આ કિંમતમાં મળશે 7 સીટર Renault Triber, 28 ઓગસ્ટે થશે લોન્ચ

ફ્રેન્ચ ઓટો મેકર રેનોલ્ટ (Renault) ટૂંક સમયમાં Triber કાર લોન્ચ કરવા જઇ રહી છે. જોકે, તેની બુકિંગ શરૂ થઇ ગઇ છે. 11000 રૂપિયા આપી આ કારનું બુકિંગ કરાવી શકાય છે. આ કાર 28 ઓગસ્ટના લોન્ચ કરવામાં આવશે

આ કિંમતમાં મળશે 7 સીટર Renault Triber, 28 ઓગસ્ટે થશે લોન્ચ

નવી દિલ્હી: ફ્રેન્ચ ઓટો મેકર રેનોલ્ટ (Renault) ટૂંક સમયમાં Triber કાર લોન્ચ કરવા જઇ રહી છે. જોકે, તેની બુકિંગ શરૂ થઇ ગઇ છે. 11000 રૂપિયા આપી આ કારનું બુકિંગ કરાવી શકાય છે. આ કાર 28 ઓગસ્ટના લોન્ચ કરવામાં આવશે. મળતી જાણકારી અનુસાર, આ કાર માત્ર પેટ્રોલ એન્જિનમાં આવશે. જો કે, મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન બંને વેરિએન્ટમાં મળશે. આ એક 7 સીટર કાર છે.

આ કારમાં 1.0 લીટર પેટ્રોલ એન્જિન લાગ્યું છે જે મેક્સિમમ 72PS પાવર અને 96Nm ટોર્ક ઉત્પન કરે છે. અન્ય ફીચરની વાત કરીએ તો 8 ઈંચની ટચ સ્ક્રીન આપવામાં આવી છે. આ ઇન્ફર્મેશન સિસ્ટમ એપ્પલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટોને સપોર્ટ કરે છે. મોડ્યૂલર સીટિંગની પણ સુવિધા આપવામાં આવી છે. જાણકારોના અનુસાર, આ કારની કિંમત 5થી 7 લાખની વચ્ચે હોઇ શકે છે. તેમના સેગમેન્ટમાં આ કારનો મુકાબલો મારુતી સુઝુકી સ્વિફ્ટ (Maruti Suzuki Swift) અને ફોર્ટ ફીગો (Ford Figo)થી થશે.

જુઓ Live TV;- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news