Maruti ની નવી વેગન આર લોન્ચ, કિંમત 4.19 લાખથી શરૂ, કંપનીએ ઉમેર્યા ઘણા નવા ફીચર્સ
Trending Photos
મારૂતિ સુઝુકી (Maruti Suzuki) ની નવી વેગન આર (WagonR)ની લોન્ચિંગ ઈવેન્ટ શરૂ થઇ ચૂકી છે. કંપની વેગન આરને ફક્ત પેટ્રોલ એન્જીનમાં લોન્ચ કરી રહી છે. ન્યૂ વેગન આરમાં 1.0 લીટર અને 1.2 લીટર એન્જીન ક્ષમતાનું પેટ્રોલ એન્જીન હશે. બંને એન્જીન ઓપ્શનના V અને Z વેરિએન્ટમાં AMT ગિયરબોક્સ હશે. પહેલાં આ વાત પણ સામે આવી હતી કે મારૂતિ વેગન આરનું CNG વેરિએન્ટ પણ સાથે લોન્ચ કરશે.
નવી વેગન આરનું લાઇવ સ્ટ્રીમિંગ અહી જુઓ
12 : 30 વાગે
કંપનીએ ન્યૂ વેગન આરની કિંમત 4.19 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયા એક્સ શોરૂમ છે.
12 : 28 વાગે
કંપનીના અધિકારીઓએ કાર પરથી પડદો ઉઠાવ્યો અને વેગન આર 2019માં ઓફિશિયલ લોન્ચ થઇ ગયા.
12 : 20 વાગે
કંપનીના અધિકારીઓએ જણાવ્યું કે મારૂતિ વેગન આર સૌથી પોપ્યુલર રહી છે. તેના વેચાણમાં સારો ઉછાળો આવ્યો છે.
12 : 10 વાગે
આ કાર આવ્યા બાદ આ સેગમેંટની કારની વચ્ચે મુકાબલો તેજ થવાનો છે. ખાસકરીને તાજેતરમાં જ લોન્ચ થયેલી હ્યુંડાઇની નવી SANTRO સાથે જોરદાર મુકાબલો થઇ શકે છે.
12 : 00 વાગે
મારૂતિ વેગન આરની લોન્ચિંગનું કાઉન્ટડાઉન શરૂ, કંપનીના વરિષ્ઠ અધિકારીઓએ ઈવેન્ટમાં મારૂતિ વેગન આરની અત્યાર સુધીની શાનદાર યાત્રા વિશે જણાવવાનું શરૂ કર્યું.
11 : 55 વાગે
ઈંતઝાર ખતમ! 12 વાગે મારૂતિ વેગન પરથી પડદો ઉઠી જશે
11 : 50 વાગે
મારૂતિની આ નવી કાર માટે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે તેમાં ડુઅલ એરબેગ, ABS ઇબીડીની સાથે, રીયર પાર્કિંગ સેન્સર, ડ્રાઇવર સીટ બેલ્ટ એલર્ટ આપવામાં આવશે.
11 : 45 વાગે
લોન્ચિંગ ઈવેંટમાં દર્શકોની ભારે ભીડ, લોકો કવરથી ઢંકાયેલી ન્યૂ વેગન આરની ઝલક મેળવવા માટે ઉત્સુક હતા. ફ્રંડ હેડલેમ્પની ડિઝાઇન બદલાયેલી છે. ઈંટીરિયર ડિઝાઇન હાલના મોડલથી અલગ છે. આ બીઝ એન્ડ બ્રાઉન થીમ કલર થીમમાં આપવામાં આવી છે.
11 : 41 વાગે
થોડી જ ક્ષણોમાં નવી વેગન આર પરથી પડદો ઉઠી જશે. આ કારમાં સેંટલ કંસોલમાં ટચસ્ક્રીન ઇંદોટેનમેંટ સિસ્ટમ લાગે છે. નવી થ્રી સ્પોક મલ્ટીફંકશન સ્ટીયરિંગ વ્હીલ નવા છે અને તેના પર એલ્યૂમિનિયમ ફિનિશ આપવામાં આવ્યું છે.
આવું હશે એન્જીન
agon R બે એન્જીન ઓપ્શનમાં આવશે. એક 1.0 લીટર K-Series એન્જીન, જે 67 PS પાવર જનરેટ કરશે જ્યારે 1.2 લીટર K-Series માં 82 PS પાવર હશે. ગિયર બોક્સ 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સની સાથે આવશે અને AMT પણ હશે.
કોની સાથે થશે મુકાબલો
આ કાર આવ્યા બાદ આ સેગમેંટની કાર વચ્ચે મુકાબલો તેજ થવાનો છે. ખાસકરીને તાજેતરમાં લોન્ચ થયેલી હ્યુંડાઇની નવી SANTRO થી જોરદાર મુકાબલો થઇ શકે છે. હ્યુંડાઇની નવી સેંટ્રો કારને નવા રૂપમાં લોંચ કરવામાં આવશે. કંપનીએ તેને પોતાની એક અન્ય કાર આઇ10 મોદલને બંધ કરી એક નવી અને ભારે ભરખમ પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે