સાવધાન! 10000 રૂપિયાનો ફાટશે મેમો અને થશે 1 વર્ષની જેલ, જો ગાડીમાં કર્યું આ કામ

આ ઉપરાંત મોટર વાહન અધિનિયમની કલમ 185 અનુસાર જો તમે કારમાં દારૂ પીતા પકડાઇ જાવ છો તો આમ કરવા પર તમને પહેલીવાર 10000 અથવા 6 મહિનાની જેલ થઇ શકે છે અને પછી ફરીથી આવી ભૂલ કરતી વખતે પકડાઇ જતાં 2 વર્ષની જેલ અને 15000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે. 

સાવધાન! 10000 રૂપિયાનો ફાટશે મેમો અને થશે 1 વર્ષની જેલ, જો ગાડીમાં કર્યું આ કામ

નવી દિલ્હી: ટ્રાફીકના નિયમોનું પાલન નહી કરનારા માટે મોટા સમાચાર છે. વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારા ખૂબ ભારે પડી શકે છે. તમને 1 વર્ષની જેલ થઇ શકે છે અને આ સાથે 10 હજાર રૂપિયાનો દંડ પણ ભરવો પડી શકે છે. આ સંબંધમાં રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયએ ચેતાવણી જાહેર કરતાં આમ ન કરવાની સલાહ આપી છે. 

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયએ જાણકારી આપતાં કહ્યું કે સાર્વજનિક સ્થળ પર રેસિંગ અને ફાસ્ટ વાહન ચલાવતાં પકડાતા પહેલી વખત 5000 રૂપિયાનો દંડ અને 3 મહિનાની જેલ થઇ શકે છે અને આગળ પણ ફરી આ નિયમનું ઉલ્લંઘન કરતાં પકડાતા 10,000 રૂપિયા અને 1 વર્ષની જેલ થઇ શકે છે. પરિવહન મંત્રાલયે જાણકારી આપતાં કહ્યું કે સ્પીડ રોમાંચિત કરે છે પરંતુ મારી પણ નાખે છે. 

આ ઉપરાંત મોટર વાહન અધિનિયમની કલમ 185 અનુસાર જો તમે કારમાં દારૂ પીતા પકડાઇ જાવ છો તો આમ કરવા પર તમને પહેલીવાર 10000 અથવા 6 મહિનાની જેલ થઇ શકે છે અને પછી ફરીથી આવી ભૂલ કરતી વખતે પકડાઇ જતાં 2 વર્ષની જેલ અને 15000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે. 

ડ્રાઇવિંગ સંબંધિત દસ્તાવેજોની સોફ્ટ કોપી
નવા ટ્રાફિક રૂલ્સના અંતગર્ત વાહન ચાલકને પોતાના દસ્તાવેજોને મોબાઇલ પર સ્ટોર કરવા પડશે. તેનાથી તેમને કોઇપણ દસ્તાવેજ ભૌતિક રીતે પોતાની સાથે રાખવા નહી પડે. જો ટ્રાફિક પોલીસ ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા પછી અન્ય દસ્તાવેજ માંગે છે તો વાહન ચાલક સોફ્ટ કોપી બતાવી શકે છે. 

સડક સુરક્ષા નિયમ 2020
નવા કાયદા હેઠળ ડ્રાઇવિંગ લાઇસન્સ નિયમોનું ઉલ્લંઘન કરવાનાર લોકો પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. રોડ પર ફાસ્ટ ગાડી ચલાવતાં 1,000 થી 2,000 રૂપિયાનો દંડ લાગશે. 

રોડ સેફ્ટી રૂલ્સ હેઠળ જો કોઇ માઇનોર ગાડી ચલાવતાં પકડાય તો તેને 25 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે અને તેની ગાડીનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે અને માઇનોરનું ડ્રાઇવિંગ સાઇસન્સ 25 વર્ષની ઉંમર સુધી બની શકશે નહી. 

New Traffic Rules અંતર્ગત હવે જે લોકો ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલ પર વાત કરનારા, ટ્રાફિક જમ્પ કરનારાને, ખોટી દિશામાં ડ્રાઇવિંગ કરનારા, ખતરનાક ડ્રાવિંગ કરનારાને અને ટ્રાફિક જામ કરનારાને ભારે દંડ ભરવો પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news