અયોધ્યા માટે વિશેષ ટ્રેનો દોડશે! જાણો ગુજરાતમાંથી અયોધ્યા જવા કેટલી છે ટ્રેનો, ક્યારે ઉપડશે, શું છે ભાડું?

જો તમે પણ અયોધ્યા જવા માટે વિચાર કરી રહ્યા છો તો ભારતીય રેલવેએ ટ્રેનનો કાફલો ગુજરાત માટે ખડકી દીધો છે. ટ્રેનની સાથે ફ્લાઈટની પણ સુવિધા ગુજરાતને મળી છે. ત્યારે આવો જોઈએ ગુજરાતમાંથી કઈ ટ્રેન અને કઈ ફ્લાઈટ સીધા પહોંચાડશે અયોધ્યા?

અયોધ્યા માટે વિશેષ ટ્રેનો દોડશે! જાણો ગુજરાતમાંથી અયોધ્યા જવા કેટલી છે ટ્રેનો, ક્યારે ઉપડશે, શું છે ભાડું?

Ram Mandir: અયોધ્યામાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યામાં તો જાણે ઘોડાપુર ઉમટ્યું. એટલી ભીડ ઉમટી કે અયોધ્યા આવતી બસોને રસ્તામાં જ રોકી દેવી પડી. હજારો નહીં પણ લાખોની સંખ્યામાં રામભક્તો ઉમટતા મંદિર પરિષર ઉભરાઈ ગયું. પોલીસને પણ પરસેલો વળી ગયો હતો. જો તમે પણ અયોધ્યા જવા માટે વિચાર કરી રહ્યા છો તો ભારતીય રેલવેએ ટ્રેનનો કાફલો ગુજરાત માટે ખડકી દીધો છે. ટ્રેનની સાથે ફ્લાઈટની પણ સુવિધા ગુજરાતને મળી છે. ત્યારે આવો જોઈએ ગુજરાતમાંથી કઈ ટ્રેન અને કઈ ફ્લાઈટ સીધા પહોંચાડશે અયોધ્યા?

ભક્તોથી ઉભરાઈ ગયું
જો તમે પણ પ્રભુ રામના દર્શન કરવા માટે અયોધ્યા જવાની તૈયાર કરી રહ્યા છો તો તમારા માટે ભારતીય રેલવેએ અનેક ટ્રેનોની સુવિધા શરૂ કરી દીધી છે. કેન્દ્ર સરકારે રામલલાના દર્શન માટે જવા ઈચ્છતા યાત્રિકો માટે અનેક વિશેષ ટ્રેનોની જાહેરાત કરી છે. સમગ્ર દેશમાંથી અયોધ્યા પહોંચવા માટે 200 વિશેષ ટ્રેન દોડાવાશે. તેમાં સૌથી વધુ ટ્રેન પશ્ચિમ રેલવેને મળી છે. દેશમાં સૌથી વધુ 88 ટ્રેન આપણા ગુજરાતમાંથી રવાના થશે. અનેક ટ્રેનો શરૂ થઈ ગઈ તો કેટલીક ટ્રેન આગામી એક-બે દિવસમાં શરૂ થશે. જે ટ્રેનો શરૂ થઈ તેનું બુકિંગ ફુલ થવા લાગ્યું છે. અત્યાર સુધી એક લાખ 5 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ અયોધ્યા માટે ગ્રુપ બુકિંગ કરાવ્યું છે. 

અયોધ્યા માટે વિશેષ ટ્રેનો દોડશે 

  • દેશમાંથી અયોધ્યા માટે 200 વિશેષ ટ્રેન દોડાવાશે
  • સૌથી વધુ ટ્રેન પશ્ચિમ રેલવેને મળી 
  • સૌથી વધુ 88 ટ્રેન ગુજરાતમાંથી રવાના થશે

આ આગાહી સાચી થઈ તો....! કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉ. ગુજરાત માટે ફરી અંબાલાલના ભારે બોલ!

તો પહેલી આસ્થા વિશેષ ટ્રેન 26 જાન્યુઆરીએ કોટાથી અયોધ્યા જંક્શન માટે રવાના થશે જ્યારે બીજી ટ્રેન 29 જાન્યુઆરીએ ગુજરાતના સાબરમતીથી અયોધ્યાના અંજદીક સલારપુર માટે રવાના થશે. આસ્થા વિશેષ ટ્રેનો 29 જાન્યુઆરીથી 3 માર્ચ સુધી ગુજરાતનાં સુરત, ઉધના, સાબરમતી, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, વલસાડ, વાપી, ભાવનગર અને રાજકોટ શહેરોથી ઉપડશે. જો માગ વધશે તો આ ટ્રેનોને આગળ પણ વધારાશે. 

અયોધ્યા માટે 'આસ્થા' ટ્રેન 

  • પહેલી આસ્થા ટ્રેન 26 જાન્યુઆરીએ કોટાથી અયોધ્યા માટે રવાના થશે
  • બીજી ટ્રેન 29 જાન્યુઆરીએ સાબરમતીથી અંજદીક સલારપુર માટે રવાના થશે
  • સુરત, ઉધના, સાબરમતી, અમદાવાદ, મહેસાણા, પાલનપુર
  • વલસાડ, વાપી, ભાવનગર અને રાજકોટથી ઉપડશે

વિશેષ આસ્થા ટ્રેનમાં હાલ માત્ર ગ્રુપ બુકિંગ થઈ રહ્યું છે. એટલે કે વિવિધ ગ્રૂપ તરફથી પહેલાં જ માગ કરાઈ હતી અને તે પ્રમાણે ટ્રેનોની યાદી તૈયાર કરાઈ છે. અત્યારે સામાન્ય સફર માટે રેલવે કાઉન્ટર કે આઇઆરસીટીસીથી ઓનલાઇન ટિકિટ બુક નહીં થાય. રેલવેએ આ ટ્રેનોનું સંચાલન આઇઆરસીટીસીને સોંપ્યું છે અને ‘ઓન ડિમાન્ડ’ના આધારે કામ શરૂ કરાઈ રહ્યું છે. શરૂઆતમાં સ્ટેશન પર યાત્રીઓનું સ્વાગત પણ કરાશે. તેમાં ખાણીપીણીની વ્યવસ્થા પણ આઇઆરસીટીસીને સોંપાઈ છે. ગુજરાતથી સૌથી વધુ 88 ટ્રેન જશે અને દરેક ટ્રેનમાં 1200 લેખે કુલ લગભગ 1 લાખ 5 હજાર યાત્રી મુસાફરી કરશે.

ગુજરાતને મળેલી પહેલી આસ્થા ટ્રેન 29 જાન્યુઆરીએ અમદાવાદના સાબરમતીથી રાત્રે 11 વાગ્યે ઉપડશે. અને બીજા દિવસે રાત્રે દોઢ વાગ્યે અયોધ્યાના સલારપુર પહોંચાડશે. 26 કલાકની મુસાફરી આ ટ્રેનમાં કરવી પડશે. તો બીજી ટ્રેન 30 જાન્યુઆરીએ મહેસાણાથી સલારપુર માટે રવાના થશે. આ ટ્રેન મહેસાણાથી રાત્રે 11.45 વાગ્યે ઉપડીને બીજા દિવસે રાત્રે દોઢ વાગ્યે સલારપુર પહોંચશે. ઉપરાંત 30 જાન્યુઆરીએ સુરતથી અયોધ્યા જંક્શન માટે એક ટ્રેન રવાના થશે. 31 જાન્યુઆરીએ પાલનપુરથી સલારપુર માટે આસ્થા ટ્રેન રવાના થશે. આ રીતે 3 માર્ચ સુધી રોજ ગુજરાતનાં વિવિધ શહેરોથી આસ્થા ટ્રેનોનું સંચાલન થશે.

ગુજરાતમાં ક્યારે ઉપડશે ટ્રેન?

  • 29 જાન્યુઆરીએ અમદાવાદના સાબરમતીથી રાત્રે 11 વાગ્યે ઉપડશે
  • બીજા દિવસે રાત્રે 1.30 વાગ્યે અયોધ્યાના સલારપુર પહોંચાડશે
  • 26 કલાકની મુસાફરી ટ્રેનમાં કરવી પડશે
  • 30 જાન્યુઆરીએ મહેસાણાથી રાત્રે 11.45 વાગ્યે ઉપડશે
  • બીજા દિવસે રાત્રે 1.30 વાગ્યે સલારપુર પહોંચશે
  • 30 જાન્યુઆરીએ સુરતથી અયોધ્યા જંક્શન માટે ટ્રેન રવાના થશે
  • 31 જાન્યુઆરીએ પાલનપુરથી સલારપુર માટે આસ્થા ટ્રેન રવાના થશે

માત્ર 10 રૂપિયામાં મેળવો જન્મનો દાખલો! ગુજરાતના આ શહેર સાથે જોડાયા મહાકૌભાંડના તાર

ટ્રેનની સાથે સાથે અમદાવાદથી વિશેષ ફ્લાઈટ પણ અયોધ્યા માટે હાલ ચાલુ છે. અમદાવાદથી સ્પાઈસ જેટ અને ઈન્ડિયો એરલાઈન્સની બે ફ્લાઈટ અયોધ્યા પહોંચાડી રહી છે. ફ્લાઈટમાં માત્ર બે કલાકમાં જ અમદાવાદથી અયોધ્યા પહોંચી શકાય છે. જેનું અંદાજિત ભાડુ 4500 રૂપિયા છે. અયોધ્યામાં આસ્થાના ઘોડાપુર પ્રભુ રામના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી રહ્યું છે. હજુ પણ લાખો ભક્તો પ્રભુ રામના દર્શન માટે તલપાપડ છે. તેને જોતા કેન્દ્ર સરકારે ટ્રેનોની સંખ્યા વધારી દીધી છે. તો ફ્લાઈટની સેવામાં પણ વધારો કરાયો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news