આરબીઆઇની મોનેટરી પોલિસીની સમીક્ષા આજે, રેપો રેટ ઘટવાની આશા

રિઝર્વ બેંક (RBI) દ્વારા નવા નાણાકીય વર્ષની પહેલી ક્રેડિટ પોલિસી ગુરૂવારે 11.45 વાગે જાહેર કરવામાં આવશે. સતત બીજીવાર રેપો રેટમાં ઘટાડાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આરબીઆઇની મોનેટરી પોલિસીની સમીક્ષા આજે, રેપો રેટ ઘટવાની આશા

નવી દિલ્હી: રિઝર્વ બેંક (RBI) દ્વારા નવા નાણાકીય વર્ષની પહેલી ક્રેડિટ પોલિસી ગુરૂવારે 11.45 વાગે જાહેર કરવામાં આવશે. સતત બીજીવાર રેપો રેટમાં ઘટાડાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેને લઇને ઝી બિઝનેસે એક પોલ આયોજિત કર્યો.  Zee Biz પોલમાં 80 ટકા બેંકર્સે સ્વિકાર્યું કે આરબીઆઇ દરમાં 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે. તો બીજી તરફ નાણાકીય વર્ષમાં અડધા ટકાના ઘટાડાની આશા છે.

જો પોલિસી પર આરબીઆઇના વલણની વાત કરીએ તો 67 ટકા બેંકર્સે સ્વિકાર્યું કે નવા ગર્વનર શક્તિકાંત દાસ ન્યૂટ્રલ વલણ અપનાવી શકે છે. સાથે જ અમે બેંકર્સને એ પણ પૂછ્યું કે એસબીઆઇ બાદ અન્ય બેંકો રેપો રેટને લોન રેટથી લિંક કરશે. આ તેના પર બેંકર્સે કહ્યું કે આ વિશે કહી ન શકાય. સાથે જ આરબીઆઇ ગર્વનર સિસ્ટમમાં કેશ, મોંઘવારી પર નિવેદન અને એનપીએ અને સ્ટ્રેસ્ડ એસેટ પર આરબીઆઇનું વલણ જોવાનું રહેશે.

ઝી બિઝનેસનો પોલ
શું હશે દરો પર આરબીઆઇનું વલણ?
ફેરફાર નહી-----20%
0.25% ઘટાડો....80%
0.50% ઘટાડો....0%

નાણાકીય વર્ષ 2020માં કેટલા ઘટાડાની આશા?
0.25%-------33%
0.50%-------67%
0.75%-------0%

કેવું રહેશે RBIનું વલણ?
ન્યુટ્રલ-------67%
નરમ-------33%
સખત-------0%

SBI બાદ અન્ય બેંકો રેપો રેટને લોન રેટ સાથે લિંક કરશે?
નહી-------0%
કહી ન શકાય-------0%
પોલિસીમાં ફોકસ ક્યાં-------100%

કઇ વાતો પર રહેશે ફોકસ
- લિક્વિડિટીને જાળવી રાખવા પર
- RBI ગર્વનરનું મોંઘવાર નિવેદન
- NPA અને સ્ટ્રેસ્ડ એસેટ પર RBI નું વલણ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news