RBI ને મળશે 'શહેનશાહ'નો સાથ, બેન્કના ગ્રાહકોને ડિજિટલ છેતરપિંડી બચાવશે 'બિગ બી'

ડિજિટલ ફ્રોડ અને બેન્કના ગ્રાહકો સાથે થનાર છેતરપિંડીથી હવે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) બચાવશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (Reservce Bank of India)ને હવે બોલીવુડના શહેનશાહનો સાથ મળ્યો છે.

RBI ને મળશે 'શહેનશાહ'નો સાથ, બેન્કના ગ્રાહકોને ડિજિટલ છેતરપિંડી બચાવશે 'બિગ બી'

નવી દિલ્હી: ડિજિટલ ફ્રોડ અને બેન્કના ગ્રાહકો સાથે થનાર છેતરપિંડીથી હવે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) બચાવશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (Reservce Bank of India)ને હવે બોલીવુડના શહેનશાહનો સાથ મળ્યો છે. બોલીવુડના મેગાસ્ટાર બીગ બી હવે બેન્કના ગ્રાહકોને સાઇબર ફ્રોડથી બચાવવા માટે જાગૃત કરતાં જોવા મળશે. ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)એ પોતાના ગ્રાહક જાગૃતતા અભિયાન માટે 'બિગ બી' સાથે કરાર કર્યો છે. 

પબ્લિક અવેરનેસ ઇનિશિએટિવ દ્વારા ભારતના સેન્ટ્રલ બેન્ક આરબીઆઇ બેન્ક ગ્રાહકોને સુરક્ષિત લેણદેણની રીતની અવગત કરે છે. ગ્રાહકોને જણાવવામાં આવે છે કે લેણદેણૅ વખતે તેમણે શું કરવું જોઇએ અને કઇ વસ્તુઓથી બચવું જોઇએ. તેના માટે પહેલા પણ ઘણા ક્રિકેટર્સ સાથે કાર્યક્રમ ચાલ્યો છે. પરંતુ હવે રિઝર્વ બેન્કએ અમિતાભ બચ્ચનને આ કેમ્પેન સાથે જોડ્યા છે. 

અમિતાભ બચ્ચનનો પહેલો સંદેશ
આરબીઆઇના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ ઉપરાંત સેન્ટ્રલ બેન્કનું ટ્વિટર એકાઉન્ટ 'RBI Says' છે. આ ટ્વિટર હેન્ડલ દ્વારા આરબીઆઇએ એક સંદેશ ગ્રાહકોને આપ્યો છે. તેમાં બિગ બી જોવા મળે છે. તેમાં અમિતાભ કહે કહેતા જોવા મળે છે- જાગૃતતાની લાગત ઓછી હોય છે, પરંતુ બેખબરીની કિંમત હોય શકે છે તમારી કમાણી. એટલે કે જો જાણકારીનો અભાવ રહેશે તો તમે ચાલબાજોની જાળમાં ફસાઇ શકો છો. 

— RBI Says (@RBIsays) September 28, 2020

RBI  એક વર્ષથી ચલાવી રહ્યું છે અભિયાન
બેંકિંગ રેગુલેટર RBI એક વર્ષથી પૈસાને સુરક્ષિત રાખવા અને બેન્ક ગ્રાહકોને જાગૃત કરવા માટે આ અભિયાન ચલાવી રહ્યું છે. RBI નો હેતુ છે કે વધુમાં વધુ લોકો સુધી આ વાત પહોંચાડવામાં આવે કે તેમને પોતાના પૈસા સુરક્ષિત રાખવાના છે. RBI આ સંદેશોને વારંવાર પુનરાવર્તિત કરે છે, જે લોકો પોતાના અધિકારી અને જવાબદારીઓને ભૂલ્યા નથી. 

— RBI Says (@RBIsays) September 27, 2020

અમિતાભ પહેલાં પણ કરતા રહ્યા છે કેમ્પેન
રિઝર્વ બેન્કએ આ વર્ષે એપ્રિલમાં આ નામથી એક ફેસબુક પેજ પણ શરૂ કર્યું હતું. અમિતાભ બચ્ચને લોકડાઉન દરમિયાન ડિજિટલ બેન્કીંગનો પ્રચાર કર્યો હતો. તેમાં તે લોકોને એમ કહેતા જોવા મળ્યા હતા કે તે ડિજિટલ પેમેન્ટ અપનાવે અને સુરક્ષિત રહે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news