શું ખેડૂતોને હવે 8000 રૂપિયા મળશે? મોદી સરકારની મોટી તૈયારી, બજેટમાં થઈ શકે છે જાહેરાત
PM Kisan Samman Nidhi Scheme: સરકારના વચગાળાના બજેટમાં PM કિસાન સન્માન નિધિ યોજના માટે 60,000 કરોડ રૂપિયાની ફાળવણી નક્કી કરી હતી, જેમાં દરેક ખેડૂતને 6,000 રૂપિયાનું વાર્ષિક ભથ્થું હતું.
Trending Photos
Nirmala Sitharaman: કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ મોદી 3.0 કાર્યકાળનું પ્રથમ બજેટ 23 જુલાઈ 2024 ના રોજ રજૂ કરવા જઈ રહ્યા છે. આ દરમિયાન એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે કે બજેટમાં ખેડૂતોને મોટી ભેટ મળી શકે છે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્ર PM કિસાન સન્માન નિધિ માટે અંદાજપત્રીય ફાળવણીમાં 30 ટકાનો વધારો કરીને લગભગ 80,000 કરોડ રૂપિયા કરી શકે છે.
સરકારે વચગાળાના બજેટમાં PM કિસાન સન્માન નિધિ યોજના માટે 60,000 કરોડ રૂપિયાની ફાળવણી નક્કી કરી હતી, જેમાં દરેક ખેડૂતને 6,000 રૂપિયાનું વાર્ષિક ભથ્થું મળતું હતું. જૂનના છેલ્લા સપ્તાહમાં યોજાયેલી પ્રી-બજેટ પરામર્શ બેઠકો દરમિયાન કૃષિ પ્રતિનિધિઓએ નાણામંત્રી નિર્મલા સીતારમણને માંગ કરી હતી, જેના પછી આ રકમ વધીને ખેડૂત દીઠ 8,000 રૂપિયા થઈ શકે છે.
8000 રૂપિયા પ્રતિ કિસ્ત આપવાની માંગ
સુત્રોએ જણાવ્યું કે પૂર્ણ બજેટમાં યુવાઓ, મહિલાઓ, ગ્રામીણ ક્ષેત્રો અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલું રહેશે. રિપોર્ટ મુજબ કિસાન યુનિયનના બદ્રી નારાયણ ચૌધરીએ કહ્યું કે અમે નાણામંત્રી નિર્મલા સીતારમણને પીએમ કિસાન હેઠળ ફાળવણી 6,000 રૂપિયાથી વધારીને 8,000 રૂપિયા કરવા વિનંતી કરી છે. હાલમાં આ રકમ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.
ટેક્સથી આટલા પૈસા જમા કરવાનું અનુમાન
વચ્ચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરી 2024 એ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે અર્થવ્યવ્યવસ્થામાં આવક અને એક્સપેન્ડેચરનું કારણ નાણાકીય વર્ષ 25 માટે હાઈ ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ ટેક્સેસનું અનુમાન લગાવ્યું હતું. કેન્દ્રએ નાણાકીય વર્ષ 2025માં ડાયરેક્ટ ટેક્સથી 21.99 લાખ કરોડ રૂપિયા અને ઈનડાયરેક્ટ ટેક્સથી 16.31 લાખ કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના બનાવી છે, આ સંખ્યા હજું વધી શકે છે.
આરબીઆઈએ આપ્યા આટલા પૈસા
તમને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંકથી નાણાંકીય વર્ષ 2025 માટે 2.1 લાખ કરોડ રૂપિયાનો રેકોર્ડ ડિવિડન્ડની ચુકવણી પણ મળી ગઈ છે. આ રકમ સરકારના બજેટ અંદાજો અને વિશ્લેષકોની રૂ. 1.02 લાખ કરોડની અપેક્ષા કરતાં વધુ હતી અને નાણાકીય વર્ષ 23 માં રૂ. 87,416 કરોડની ડિવિડન્ડ ચૂકવણી કરતાં 141% વધુ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે