આ સ્કીમ હેઠળ મજૂરોને મળશે મહિને 3000 રૂપિયાનું પેન્શન, જાણો કઈ રીતે કરાવશો રજીસ્ટ્રેશન
PM Shram Yogi Mandhan Yojana: અસંગઠિત ક્ષેત્રના મજૂરોને વૃદ્ધાવસ્થામાં કોઈ નાણાકીય મુશ્કેલી ન થાય, તે માટે કેન્દ્ર સરકારની આ સ્કીમમાં રોકાણ કરી શકાય છે.
Trending Photos
નવી દિલ્હીઃ મજૂરોના જીવનને સંતુલિત બનાવવા અને નિવૃતિ સમયે પેન્શનની ચિંકા ન કરવાના ઇરાદાથી સરકાર એક સ્કીમ લાવી છે. મજૂરોને વૃદ્ધાવસ્થામાં પૈસાની ચિંતા ન થાય તે માટે કેન્દ્ર સરકારની એક સ્કીમમાં રોકાણ કરી શકાય છે. અમે વાત કરી રહ્યાં છીએ પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાની.
આ સ્કીમ હેઠળ સરકાર અસંગઠિત ક્ષેત્રોના મજૂરોને પેન્શનની સુવિધા આપશે. તેમાં લારી-ફેરી લગાવનારા, રિક્ષા ચાલક, નિર્માણ કાર્ય કરનાર અને આવા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર મજૂર સામેલ રહેશે, જે આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકે છે. જો તમે પણ આ યોજનાનો ફાયદો ઉઠાવવા ઈચ્છો છો તો તમે અહીં રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
દર મહિને જમા કરાવવા પડશે 55 રૂપિયા
આ સ્કીમનો ફાયદો ઉઠાવવા માટે તમારે દર મહિને 55 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જો તમારી ઉંમર 18 વર્ષ છે અને તમે મહિનામાં 55 હજાર રૂપિયા જમી કરી વાર્ષિક 36000 રૂપિયાનું પેન્શન મેળવી શકો છો. જો તમે 40 વર્ષના છો અને આ સ્કીમમાં રોકાણ કરશો તો તમારે મહિને 200 રૂપિયા જમા કરાવવા પડશે. આ સ્કીમમાં કોઈ મજૂરને 60 વર્ષની ઉંમર બાદ પેન્શન મળવાનું શરૂ થઈ જશે.
આ પણ વાંચોઃ 7th Pay Commission: તહેવારોની સીઝનમાં કેન્દ્રીય કર્મચારીઓને ભેટ આપવાની તૈયારી, ફરી થશે DA માં વધારો!
આ ડોક્યૂમેન્ટ્સની પડશે જરૂર
આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે સેવિંગ એકાઉન્ટ હોવું જરૂરી છે. આ સિવાય તમારી પાસે આધાર કાર્ડ હોવું પણ જરૂરી છે. તેમાં રોકાણની ન્યૂનતમ ઉંમર 18 અને વધુ 40 વર્ષ છે. આ સિવાય બેન્કને સહમતિ પત્ર આપવું પડશે.
સ્કીમમાં કઈ રીતે કરાવશો રજીસ્ટ્રેશન?
આ માટે તમારે કોમન સર્વિસ સેન્ટર (CSC) માં જઈને રજીસ્ટ્રેશન કરાવવું પડશે. અહીં તમે ઓનલાઇન રીતે પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો. સરકારે તે માટે એક પોર્ટલ પણ તૈયાર કર્યું છે.
કોણ ઉઠાવી શકે છે સ્કીમનો ફાયદો?
અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા કોઈપણ મજૂર આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકે છે. પરંતુ મજૂરની ઉંમર 40 વર્ષથી ઓછી હોવી જોઈએ. જે મજૂર કોઈ બીજી સરકારી સ્કીમનો ફાયદો લઈ રહ્યો હોય, તે પણ આ સ્કીમનો લાભ લઈ શકે છે. આ સ્કીમમાં અરજી કરનાર મજૂરની માસિક આવક 15000 રૂપિયાથી ઓછી હોવી જોઈએ.
આ ટોલ ફ્રી નંબર પર મળશે જાણકારી
કોઈપણ મજૂર શ્રમ વિભાગના કાર્યાલય, એલઆઈસી, ઈપીએફઓમાં જઈને સ્કીમની જાણકારી લઈ શકે છે. સરકારે તે માટે ટોલ ફ્રી નંબર પણ જારી કર્યો છે. કોઈપણ મજૂર 18002676888 પર કોલ કરી યોજનાની જાણકારી મેળવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે