Share Market Updates: કારોબારના પહેલા દિવસે સેન્સેક્સમાં તેજી, રોકેટની ગતીએ ભાગ્યો ટાટા ગ્રુપનો આ શેર
Share Market Updates: કારોબારી અઠવાડિયાના પહેલા દિવસે સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાન સાથે બંધ થયો છે. શેર માર્કેટમાં છેલ્લા 6 દિવસથી ચાલી રહેલા ઘટાડા બાદ આજે સોમવારે માર્કેટમાં વધારો જોવા મળ્યો છે.
Trending Photos
Share Market Updates: ભારતીય શેર બજાર આજે સોમવારે લીલા નિશાન સાથે બંધ થયું છે. સોમવારે સેન્સેક્સના 18 શેર લીલા નિશાન સાથે બંધ થયા છે. જો કે, આજના કારોબારમાં ટાટા ગ્રુપનો એક શેર રોકેટ ગતીએ ભાગ્યો હતો. ટાટા પાવરના આ શેરમાં એનએસઈ પર 2.06 ટકાની તેજી જોવા મળી.
આ શેર 2.06 ટકાની તેજી સાથે 227.40 રૂપિયા પર બંધ થયો. જો કે, ગત અઠવાડિયે આ શેરે લાલ નિશાન સાથે કારોબાર કર્યો હતો. આ શેરનું છેલ્લા 52 હપ્તાનું હાઈ લેવલ 298.05 રૂપિયા અને લો લેવલ 101.65 રૂપિયા છે. છેલ્લા એક વર્ષમાં ટાટા પાવરના આ શેરે 120 ટકા રિટર્ન આપ્યું છે.
સોમવારના પણ આ શેરમાં સારી ખરીદારી થઈ અને તેમાં તેજી જોવા મળી. ટાટા પાવરનો આ શેરના ભાવ વધવા પાછળનું કારણ ટાટા પાવરની પેટાકંપની ટાટા પાવર સોલર સિસ્ટમ્સની એનએચપીસી સાથે મોડી ડીલ છે. એનએચપીસી લિમિટેડથી ટાટા પાવર સોલાર સિસ્ટમ્સની 1731 કરોડની 300 મેગાવોટ અને સૌર પરિયોજના ઇન્સ્ટોલ કરવાની ડીલ થઈ છે.
કંપની તરફથી સોમવારે આ વિશે જાણકારી આપવામાં આવી. કંપની તરફથી જણાવવામાં આવ્યું કે, ભારતની સૌથી મોટી એકીકૃત સૌર કંપનીઓમાંથી એક અને ટાટા પવારની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ટાટા પાવર સોલાર સિસ્ટમ્સને એનએચપીસીએ ટેક્સ સહિત 1731 કરોડ રૂપિયાની 300 મેગાવોટની સૌર પરિયોજના આપવાનો નિર્ણય કર્યો છે.
કોરબારના અંતમાં સેન્સેક્સ 180.22 પોઈન્ટની તેજી સાથે 52,973.84 ના સ્તર પર પહોંચ્યો. જ્યારે નિફ્ટી 60.15 પોઈન્ટના વધારા સાથે 15,842.30 ના સ્તર પર બંધ થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે