EPFમાં થયા બે શાનદાર ફેરફાર, આ રીતે મળશે તમને ફાયદો

કેન્દ્ર સરકારે પોતાના કર્મચારી ભવિષ્ય નિધિ (EPF)માં બે જોરદાર ફેરફાર કર્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (Employees' Provident Fund Organisation)ના આ બે નવા ફેરફારોથી નોકરિયાત લોકોને ફાયદો થવાનો છે. પહેલા સારા સમાચાર એ છે કે હવે તમે પોતાના પીએફમાં 2-3 ટકા ફાળો ઘટાડી શકો છો. બીજું તમે નોકરી છોડવાની તારીખ પોતે નોંધી શકો છો.

EPFમાં થયા બે શાનદાર ફેરફાર, આ રીતે મળશે તમને ફાયદો

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે પોતાના કર્મચારી ભવિષ્ય નિધિ (EPF)માં બે જોરદાર ફેરફાર કર્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (Employees' Provident Fund Organisation)ના આ બે નવા ફેરફારોથી નોકરિયાત લોકોને ફાયદો થવાનો છે. પહેલા સારા સમાચાર એ છે કે હવે તમે પોતાના પીએફમાં 2-3 ટકા ફાળો ઘટાડી શકો છો. બીજું તમે નોકરી છોડવાની તારીખ પોતે નોંધી શકો છો.

ફાળો ઘટાડવાનો ફાયદો
શ્રમ મંત્રાલય (Labour Ministry)ના અધિકારીએ જણાવ્યું કે 25 થી 35 વર્ષની ઉંમરવાળી નોકરીયાત મહિલાઓ, વિકલાંગ પ્રોફેશનલ તથા નોકરિયાત પુરૂષના પ્રોવિડેન્ડ ફંડમાં ફાળો ઘટાડવા અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. મંત્રાલય 2-3 ટકા પીએફ ફાળો ઘટાડવાની પરવાનગી આપી શકે છે. હાલના નિયમો અનુસાર કર્મચારીને પોતાની બેસિક સેલરીનો 12 ટકા ફાળો ફરજિયાત કર્મચારી પ્રોવિડેન્ટ ફંડ હેઠળ આપવો પડે છે. એટલું જ નહી તેમના એમ્પ્લોયર દ્વારા જમા કરાવવામાં આવે છે. આ નવા પગલા લાગૂ થતાં કર્મચારીઓની ઇન-હેન્ડ સેલરી વધી જશે. અધિકારીઓનું કહેવું છે કે સરકાર જલદી તેના પર નિર્ણય લઇ શકે છે. 
 
નોકરી છોડવાની તારીખ જાતે નક્કી કરો
મંત્રાલયે કર્મચારીઓના હિતોનું ધ્યાન રાખતાં વધુ એક નિર્ણય લીધો છે. હવે કોઇપણ નોકરીયાત પીએફ એકાઉન્ટધારક ઓનલાઇન નોકરી છોડવાની તારીખ નોંધાવી શકશે. નોકરી છોડ્યા બાદ તારીખ નોંધવાનો ફાયદો એ છે કે પછી જો તમે પીએફમાં જમા રકમ કોઇ કારણસર નિકાળવા માંગો છો તો કોઇ સમસ્યા થશે નહી. અત્યાર સુધી નોકરી છોડ્યા બાદ તેની તારીખ નોંધવા માટે કંપની પર નિર્ભર રહેવું પડતું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news