ભૂલી જાવ હવે પેટ્રોલ-ડીઝલ! સૌથી ઓછી કિંમત અને જબરદસ્ત એવરેજ આપે છે આ સસ્તી CNG સેડાન કાર
Trending Photos
ઝી ન્યૂઝ/નવી દિલ્હી: પેટ્રોલ- ડીઝલની વધતી કિંમતો વચ્ચે દેશમાં CNG સેડાન કારની માંગમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી માત્ર મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઈ જેવી બ્રાન્ડ્સ આ સેગમેન્ટમાં પ્રભુત્વ ધરાવતી હતી, પરંતુ હવે ટાટા મોટર્સે પણ CNG સેગમેન્ટમાં દમદાર હાજરી નોંધાવી દીધી છે. આજે અમે તમને દેશની તે સસ્તી CNG સેડાન કાર વિશે જણાવીશું, જે તેમની ઓછી કિંમત અને સારી માઈલેજ માટે જાણીતી છે.
Tata Tigor CNG:
Tata Tigor દેશની સૌથી સુરક્ષિત સેડાન કારમાંની એક છે, તેને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 4 સ્ટાર રેટિંગ મળ્યું છે. કુલ ચાર બ્રોડ ટ્રીમમાં ગ્રાહકોને મળે છે, આ કાર 1.2-લિટર પેટ્રોલ એન્જિન સાથે કંપની-ફિટેડ CNG વેરિઅન્ટમાં પણ ઉપલબ્ધ છે. તેનું એન્જિન પેટ્રોલ મોડમાં 86PS પાવર અને 113Nm ટોર્ક જનરેટ કરે છે, જ્યારે CNG મોડમાં આ એન્જિન 73PS પાવર અને 95Nm ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે તેનું પેટ્રોલ વેરિઅન્ટ 19.28 કિમીની માઈલેજ આપે છે અને CNG વેરિએન્ટ 26.49 કિમીની માઈલેજ આપે છે.
Tata Tigor CNG
ટિગોરની ફીચર લિસ્ટમાં ઓટોમેટિક હેડલાઈટ્સ, રેઈન સેન્સિંગ વાઈપર્સ, બટન સ્ટાર્ટ/સ્ટોપ, કીલેસ એન્ટ્રી અને ઓટો એસીનો સમાવેશ થાય છે. આ સિવાય એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લે સાથે 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ તેમજ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ તેની વિશેષતાઓનો એક ભાગ છે. સલામતીના દ્રષ્ટિએ તે ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, EBD સાથે ABS અને તમામ વેરિયન્ટ્સમાં સ્ટેન્ડર્ડ રિયર પાર્કિંગ સેન્સર આપવામાં આવ્યું છે. તેના CNG વેરિઅન્ટની શરૂઆતી કિંમત 7.60 લાખ રૂપિયા છે.
Hyundai Aura CNG:
હ્યુન્ડાઈની કાર તેની ઉત્તમ ઈન્ટિરિયર અને ફીચર્સ માટે જાણીતી છે. Hyundai Aura પણ તેના પ્રાઇસ સેગમેન્ટમાં શ્રેષ્ઠ કારમાંથી એક છે. આ કાર 6 કલર્સમાં ઉપલબ્ધ છે, ફેરી રેડ, સ્ટારી નાઇટ (નવી), એક્વા ટીલ (નવી), ટાઇટન ગ્રે, ટાયફૂન સિલ્વર અને પોલર વ્હાઇટ. કંપનીએ આ કારમાં 1.2-લિટરની ક્ષમતાનું પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે 83PSનો પાવર અને 114Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને 5-સ્પીડ મેન્યુઅલ અથવા 5-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે. જ્યારે આ કાર CNG વેરિઅન્ટમાં પણ ઉપલબ્ધ છે, CNG મોડમાં આ એન્જિન 69PS પાવર અને 95.2Nmનું આઉટપુટ આપે છે, જે ફક્ત પાંચ-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે.
Hyundai Aura CNG:
ફીચર્સ વિશે વાત કરીએ તો, આ સબકોમ્પેક્ટ સેડાનમાં 8-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ક્રુઝ કંટ્રોલ, હાઇટ-એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, વાયરલેસ ફોન ચાર્જર અને ઓટો ક્લાઇમેટ કંટ્રોલ જેવી સુવિધાઓ છે. બીજી તરફ, સલામતીની દ્રષ્ટિએ તેમાં સ્ટાન્ડર્ડ તરીકે 4 એરબેગ્સ છે (ટોપ મોડલને કુલ 6 એરબેગ મળે છે), ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC), ટાયર પ્રેશર મોનિટર સિસ્ટમ (TPMS), રિવર્સિંગ કેમેરા, ISOFIX ચાઈલ્ડ-સીટ એન્કરેજ છે. અને હિલ-સ્ટાર્ટ સહાય જેવા ફીચર્સ ઉપલબ્ધ છે. તેના CNG વેરિઅન્ટની કિંમત 8.10 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
Maruti Dzire CNG:
દેશની સૌથી વધુ વેચાતી સબ-કોમ્પેક્ટ સેડાન Maruti Suzuki Dzire પણ તમારા માટે વધુ સારી પસંદગી બની શકે છે. કુલ ચાર ટ્રીમમાં આવનાર આ કાર પેટ્રોલ એન્જિન સાથે CNG વેરિઅન્ટમાં પણ આવે છે. આ કાર કુલ 6 રંગોમાં ઉપલબ્ધ છે, જેમાં ઓક્સફોર્ડ બ્લુ, મેગ્મા ગ્રે, આર્ક્ટિક વ્હાઇટ, ફોનિક્સ રેડ, પ્રીમિયમ સિલ્વર અને શેરવુડ બ્રાઉનનો સમાવેશ થાય છે.
Maruti Dzire CNG:
આ કારમાં કંપનીએ 1.2 લીટર ક્ષમતાના ડ્યુઅલજેટ પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે 90PSનો પાવર અને 113Nmનો ટોર્ક જનરેટ કરે છે. જ્યારે CNG મોડમાં આ એન્જિન 77PS પાવર અને 98.5Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડાયેલું છે.
ફીચર્સ વિશે વાત કરીએ તો મારુતિ સુઝુકી ડીઝાયરમાં એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સાથે સાત ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ક્રુઝ કંટ્રોલ અને ઓટોમેટિક એલઇડી હેડલાઇટ, પુશ-બટન એન્જિન સ્ટાર્ટ/સ્ટોપ અને પાછળના વેન્ટ સાથે ઓટો એસી છે. સલામતીના સંદર્ભમાં તે ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, ISOFIX ચાઇલ્ડ સીટ એન્કર અને પાછળના પાર્કિંગ સેન્સર્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ અને હિલ-હોલ્ડ સહાય જેવી સુવિધાઓ આપેલી છે. તેના સીએનજી વેરિઅન્ટની કિંમત રૂ. 8.32 લાખથી શરૂ થાય છે, કંપનીનો દાવો છે કે તેનું પેટ્રોલ વર્ઝન 22.41 કિ.મી અને સીએનજી વેરિઅન્ટ 31.12 કિમી પ્રતિ લિટર સુધીની માઈલેજ આપે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે