'Recycle4Life' : રિલાયન્સના અભિયાનમાં એક્ઠી કરાઈ કચરામાં ફેંકી દેવાયેલી 78 ટન પ્લાસ્ટિક બોટલ્સ
'Recycle4Life' અભિયાન ઓક્ટોબર મહિનામાં શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં કર્મચારીઓને તેમની આસપાસ જ્યાં કંઈ પણ ફેંકી દેવાયેલી પ્લાસ્ટિકની બોટલ દેખાય તો તેને લઈને ઓફિસમાં રિસાઈકલિંગ લાવવા માટે જણાવાયું હતું. સ્વચ્છ અને હરિયાળી ધરતી બનાવવા માટે રિલાયન્સ અને તેની સહયોગી કંપનીએ સમગ્ર દેશમાં સંદેશો ફેલાવ્યો હતો.
Trending Photos
મુંબઈઃ વડાપ્રધાનના 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને તેની સહયોગી કંપનીઓમાં 'Recycle4Life' નામનું એક અભિયાન ચલાવાયું હતું. આ અભિયાનમાં કચરામાં ફેંકી દેવાયેલી 78 ટન પ્લાસ્ટિકની બોટલ્સ એક્ઠી કરવામાં આવી હતી. કચરામાં ફેંકી દેવાયેલી પ્લાસ્ટિકની બોટલોને એક્ઠી કરવાનું આ મહાઅભિયાન રિલાયન્સના દેશભરમાં આવેલા 3 લાખ કર્મચારી, તેમનાં પરિવારના સભ્યો અને રિલાયન્સની સાથી કંપની જિયો, રિલાયન્સ રિટેલ્સ દ્વારા સમગ્ર દેશમાં ચલાવાયું હતું.
'Recycle4Life' અભિયાન ઓક્ટોબર મહિનામાં શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં કર્મચારીઓને તેમની આસપાસ જ્યાં કંઈ પણ ફેંકી દેવાયેલી પ્લાસ્ટિકની બોટલ દેખાય તો તેને લઈને ઓફિસમાં રિસાઈકલિંગ લાવવા માટે જણાવાયું હતું. સ્વચ્છ અને હરિયાળી ધરતી બનાવવા માટે રિલાયન્સ અને તેની સહયોગી કંપનીએ સમગ્ર દેશમાં સંદેશો ફેલાવ્યો હતો.
આ અંગે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ જણાવ્યું કે, "રિલાયન્સ ફાઉન્ડેશનમાં અમારું માનવું છે કે, આપણા પર્યાવરણની જાળવણી કરવી સૌથી મહત્વની બાબત છે. 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત રિલાયન્સ કંપની દ્વારા 'Recycle4Life' અભિયાન શરૂ કરાયું હતું. જેનો હેતુ લોકોમાં રિસાઈકલિંગનું મહત્વ જણાવાનો અને જાગૃતિ લાવવાનો હતો. રિલાયન્સના કર્મચારી અને તેના પરિવારનાં હજારો સભ્યોએ સ્વયંસેવક બનીને આ અભિયાનમાં સહયોગ આપ્યો અને સાથે જ ભવિષ્યની પેઢી માટે સ્વચ્છ અને હરિયાળી ધરતીનો પાયો નાખ્યો હતો."
બે દાયકાથી રિસાઈકલિંગ કરતી દુનિયાની એકમાત્ર કંપની
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીમાં પ્લાસ્ટિકની બોટલનું રિસાઈકલિંગ કરવાના યુનિટ બનાવાયા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દુનિયાની એકમાત્ર કંપની છે જે છેલ્લા બે દાયકાથી ઉપયોગમાં લેવાયેલી પ્લાસ્ટિકની બોટલોનું રિસાઈકલિંગ કરે છે. કંપનીમાં રિસાઈકલિંગની એક સંપૂર્ણ પ્રોસેસ છે. જેમાં પ્લાસ્ટિકની બોટલોનું નિર્માણ કરાય છે, ઉપયોગમાં લેવાયેલી PET બોટલ્સનું રિસાઈકલિંગ કરાય છે, રિસાઈકલિંગ દ્વારા પ્લાસ્ટિકના દાણા બનાવાયા છે અને તેમાંથી ઈકો ફ્રેન્ડલી પોલિસ્ટર દોરાંનું નિર્માણ કરવામાં આવે છે. આ દોરામાંથી વિશેષ કાપડનું નિર્માણ કરાય છે.
રિલાયન્સ ફાઉન્ડેશન
રિલાયન્સ ફાઉન્ડેશન એ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની એક પરોપકારી સંસ્થા છે, જે વિવિધ પરોપકારી કાર્યો દ્વારા દેશના વિકાસમાં યોગદાન આપે છે. નિતા અંબાણી દ્વારા સ્થાપવામાં આવેલી આ સંસ્થા અનેક સામાજિક અભિયાન ચલાવે છે, જેમાં ગ્રામીણ પરિવર્તન, આરોગ્ય, શિક્ષણ, સ્પોર્ટ્સ ફોર ડેવલપમેન્ટ, આપત્તિમાં સહયોગ, શહેરી નવીનિકરણ, કળા, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાને સાચવવા જેવા અનેક મહત્વનાં કાર્યો ચલાવામાં આવે છે. રિલાયન્સ ફાઉન્ડેશને દેશનાં 20000 જેટલા ગામડાં અને કેટલાક શહેરી વિસ્તારો મળીને 34 લાખ લોકોની જિંદગીમાં પરિવર્તન માટે પ્રયાસ કર્યા છે.
જુઓ LIVE TV...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે