શિવાલિક ગ્રૂપે 300 કરોડના ભંડોળ સાથે સેબી દ્વારા માન્ય કેટેગરી કેટેગરી IIAIF દ્વારા રિયલ એસ્ટેટ રોકાણ વર્ટિકલનો ઉમેરો કર્યો
Ahmedabad Latest News: આ ભંડોળનું સમગ્ર રિયલ એસ્ટેટ સેક્ટરમાં વ્યૂહાત્મક રીતે રોકાણ કરવામાં આવશે, જેમાં મુખ્યત્વે લેન્ડ હોલ્ડિંગ, રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ અને આ ક્ષેત્રમાં નવા ટ્રેન્ડ સાથે સંકળાયેલી એન્ટીટીમાં રોકાણ કરાશે. શિવાલિક ગ્રૂપના AIFનો પ્રાથમિક લક્ષ્ય તેના રોકાણકારો માટે કરન્ટ ઈન્કમ પૂરી પાડવાની સાથે સાથે રિયલ એસ્ટેટ સેક્ટરની એન્ટિટીમાં રોકાણ મારફત લાંબા ગાળાની મૂડી વૃદ્ધિ પેદા કરવાનો છે.
Trending Photos
Ahmedabad News: અમદાવાદના એક અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર શિવાલિક ગ્રૂપે તાજેતરમાં જ તેના પ્રથમ ફંડ એટલે કે શિવાલિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ માટે કેટેગરી IIAIF તરીકે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) તરફથી નિયમનકારી મંજૂરી પ્રાપ્ત કરી છે. (સેબી નંબર: IN/AIF2/23-24/1441)
પ્રસ્તાવિત AIFનો લક્ષ્ય પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા 300 કરોડ રૂપિયા સુધી ફંડ એકત્ર કરવાનો છે, જેમાં ઇન્વેસ્ટમેન્ટ મેનેજરની મુનસફી મુજબ 150 કરોડ રૂપિયાના ગ્રીન શૂ ઓપ્શનનો સમાવેશ થાય છે. આ ફંડ સ્થાનિક રોકાણકારોના વિવિધ જૂથમાંથી ભંડોળ એકત્ર કરશે, જેમાં વ્યક્તિઓ, ફેમિલી ઓફિસ,HUF, ઉચ્ચ નેટ-વર્થ ઈન્ડિવિજ્યુઅલ્સ, પ્રાઈવેટ ઈન્સ્ટિટ્યૂટ્સ, ભારતમાં અન્ય બોડી કોર્પોરેટ અથવા નોન-કોર્પોરેટનો સમાવેશ થાય છે.
આ ભંડોળનું સમગ્ર રિયલ એસ્ટેટ સેક્ટરમાં વ્યૂહાત્મક રીતે રોકાણ કરવામાં આવશે, જેમાં મુખ્યત્વે લેન્ડ હોલ્ડિંગ, રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ અને આ ક્ષેત્રમાં નવા ટ્રેન્ડ સાથે સંકળાયેલી એન્ટીટીમાં રોકાણ કરાશે. શિવાલિક ગ્રૂપના AIFનો પ્રાથમિક લક્ષ્ય તેના રોકાણકારો માટે કરન્ટ ઈન્કમ પૂરી પાડવાની સાથે સાથે રિયલ એસ્ટેટ સેક્ટરની એન્ટિટીમાં રોકાણ મારફત લાંબા ગાળાની મૂડી વૃદ્ધિ પેદા કરવાનો છે. અમદાવાદના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં શિવાલિક ગ્રૂપના 25 વર્ષના પરિવર્તનકારી યોગદાનને ધ્યાનમાં રાખતા આ બાબત એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
રિયલ એસ્ટેટ બિઝનેસની સમગ્ર ઇકો સિસ્ટમને સંસ્થાકીય બનાવવાના પ્રયાસોમાં શિવાલિક ગ્રૂપે વેલ્યૂ-એડેડ શિક્ષણ આપવાથી માંડીને બાંધકામ ટેક્નોલોજીમાં ઈનોવેશન, ફર્નિચરના ઉત્પાદન, આંતરિક સોલ્યુશન અને હોસ્પિટાલિટી સુધી રિયલ એસ્ટેટ વેલ્યૂ ચેઈનમાં તેની હાજરીને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
તેના ભાગરૂપે શિવાલિક ગ્રૂપે તાજેતરમાં જમીન અને રિયલ એસ્ટેટના વિકાસમાં સંકળાયેલી સંસ્થાઓમાં પ્રારંભિક તબક્કામાં રોકાણ માટે આ ફિલ્ડમાં તેમની કુશળતાનો લાભ લેવા પર ધ્યાન કેન્દ્રિત કરીને ફોર્મલ ઈન્વેસ્ટમેન્ટ શાખા સ્થાપી છે.
શિવાલિક ગ્રૂપના સ્થાપક અને એમડી ચિત્રક શાહે શિવાલિક ઇન્વેસ્ટમેન્ટ ફંડની સ્થાપના અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેમણે લેન્ડ ડેવલપમેન્ટના પ્રારંભિક તબક્કામાં અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં અન્ય તકોમાં રોકાણ કરવા માંગતા રોકાણકારો માટે અમદાવાદ શહેરની વૃદ્ધિગાથામાં ભાગ લેવા AIF એક અદભૂત તક હોવા પર ભાર મૂક્યો હતો.
(Disclaimer: Consumer connect initiative)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે