SBI માં એકાઉન્ટ હોય તો કાલેને કાલે આ કામ પતાવજો નહી તો બંધ થઇ જશે...
જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) માં ખાતાધારક છો તો સાવધાન થઇ જજો. 1 માર્ચથી એસબીઆઇમાં મોટું પરિવર્તન થવા જઇ રહ્યું છે. તેનાં અનુસાર તમારા બૈંકિંગનાં કામોમાં અનેક મોટા પરિવર્તનો થવાનાં છે. આ વાતને ધ્યાને રાખીને તમે પગલા નહી ઉઠાવો તો તમારા માટે મોટી પરેશાની થઇ શકે છે. 1 માર્ચથી માત્ર નાણાકીય વર્ષ નહી પરંતુ અનેક નિયમો પણ બદલાવા જઇ રહ્યા છે ત્યારે આ કામ તમારે કરવું જરૂરી બન્યું છે.
Trending Photos
નવી દિલ્હી : જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) માં ખાતાધારક છો તો સાવધાન થઇ જજો. 1 માર્ચથી એસબીઆઇમાં મોટું પરિવર્તન થવા જઇ રહ્યું છે. તેનાં અનુસાર તમારા બૈંકિંગનાં કામોમાં અનેક મોટા પરિવર્તનો થવાનાં છે. આ વાતને ધ્યાને રાખીને તમે પગલા નહી ઉઠાવો તો તમારા માટે મોટી પરેશાની થઇ શકે છે. 1 માર્ચથી માત્ર નાણાકીય વર્ષ નહી પરંતુ અનેક નિયમો પણ બદલાવા જઇ રહ્યા છે ત્યારે આ કામ તમારે કરવું જરૂરી બન્યું છે.
1 માર્ચથી બંધ થઇ શકે છે તમારા ખાતાઓ
SBI અધિકારીઓનાં અનુસાર દેશમાં તમામ એસબીઆઇ ખાતાધારકોને 28 ફેબ્રુઆરી સુધીમાં KYC અપડેટ કરવા માટે સુચના અપાઇ છે. તેના માટે ગ્રાહકોને મોબાઇલમાં SMS દ્વારા સંદેશ મોકલવામાં આવી ચુક્યા છે. જો કે પરંતુ તમે તેને ચુકી ગયા હો તો સીધા જ તમારી પોતાની શાખાનો સંપર્ક કરી શકો છો. ત્યાં જઇને તમે કેવાયસી અંગેની પ્રક્રિયા કરી શકો છો તેના માટે તમારે માત્ર તમારૂ કોઇ પણ એક ઓળખપત્ર જમા કરાવવાનું રહેશે. બેંકમાં KYC માટે ડ્રાઇવિંગ લાયસન્સ, વોટર આઇડી, રેશનકાર્ડ, વિજળીબિલ સહિત કુલ 12 દસ્તાવેજો જમા કરવામાં આવી શકે છે.
SBI માત્ર સ્થાનિક ડેબિટ કાર્ડ જ ઇશ્યું કરશે
માર્ચ મહિનાથી જ SBI ખાતાધારકોનાં ડેબિટ કાર્ડ (Debit Card) ક્ષેત્રમાં પણ મોટુ પરિવર્તન કરવા જઇ રહ્યું છે. કાર્ડથી પૈસા ઉપાડવાનાં નિયમોમાં કરેલા પરિવર્તન બાદ હવે એસબીઆઇ કોઇ પણ ખાતાધારક માટે સ્થાનિક ડેબિટ કાર્ડ જ ઇશ્યું કરશે. અગાઉ બેંક મોટેભાગે ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય કાર્ડ ઇશ્યું કરી દેતી હતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકોને કહ્યું છે કે એટીએમ અને ડેબિટ કાર્ડનાં અનેક ગોટાળા મુદ્દે દેશની બહાર સામે આવ્યા છે. આ કારણથે નિયમોમાં પરિવર્તન કરવામાં આવ્યા છે. જો કે કોઇ ગ્રાહક ઇન્ટરનેશનલ સેવા ઇચ્છે છે તો તે સીધો જ બેંકનો સંપર્ક કરવો પડશે. જુના કાર્ડના ગ્રાહકો તે નિશ્ચિત કરી શકે છે કે તેમણે સેવા ચાલુ રાખવી છે કે બંધ કરી દેવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે