શેરબજારમાં હજુ મોટી તેજી આવશે, જો જો...બધા  અનુમાનો ઠેરના ઠેર રહી જશે, જાણો શું  થવાનું છે

ભારતીય શેર બજારોમાં જબરદસ્ત તેજીનો માહોલ છે અને આગળ પણ તે ચાલુ રહે તેવી શક્યતા છે. તેનું સૌથી મોટું કારણ શું છે તે પણ ખાસ જાણો

શેરબજારમાં હજુ મોટી તેજી આવશે, જો જો...બધા  અનુમાનો ઠેરના ઠેર રહી જશે, જાણો શું  થવાનું છે

ભારતીય શેર બજારોમાં જબરદસ્ત તેજીનો માહોલ છે અને આગળ પણ તે ચાલુ રહે તેવી શક્યતા છે. તેનું સૌથી મોટું કારણ છે અમેરિકાથી આવનારું 30,000 કરોડ રૂપિયાનું રોકાણ. હકીકતમાં વિશ્લેષકોના જણાવ્યાં મુજબ 2024થી ભારતીય બજારોમાં એક પ્રમુખ અમેરિકી પેન્શન ફંડથી લગભગ 30,000 કરોડનો પ્રવાહ જોવા મળે તેવી આશા છે. 

અમેરિકી સરકારે રિટાયરમેન્ટ ફંડના ઈન્ટરનેશનલ એક્સપોઝરા વિસ્તાર માટે બેન્ચમાર્ક ઈક્વિટી ઈન્ડેક્સને બદલવાનો નિર્ણય લીધો છે. એક્સપર્ટ્સનું માનવું છે કે આ પગલાંથી ગ્લોબલ શેરોમાં 28 બિલિયન ડોલરનો ઉછાળો જોવા મળી શકે છે. જ્યારે ભારતમાં 2024થી 3.6 બિલિયન ડોલર (30,000 કરોડથી વધુ)નું રોકાણ જોવા મળી શકે છે. 

2024માં  ભાગશે શેરબજાર
ફેડરલ રિટાયરમેન્ટ થ્રિફ્ટ ઈન્વેસ્ટમેન્ટ બોર્ડ (પ્રમુખ અમેરિકી પેન્શન ફંડ)એ હાલમાં જ MSCI, EAFE ઈન્ડેક્સથી MSCI ACWI પૂર્વ યુએસએ અને પૂર્વ ચીનમાં સ્વિચ કરવાનો નિર્ણય લીધો છે. પેન્શન ફંડ બેન્ચમાર્ક ઈન્ડેક્સ 2024ને બદલવાનું શરૂ કરી દેશે. જેનાથી ભારતીય શેરોનું વજન વધશે અને નવા ફંડ આકર્ષિત થઈ શકે છે. વિશ્લેષકોના જણાવ્યા મુજબ પેન્શન ફંડ ચીન અને રશિયા જેવા ઉભરતા બજારોની ઈક્વિટી પર ધ્યાન કેન્દ્રીત કરે છે. 

કેનેડા બાદ ભારતમાં સૌથી વધુ રોકાણ
અમેરિકી પેન્શન ફંડના આ નિર્ણયથી દુનિયાના ઉભરતા બજારોમાં ઝડપથી પૂંજીનો પ્રવાહ થશે. તેમાં સૌથી વધુ 560 કરોડ ડોલરનું રોકાણ કેનેડામાં આવશે. જ્યારે બીજા નંબર પર ભારત છે જ્યાં 360 કરોડ ડોલરનું રોકાણ થશે. આ ઉપરાંત તાઈવાનમાં 340 કરોડ ડોલર, સાઉથ કોરિયામાં 260 કરોડ ડોલર, બ્રાઝીલમાં 120 કરોડ ડોલર, સાઉદી અરબમાં 80 કરોડ ડોલર અને મેક્સિકોમાં 60 કરોડ ડોલરનું રોકાણ આવશે. 

ફેડરલ રિટાયરમેન્ટ થ્રિફ્ટ ઈન્વેસ્ટમેન્ટ બોર્ડની કુલ સંપત્તિ લગભગ 600 બિલિયન ડોલર છે. બોર્ડે 31 ઓક્ટોબર 2023 સુધી ઈન્ટરનેશનલ સ્ટોક ઈન્ડેક્સ ઈન્વેસ્ટમેન્ટ ફંડમાં લગભગ 68 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. ફંડ બેન્ચમાર્ક ઈન્ડેક્સ તરીકે MSCI EAFE નો ઉપયોગ કરે છે. જેમાં યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા સહિત 21 વિક્સિત બજાર સામેલ છે. અત્રે જણાવવાનું કે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ આ કેલેન્ડર યરમાં અત્યાર સુધીમાં ભારતીય બજારોમાં લગભગ ₹96,340 કરોડનું રોકાણ કર્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news