Sovereign Gold Bond: સસ્તું સોનું ખરીદવાની છેલ્લી તક, આજથી શરૂ થઈ સરકારની સ્કીમ
ઘરમાં સોનુ ખરીદીને રાખવાની જગ્યાએ તમે સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી શકો છો, તો તમે ટેક્સ પણ બચાવી શકો છો.
Trending Photos
નવી દિલ્હીઃ Sovereign Gold Bond Scheme 2020-21 Series-6: મોંઘા સોના વચ્ચે એકવાર ફરી તમારી પાસે બજારથી ઓછા ભાવમાં ગોલ્ડ ખરીદવાની તક છે. સરકાર એકવાર ફરી સોવરેન ગોલ્ડ બોન્ડ (Sovereign Gold Bond Scheme) સ્કીમની છઠ્ઠી સિરીઝ લઈને આવી રહી છે. ગ્રાહક આ સ્કીમમાં 31 ઓગસ્ટથી રોકાણ કરી શકશે. SGBમા તમને બજારથી ઓછા ભાવમાં ગોલ્ડ મળશે.
આ પહેલા 3 ઓગસ્ટે મળી હતી તક
આ પહેલા 3 ઓગસ્ટે ખુલેલી સ્કીમમાં રિઝર્વ બેન્કે ઓફર પ્રાઇઝ 5,334 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નક્કી કર્યાં હતા. આ ઓફર 3થી 7 ઓગસ્ટ 2020 વચ્ચે આવી હતી. તેની પહેલા સોવરેન ગોલ્ડ બોન્ડ 2020-21 ઓફરનું મૂલ્ય 4,852 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું. આ ઓફર 6થી 10 જુલાઈ વચ્ચે આવી હતી. બોન્ડ માટે ઓનલાઇન ચુકવણી કરનારને 50 રૂપિયા પ્રતિ 10 ગ્રામની છૂટ મળી શકે છે.
બચાવી શકો છો ટેક્સ
ઘરમાં સોનુ ખરીદીને રાખવાની જગ્યાએ તમે સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી શકો છો, તો તમે ટેક્સ પણ બચાવી શકો છો. સોવરેન ગોલ્ડ બોન્ડની સ્કીમમાં રોકાણ કરનાર વ્યક્તિ એક કારોબારી વર્ષમાં વધુમાં વધુ 50 ગ્રામ સોનાના બોન્ડ ખરીદી શકે છે.
વધુમાં વધુ કેટલું ખરીદી શકો સોનુ
કોઈપણ વ્યક્તિ કે HUF એક કારોબારી વર્ષમાં વધુમાં વધુ 4 કિલો ગ્રામ સોનાના બોન્ડ ખરીદી શકે છે. ટ્રસ્ટ કે સંગઠન માટે 20 કિલોગ્રામ નક્કી કરવામાં આવ્યા છે. આ યોજનાની મેચ્યોરિટીનો સમયગાળો 8 વર્ષ છે.
મળશે 2.5 ટકા વ્યાજ
તમને જણાવી દઈએ કે તમે બોન્ડ વેચવા ઈચ્છો છો તો ઓછામાં ઓછા 5 વર્ષની રાહ જોવી પડશે અને આ સ્કીમ હેઠળ રોકાણ પર 2.5 ટકા વાર્ષિક વ્યાજ મળશે.
અહીંથી ખરીદી શકો છો સોવરેન ગોલ્ડ
Sovereign Gold Bond ને તમે પોતાની બેન્ક, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, કેટલીક પોસ્ટ ઓફિસ, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) કે મુંબઈ સ્ટોક એક્સચેન્જ(BSE)થી ખરીદી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે