Rakesh Jhunjhunwala: ટ્રેડિંગ અને ઈન્વેસ્ટમેન્ટમાં રાખો આ વાતોનું ધ્યાન, રાકેશ ઝુનઝુનવાલા પાસેથી જાણો સાચી રીત

ભારતીય શેર બજારના બિગ બુલ Rakesh Jhunjhunwala નું એક વર્ષ પહેલા 14 ઓગસ્ટ 2022ના નિધન થઈ ગયું હતું. એક દાયકા પહેલા તેમણે કહ્યું હતું કે જીદ કરવી ઈન્વેસ્ટમેન્ટ માટે સારૂ છે, પરંતુ ટ્રેડિંગ માટે આ જીદ ઝેર હોય છે. 

Rakesh Jhunjhunwala: ટ્રેડિંગ અને ઈન્વેસ્ટમેન્ટમાં રાખો આ વાતોનું ધ્યાન, રાકેશ ઝુનઝુનવાલા પાસેથી જાણો સાચી રીત

Rakesh Jhunjhunwala: દિગ્ગજ ઈન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાનું પાછલા વર્ષે નિધન થઈ ગયું હતું. બિગ બુલના નામથી જાણીતા ઝુનઝુનવાલાએ શેર માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ દ્વારા પોતાની ઓળખ બનાવી હતી. ઝુનઝુનવાલાની પાસે ટ્રેડિંગ અને ઈન્વેસ્ટમેન્ટના બે ખુબ અલગ રીત હતી. એક તરફ જ્યાં તે પોતાની સફળતાની ક્રેડિટ ટ્રેડિંગને આપતા હતા. તો બીજીતરફ ઈન્વેસમેન્ટને તે પોતાની સંપત્તિના મલ્ટીપ્લાયર માનતા હતા. 2013માં ફ્લેમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાતચીતમાં તેમણે કહ્યું હતું- આપણે જે ઈન્વેસ્ટ કરીએ તેમાં ટ્રેડ નથી કરતા, અને આપણે જે ટ્રેડ કરીએ તેમાં રોકાણ નથી કરતા. 

ઈન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગમાં શું કરો, શું નહીં?
ભારતીય શેર બજારના બિગ બુલ કહેવાતા ઝુનઝુનવાલાનું એક વર્ષ પહેલા 14 ઓગસ્ટ 2022ના કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થઈ ગયું હતું. એક દાયકા પહેલા તેમણે વિજ્યાર્થીઓને કહ્યું હતું કે જીદ કરવી ઈન્વેસ્ટમેન્ટ માટે જરૂરી છે, પરંતુ ટ્રેડિંગ માટે આ જીદ ઝેર છે. રોકાણમાં Dogmatism ને સમજાવતા કહ્યું- સૌથી મોટો નફો (કોઈ સ્ટોકમાં રોકાણ કરી) ત્યારે કમાઈ શકાય છે, જ્યારે (સ્ટોકમાં) કોઈ મોટુ ઈન્સ્ટીટ્યુશનલ શેરહોલ્ડિંગ ન હોય અને મોટા ભાગના લોકો તમારા સ્ટોક વિશે જણાવશે અને જણાવશે કે તેને કેમ ન ખરીદવો જોઈએ. 

ઝુનઝુનવાલાએ કહ્યું કે આ રીતે ટ્રેડિંગમાં ઈન્વેસ્ટરને બરબાદ કરી શકે છે. તેમણે કહ્યું કે, ટ્રેડિંગમાં આ રીત અજમાવતા એક નિઝામનો ખજાનો પણ ખાલી થઈ જશે. ટ્રેડિંગ કરતા સમયે અપનાવાતી રીત પણ તેમણે કહ્યું કે એક વ્યક્તિને કિંમતોની દિશાનો બ્રોડ આઈડિયા હોવો જોઈએ અને યાદ રાખવું જોઈએ કે ટ્રેન્ડ તમારો ફ્રેન્ડ છે. પરંતુ ઈન્વેસ્ટમેન્ટ કરવા સમયે વ્યક્તિએ સંયમિત રહેવું પડશે અને એક ગેમ પ્લાન બનાવવો જોઈએ. 

ટ્રેડિંગમાં રાખો આ સાવધાની
ઝુનઝુનવાલાએ કહ્યુ કે ટ્રેડિંગમાં જીતને માત્ર ભાગ્ય પર છોડવાની જગ્યાએ પોતાના ફાયદા કે નુકસાનને જોઈને રમવું સૌથી સારૂ છે. તેમણે કહ્યું- નુકસાન ઉઠાવવુ જોઈએ, પ્રથમ નુકસાન સૌથી સારૂ નુકસાન હોય છે. એટલે પ્રથમ નુકસાન થાય અને એક્ઝિટ કરી લેવું જોઈએ. નુકસાનની સાથે તે વાતની રાહ ન જુઓ કે ટ્રેડ તમારા પક્ષમાં આવી જશે. પરંતુ જ્યારે ઈન્વેસ્ટમેન્ટમાં અનિશ્ચિતતાનો સામનો કરવો પડે તો તેમણે કહ્યું કે આ સ્થિતિમાં સંપૂર્ણ વિશ્વાસ અને ધૈર્ય રાખો. તેમણે કહ્યું- ધૈર્યની પરીક્ષા થઈ શકે છે પરંતુ વિશ્વાસ રાખવાનો ફાયદો જરૂર મળશે. તેમણે કહ્યું- એક ટ્રેડરનું ધ્યાન હંમેશા કિંમતોના ઉતાર-ચઢાવ પર જોવું જોઈએ. તેમણે કહ્યું- જેમ-જેમ કિંમત વધે ખરીદી કરો. જેમ કિંમત ઘટે, વેચી દો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news