થઇ જાવ તૈયાર, 1 જુલાઇથી થવા જઇ રહ્યા છે આ મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

July 1, 2023: ઇનકમ ટેક્સ રિટર્ન, ક્રેડિટ કાર્ડ અને એલપીજી સહિત અનેક પ્રકારના નિયમો 1લી તારીખથી બદલાવા જઈ રહ્યા છે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા અને જીવન પર પડશે. ચાલો જાણીએ કે જુલાઈમાં કયા-કયા ફેરફારો થવાના છે, જેના કારણે દરેક વ્યક્તિ પ્રભાવિત થશે.

થઇ જાવ તૈયાર, 1 જુલાઇથી થવા જઇ રહ્યા છે આ મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

Rules Change From July 1, 2023: થોડાક દિવસોમાં જૂન મહિનો પૂરો થવાનો છે અને 3 દિવસ પછી દેશભરમાં ઘણા મોટા ફેરફારો થવાના છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આવકવેરા રિટર્ન, ક્રેડિટ કાર્ડ અને એલપીજી સહિત ઘણા નિયમોમાં ફેરફાર થશે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા અને જીવન પર પડશે. ચાલો જાણીએ કે જુલાઈમાં કયા-કયા ફેરફારો થવાના છે, જેના કારણે દરેક વ્યક્તિ પ્રભાવિત થશે.

જુલાઈમાં 15 દિવસ બંધ રહેશે બેંકો
જુલાઈ મહિનામાં બેંકમાં 15 દિવસની રજા હોય છે. આ મહિને ઘણા તહેવારો છે, જેના કારણે બેંકો બંધ રહેશે. જો તમારે પણ બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ છે, તો તે પહેલા રજાઓનું લિસ્ટ ચોક્કસ ચકાસી લેજો.

જૂતા-ચપ્પલને લઈને લેવામાં આવ્યો આ નિર્ણય
1લી તારીખથી દેશભરમાં નબળી ગુણવત્તાવાળા જૂતા અને ચપ્પલના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. સરકારે જણાવ્યું છે કે 1લી તારીખથી તેણે ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર (QCO)ને દેશભરમાં લાગુ કરવાનો આદેશ આપ્યો છે, ત્યારબાદ દેશની તમામ ફૂટવેર કંપનીઓએ QCOનું પાલન કરવું પડશે. જો કે આ ગુણવત્તાના ધોરણો માત્ર મોટા અને મધ્યમ પાયાના ઉત્પાદકો અને આયાતકારો માટે જ લાગુ પડશે, પરંતુ 1 જાન્યુઆરી, 2024થી નાના પાયાના ફૂટવેર ઉત્પાદકો માટે પણ તેનું પાલન કરવું ફરજિયાત બનશે.

31મી સુધીમાં ITR ફાઈલ કરો
આ સિવાય ઈન્કમ ટેક્સ ભરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ છે, તેથી તમારે આ તારીખ પહેલા તમારું ITR ફાઈલ કરવું પડશે. જો 31 જુલાઈની અંદર ITR ફાઈલ કરવામાં ન આવે તો આવી સ્થિતિમાં તમારે દંડ ભરવો પડી શકે છે.

ક્રેડિટ કાર્ડને લઇને લાગૂ થશે આ નિયમ
વિદેશમાં ક્રેડિટ કાર્ડના ખર્ચ પર 1 જુલાઈ, 2023 થી TCS ફી વસૂલવાની જોગવાઈ હોઈ શકે છે. આ હેઠળ, જો તમારો ખર્ચ 7 લાખ કે તેથી વધુ છે, તો તમારે 20 ટકા TCS ચૂકવવો પડશે. શિક્ષણ અને દવા સંબંધિત ખર્ચ પર આ દર ઘટાડીને 5 ટકા કરવામાં આવશે. વિદેશમાં શિક્ષણ માટે લોન લીધેલ કરદાતાઓએ 7 લાખથી વધુની રકમ પર 0.5 ટકા TCS ફી ચૂકવવી પડશે.

ગેસ સિલિન્ડરની કિંમતમાં થશે ફેરફાર
આ સિવાય દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. સરકારી તેલ કંપનીઓ 1લીએ ગેસ સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. એપ્રિલ, મે અને જૂનની પહેલી તારીખે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી ઘરેલુ સિલિન્ડરના દરમાં કોઈ ફેરફાર થયો નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news