SBIએ આપ્યો મોટો ઝટકો, સેવિંગ એકાઉન્ટ પર વ્યાજ દર ઘટાડ્યું, પરંતુ હોમ લોન EMIમાં આપી આ રહાત

કોરોના વાયરસ (Coronavirus)ના કહેર વચ્ચે દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક (State Bank Of India)એ મંગળવારે ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંકે તમામ બચત ખાતા પર વ્યાજ દરને 3 ટકાથી ઘટાડી 2.75 ટકા વાર્ષિક કરવાની જાહેરાત કરી છે. નવા વ્યાજ દર 15 એપ્રિલથી લાગુ થશે. પરંતુ બેંકે એમસીએલઆરમાં 0.35 ટકા ઘટાડો કરવાની જાહેરાત કરી છે. તેનાથી હોમ લોનના ઈએમઆઇમાં થોડી રાહત મળશે.

SBIએ આપ્યો મોટો ઝટકો, સેવિંગ એકાઉન્ટ પર વ્યાજ દર ઘટાડ્યું, પરંતુ હોમ લોન EMIમાં આપી આ રહાત

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ના કહેર વચ્ચે દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક (State Bank Of India)એ મંગળવારે ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંકે તમામ બચત ખાતા પર વ્યાજ દરને 3 ટકાથી ઘટાડી 2.75 ટકા વાર્ષિક કરવાની જાહેરાત કરી છે. નવા વ્યાજ દર 15 એપ્રિલથી લાગુ થશે. પરંતુ બેંકે એમસીએલઆરમાં 0.35 ટકા ઘટાડો કરવાની જાહેરાત કરી છે. તેનાથી હોમ લોનના ઈએમઆઇમાં થોડી રાહત મળશે.

બેંકના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બેંકો પાસે પર્યાપ્ત રોડક હોવાના કારણે તેમણે બચત જમા વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ બેંકે 10 એપ્રિલથી, તમામ ટર્મ લોન્સ પર માર્જિનલ કોસ્ટ બેઝ્ડ લોન ઇન્ટરેસ્ટ રેટ (એમસીએલઆર) માં 0.35 ટકા ઘટાડો કરવાની જાહેરાત કરી છે. નિવેદન અનુસાર એમસીએલઆરમાં ઘટાડા બાદ એક વર્ષના ટર્મ લોન પરનો વ્યાજ દર વાર્ષિક 7.75 ટકાથી ઘટાડીને 7.40 ટકા કરવામાં આવશે.

SBI

બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "એમસીએલઆરનો નવો દર 7.75 ટકા થી ઘટાડીને 7.40 ટકા કરવામાં આવ્યો છે. આ ઘટાડો 20 એપ્રિલથી લાગુ થશે." નાણાકીય વર્ષ 2019-20માં એમસીએલઆરમાં આ સતત 11મી વખત ઘટાડો છે. મોટાભાગની રિટેલ લોન માટે, એક વર્ષના સમયગાળા માટેના લોન પરના દરને ધોરણ તરીકે માનવામાં આવે છે.

જાણો કેટલી ઓછી હશે તમારી EMI
એસબીઆઈએ માર્જિનલ કોસ્ટ બેઝ્ડ લોન ઇન્ટરેસ્ટ રેટ (એમસીએલઆર) માં 0.35 ટકા ઘટાડાની જાહેરાત કરી છે. જેનાથી તમારી હોમ લોનની EMI ઘટશે. બેંકે કહ્યું કે આ સાથે, 30 વર્ષના સમયગાળાની હોમ લોનની માસિક હપ્તામાં 1 લાખ રૂપિયાની લોન દીઠ 24 રૂપિયા ઘટાડવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news