Pregnant Shloka Mehta: સસરા મુકેશ અંબાણી અને પતિ આકાશ સાથે શ્લોકા પહોંચી સિદ્ધિવિનાયક દર્શન કરવા

Pregnant Shloka Mehta: આ પહેલીવાર છે જ્યારે પ્રેગ્નન્સી દરમિયાન શ્લોકા સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા પહોંચી હતી. ત્યારે શ્લોકા મહેતા, આકાશ અંબાણી, પૃથ્વી અંબાણી અને મુકેશ અંબાણીની સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાતની તસવીરો વાયરલ થઈ રહી છે.

Pregnant Shloka Mehta: સસરા મુકેશ અંબાણી અને પતિ આકાશ સાથે શ્લોકા પહોંચી સિદ્ધિવિનાયક દર્શન કરવા

Pregnant Shloka Mehta: અંબાણી પરિવાર ભારતના સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ પરિવારોમાંથી એક છે. હાલ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની મોટી વહુ શ્લોકા મહેતા ગર્ભવતી છે. તે ટુંક સમયમાં બીજી વખત માતા બનવા જઈ રહી છે. ત્યારે આકાશ અંબાણીની પત્ની શ્લોકા મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરતી જોવા મળી હતી. આ સમયે તેની સાથે પતિ આકાશ અને સસરા મુકેશ અંબાણી પણ હતા. આ પહેલીવાર છે જ્યારે પ્રેગ્નન્સી દરમિયાન શ્લોકા સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા પહોંચી હતી. ત્યારે શ્લોકા મહેતા, આકાશ અંબાણી, પૃથ્વી અંબાણી અને મુકેશ અંબાણીની સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાતની તસવીરો વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચો:

મુકેશ અંબાણી પાસે માત્ર એન્ટીલિયા જ નહીં આટલા છે ઘર, દરેકની કિંમત છે કરોડોમાં
  
શ્લોકા મહેતા તેના દીકરા પૃથ્વી, પતિ અને સસરા સાથે સિદ્ધિવિનાયક મંદિરે દર્શન માટે ગઈ છે. સિદ્ધિવિનાયક મંદિરની બે તસવીરો વાયરલ થઈ છે. જેમાં પ્રથમ તસવીરમાં મુકેશ અંબાણી હાથ જોડીને મંદિરમાં ઊભા છે અને શ્લોકા મહેતા પૂજા કરી રહી છે. તેની પાસે આકાશ અંબાણી પુત્ર પૃથ્વી અંબાણીને લઈને દર્શન કરે છે. 
  
બીજા ફોટામાં મુકેશ અંબાણી એક પ્લાંટ લઈને ઊભા છે અને તેની પાસે પુત્રવધુ શ્લોકા મહેતા તેમની બાજુમાં ઉભી છે. શ્લોકા મહેતાએ મલ્ટી કલર કો-ઓર્ડિનેટેડ સૂટ પહેર્યો છે. આ તસવીરોને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news