શ્લોકા મહેતાના નેકલેસની કિંમતમાં બની શકે છે બે 'પઠાણ' મૂવી, અંબાણીના વહૂના હારની ચર્ચા

Akash Ambani Shloka Mehta: નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતાને દુનિયાનો સૌથી મોંઘો નેકલેસ ગિફ્ટ કર્યો છે. આ નેકલેસની કિંમત 2-4 કરોડ નહીં પરંતુ 450 કરોડથી વધુ છે. રિપોર્ટ્સ અનુસાર, શ્લોકા મહેતા પાસે જે નેકલેસ છે તે દુનિયાનો સૌથી મોંઘો નેકલેસ છે.

શ્લોકા મહેતાના નેકલેસની કિંમતમાં બની શકે છે બે 'પઠાણ' મૂવી, અંબાણીના વહૂના હારની ચર્ચા

Mukesh Ambani Family: વિશ્વના સૌથી ધનિક પરિવારોમાંના એક મુકેશ અંબાણી ખૂબ જ વૈભવી જીવન જીવે છે. અંબાણી પરિવારના ફંક્શન્સ, પાર્ટીઓ અને અન્ય આમંત્રણો પર આખી દુનિયાની નજર હોય છે.

આજકાલ અંબાણી પરિવારની વહુ શ્લોકા મહેતાના ગળાનાં હારની ચર્ચા થઈ રહી છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ તેમની વહુ શ્લોકા મહેતાને દુનિયાનો સૌથી મોંઘો નેકલેસ ગિફ્ટ કર્યો છે. આ નેકલેસની કિંમત સાંભળીને તમારા હોશ ઉડી જશે. તમે કલ્પના પણ નહીં કરી શકો કે કોઈ આટલા મોંઘા દાગીનાની કોઈ ગિફ્ટ પણ કરી શકે.

નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતાને દુનિયાનો સૌથી મોંઘો નેકલેસ ગિફ્ટ કર્યો છે. આ નેકલેસની કિંમત 2-4 કરોડ નહીં પરંતુ 450 કરોડથી વધુ છે. રિપોર્ટ્સ અનુસાર, શ્લોકા મહેતા પાસે જે નેકલેસ છે તે દુનિયાનો સૌથી મોંઘો નેકલેસ છે. શ્લોકા મહેતા પાસે 450 કરોડની કિંમતનો ડાયમંડ નેકલેસ છે, હવે તમે વિચારતા હશો કે આ એવુ તો શું ખાસ છે જેના કારણે કિંમત અધધ... છે.

હકીકતમાં, આ ડાયમંડ નેકલેસમાં વિશ્વનો સૌથી મોટો ઈન્ટર ફ્લોલેસ હીરો જડવામાં આવ્યો છે. જેની કિંમત 450 કરોડથી વધુ છે. આ નેકલેસને લેબનાની જ્વેલર મૌવાદે બનાવ્યો હતો. તેને L'Incomparable કહેવામાં આવે છે અને તેને વિશ્વના સૌથી મોટા ઈન્ટર ફ્લોલેસ હીરાથી જડાયેલું છે.

2018 વિશ્વનો સૌથી મોંઘો નેકલેસ તમને જણાવી દઈએ કે શ્લોકાના નેકલેસમાં 91 વધુ હીરા છે, જે 200 કેરેટથી વધુ છે. હીરા આ નેકલેસને એકદમ યુનિક લુક આપે છે. શ્લોકાના નેકલેસની ડિઝાઈન ન તો કોપી કરી શકાય છે કે ન તો રિડીઝાઈન કરી શકાય છે.

એટલે કે, આ અંબાણી પરિવારની એન્ટિક જ્વેલરી છે. અંબાણી પરિવાર તેની લક્ઝરી લાઈફસ્ટાઈલ માટે ઓળખાય છે. જોકે અંબાણી પરિવાર તેની વૈભવી જીવનશૈલી માટે જાણીતો છે. પાર્ટીઓમાં અંબાણી પરિવારનાં કપડાં, ઘડિયાળ, પર્સ અને એસેસરીઝની ઘણી ચર્ચા થાય છે. તાજેતરમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના કાર્યક્રમમાં અનંત અંબાણી અને તેમની મંગેતર રાધિકા મર્ચન્ટે પણ ઘણી વાહ-વાહી મેળવી હતી. રાધિકા મર્ચન્ટે તેના ડ્રેસ સાથે જે નાનું પર્સ લીધું હતું તેની કિંમત 2 કરોડ હોવાનું કહેવાય છે. જ્યારે અનંત અંબાણી 18 કરોડની ઘડિયાળ પહેરેલા જોવા મળ્યા હતા. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news