EXCLUSIVE: ચંદા કોચર આપી ચૂક્યા છે રાજીનામું!, હવે બોર્ડ પાસે ફરીથી માંગ્યું આ કંપનીમાં પદ

ICICI બેંકના પ્રમુખ ચંદા કોચર લગભગ દોઢ મહિનાથી રજાઓ પર છે. કોચર વિરુદ્ધ વીડિયોકોન લોન મામલે આંતરિક તપાસ થઈ રહી છે. આ મામલે ચંદા કોચર વિરુદ્ધ અનેક એજન્સીઓ પણ તપાસ કરી રહી છે. પરંતુ હવે એવુ જાણવા મળી રહ્યું છે કે ચંદા કોચર પાસે રાજીનામું માગી લેવાયું છે. 

EXCLUSIVE: ચંદા કોચર આપી ચૂક્યા છે રાજીનામું!, હવે બોર્ડ પાસે ફરીથી માંગ્યું આ કંપનીમાં પદ

નવી દિલ્હી: ICICI બેંકના પ્રમુખ ચંદા કોચર લગભગ દોઢ મહિનાથી રજાઓ પર છે. કોચર વિરુદ્ધ વીડિયોકોન લોન મામલે આંતરિક તપાસ થઈ રહી છે. આ મામલે ચંદા કોચર વિરુદ્ધ અનેક એજન્સીઓ પણ તપાસ કરી રહી છે. પરંતુ હવે એવુ જાણવા મળી રહ્યું છે કે ચંદા કોચર પાસે રાજીનામું માગી લેવાયું છે. તેમને પદ પરથી હટાવવા એ માત્ર ઔપચારિકતા જેવું છે. તપાસ પૂરી થાય ત્યા સુધી તેમને રજાઓ પર રાખવાનું બહાનું રખાયુ છે. આ મામલે જાણકારી ધરાવતા બેંકના જ એક વ્યક્તિએ નામ ન છાપવાની શરતે ક હ્યું કે ચંદા કોચર પાસે એમડી અને સીઈઓ પદના રાજીનામા માંગી લેવાયા છે. જો કે તેઓ હજુ પણ મેનેજમેન્ટ ટીમનો ભાગ છે. હાલ બેંકની આંતરિક તપાસ ચાલી રહી છે. જેના કારણે તેઓને રજાઓ પર જવાનું કહેવાયું છે. 

પહેલા જણાવ્યું હતું પ્લાન્ડ લીવ
જો કે આ અગાઉ આઈસીઆઈસીઆઈ બેંકના બેંક મેનેજમેન્ટ તરફથી કહેવાયું હતું કે તેઓ પોતાની વાર્ષિક રજાઓ પર છે, જે તેમણે અગાઉથી પ્લાન કરી હતી. આઈસીઆઈસીઆઈ બેંકના પ્રવક્તાએ આવા કોઈ પણ અહેવાલથી ઈન્કાર કર્યો છે જેમા કહેવાયું છે કે બોર્ડે ચંદા કોચરના ઉત્તરાધિકારીની શોધ શરૂ કરી દીધી છે. પરંતુ હવે એવા અહેવાલ છે કે બોર્ડ નથી ઈચ્છતું કે બેંકની શાખ ખરાબ થાય અને શેરધારકોના હિતને જોતા બેંકે રાજીનામું માંગી લીધુ છે. અત્રે જણાવવાનું કે વીડિયોકોન લોન મામલામાં તપાસના આદેશ બાદથી જ કોચર રજાઓ પર છે. 

બેંકની શાખનો સવાલ
ચંદા કોચર રજાઓ પર ગયા તે પહેલા મે મહિનામાં બેંકે અમેરિકી માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC)માં ફાઈલિંગ દરમિયાન કહ્યું હતું કે કોચર વિરુદ્ધ લાગેલા આરોપોના કારણે બેંક અને અન્ય સબ્સિડરિઝના કામકાજ પર અસર પડી શકે છે. બેંકના કારોબાર પણ ઠપ પડી શકે છે. જ્યારે ચંદા કોચર રજા પર જતા જ બેંકે સંદીપ બક્ષીને બેંકના COO એટલે કે ચીફ ઓપરેટિંગ ઓફિસર નિયુક્ત કર્યા હતાં. આ જ કારણોથી સ્પષ્ટ છે કે બોર્ડ હવે ઈચ્છતુ નથી કે ચંદા કોચર ટોપ મેનેજમેન્ટમાં રહે। જો કે ચંદા કોચરે આ દરમિયાન બોર્ડ પાસે વધુ એક પદ પર ફરીથી નિયુક્તિની ભલામણ કરી છે. 

કોચરે પોતે માંગ્યુ વધુ એક પદ
આ બાજુ એક એવા અહેવાલ છે કે મેનેજિંગ ડાઈરેક્ટર અને સીઈઓના પદથી હટાવાયા બાદ ચંદા કોચરે બેંકના બોર્ડ સામે એક વધુ પ્રસ્તાવ રજુ કર્યો છે. ચંદા કોચરે પોતે જ બોર્ડ પાસે આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝમાં ડાઈરેક્ટર પદ માટે પોતાના નામની ભલામણ કરી છે. કોચરના ICICI સિક્યોરિટીઝમાં ડાઈરેક્ટર પદ પર કાર્યકાળ પૂરો થઈ ચૂક્યો છે. જો કે તેઓ હજુ પણ આ પદ માટે યોગ્ય છે, આ જ કારણે તેમણે પોતે ફરીથી નિયુક્તિની ભલામણ કરી છે. 

હજુ પણ આ કંપનીઓમાં ડાઈરેક્ટર છે ચંદા કોચર
ICICI સિક્યોરિટીઝે પોતાની 30 ઓગસ્ટના રોજ થનારી એન્યુઅલ જનરલ મીટિંગ માટે જારી નોટિસમાં કહ્યું છે કે કોચરની ફરીથી નિયુક્તિ માટે એક સામાન્ય પ્રસ્તાવની જ જરૂર રહેશે. બિઝનેસ સ્ટાન્ડર્ડની એક ખબર મુજબ કોચર હાલ બેંકની બીજી સબ્સિડરિઝ ICICI લોમ્બાર્ડ જનરલ ઈન્શ્યોરન્સલ, ICICI પ્રુડેન્શિયલ લાઈફ ઈન્શ્યોરન્સ, ICICI પ્રુડેન્શિયલ એસેટ મેનેજમેન્ટ કંપનીઓમાં ડાઈરેક્ટર પદે છે. ઈનગવર્ન રિસર્ચ સર્વિસના ફાઉન્ડર અને એમડીએ જણાવ્યું કે વીડિયોકોન મામલામાં તેમના વિરુદ્ધ ચાલી રહેલી તપાસ હજુ પૂરી થઈ નથી. આવામાં પોતાને ફરીથી નિયુક્ત કરવાની ભલામણનો અધિકાર તેમની પાસે છે. 

વીડિયોકોન લોન મામલે છે આરોપ
ચંદા કોચર પર આરોપ છે કે તેમણે બેંકના નિયમો નેવે મૂકીને વીડિયોકોન ગ્રુપને લોન સેન્શન કરાવી હતી. વીડિયોકોન ગ્રુપે આ લોનનો ઉપયોગ ચંદા કોચરના પતિ દીપક કોચરની કંપની ન્યૂપાવર રિન્યૂએબલ્સને ફાયદો પહોંચાડવા માટે કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news