમેરિકી અને ચીની રોકાણકાર પરેશાન કરી રહ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી કે ઝી એન્ટરટેઈનમેન્ટ હંમેશા પુનીત ગોયનકા જેવા જોશીલા અને ભારતીય ઉદ્યમીના હાથમાં રહેવી જોઈએ. 

— Boney Kapoor (@BoneyKapoor) October 5, 2021

સતીશ કૌશિકે ઉઠાવી ચીનનો બાયકોટ કરવાની માંગ
નિર્માતા-ડાયરેક્ટર અને એક્ટર સતીશ કૌશિકે પણ સુભાષ ચંદ્રા, પુનીત ગોયનકા અને ZEEL નું સમર્થન કર્યુ છે. તેમણે ટ્વીટ કર્યું- ZEE દેશની પ્રથમ ભારતીય ચેનલ છે. એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીને તેમણે જબરદસ્ત સપોર્ટ કર્યો છે. આજે અમેરિકી અને ચીની રોકાણકાર તેને છીનવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આશા કરુ છું કે ઝી હંમેશા સુભાષ ચંદ્રા અને પુનીત ગોયનકા જેવા જનૂની હાથોમાં રહેવું જોઈએ. તેમણે પોતાના ટ્વીટમાં PMO India ને પણ ટેગ કર્યુ છે. સાથે લોકોને ચીનને બાયકોટ #boycottchina કરવાની અપીલ કરી છે. 

— satish kaushik (@satishkaushik2) October 5, 2021

ફિલ્મ નિર્માતા મધુર ભંડારકરે ટ્વીટ કર્યુ-  'ZEE TV પ્રથમ ભારતીય ચેનલ છે, જેને ડો. સુભાષ ચંદ્રાએ ઉભી કરી છે. ઇન્ટરટેઈનમેન્ટની સૌથી મોટી કંપની હંમેશા ભારતીય કન્ટેન્ટમાં આગળ રહી છે. મારી ઈચ્છા છે કે કંપની પુનીત ગોયનકાની લીડરશિપમાં આગળ વધે અને ભારતીય મેનેજમેન્ટના હાથોમાં રહે. બધાએ તેના સારા ભવિષ્યની કામના કરવી જોઈએ.'

— Madhur Bhandarkar (@imbhandarkar) October 6, 2021

શું છે મામલો?
ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડ  (ZEEL) માં ઇન્વેસ્કો રોકાણકાર છે અને SONY પિક્ચર્સ સાથે ડીલ બાદ સતત બોર્ડમાં ફેરફારની જીદ કરી રહ્યું છે. પરંતુ આ જીદની પાછળ કોઈ અન્ય કોર્પોરેટનો ગાથ છે. તે સિવાય ચીનનું પણ ષડયંત્ર જોવા મળી રહ્યું છે. ઇન્વેસ્કોને પ્યાદુ બનાવીને રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનું ષડયંત્ર થઈ રહ્યું છે. SONY પિક્ચર્સ સાથે સારી ડીલમાં વિઘ્ન પાડવાની ચાલ છે. ઇન્વેસ્કો અનેક સવાલોના ઘેરામાં છે. ખુદ Zee Entertainment ના ફાઉન્ડર ડો. સુભાષ ચંદ્રાએ તેના પર ઇન્વેસ્કોને સવાલ કર્યા છે. ચીનના ષડયંત્રને નિષ્ફળ કરવા માટે દેશહિતમાં બધાએ સાથે આવવું પડશે. #DeshKaZee પર ટ્વિટ કરી તમે પણ ચીન વિરુદ્ધ મુહિમમાં ભાગ બની શકો છો. 

ઇન્વેસ્કોને મોટા સવાલ?
1 ઇન્વેસ્કો આખરે કોના ઇશારા પર કામ કરી રહ્યું છે?
2. ઇન્વેસ્કોની પાછળ આખરે કોણ ષડયંત્ર ઘડી રહ્યું છે?
3. .શું ઇન્વેસ્કો કોર્પોરેટ હાઉસની કઠપૂતળી છે?
4. રોકાણકારોના હિતની વિરુદ્ધ કેમ છે ઇન્વેસ્કો?
5. અનુભવ વગરના બોર્ડ મેમ્બર્સનો પ્રસ્તાવ કેમ આપ્યો?
6. ઇન્વેસ્કોને માત્ર 18 ટકાની ચિંતા બાકીનું શું?
7. જ્યારે ખુદનો કોઈ પ્લાન નથી તો શું કામ આડુ ચાલવું?
8. ઇન્વેસ્કો ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટર છે કે સ્ટ્રેટેજિક?
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news