આર્થિક સર્વે 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમીને પ્રાપ્ત કરવાની રૂપરેખા છે: PM મોદી

બજેટ રજૂ થતાં પહેલાં ગુરૂવારે સંસદમાં આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો. સરકારને ચાલુ નાણાકીય વર્ષ 2019-20માં વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર સાત ટકા રહેવાની આશા છે. કેંદ્વીય નાણામંત્રી નિર્મલા સીતરામણે ગુરૂવારે સંસદમાં 2018-19ની આર્થિક સમીક્ષા રજૂ કરતાં આ અનુમાન વ્યક્ત કર્યું. પીએમ નરેંદ્ર મોદીએ ટ્વિટ કરીને આર્થિક સર્વેને સામાજિક ક્ષેત્ર, ટેક્નોલોજીને અપનાવતાં અને ઉર્જા સુરક્ષા ક્ષેત્રમાં પ્રાપ્ત વિકાસને દર્શાવે છે. પીએમ મોદીએ કહ્યું કે આર્થિક સર્વે 5 ટ્રિલિયન ડોલર (5 લાખ કરોડ) ઇકોનોમીને પ્રાપ્ત કરવાની રૂપરેખા છે. 
આર્થિક સર્વે 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમીને પ્રાપ્ત કરવાની રૂપરેખા છે: PM મોદી

નવી દિલ્હી: બજેટ રજૂ થતાં પહેલાં ગુરૂવારે સંસદમાં આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો. સરકારને ચાલુ નાણાકીય વર્ષ 2019-20માં વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર સાત ટકા રહેવાની આશા છે. કેંદ્વીય નાણામંત્રી નિર્મલા સીતરામણે ગુરૂવારે સંસદમાં 2018-19ની આર્થિક સમીક્ષા રજૂ કરતાં આ અનુમાન વ્યક્ત કર્યું. પીએમ નરેંદ્ર મોદીએ ટ્વિટ કરીને આર્થિક સર્વેને સામાજિક ક્ષેત્ર, ટેક્નોલોજીને અપનાવતાં અને ઉર્જા સુરક્ષા ક્ષેત્રમાં પ્રાપ્ત વિકાસને દર્શાવે છે. પીએમ મોદીએ કહ્યું કે આર્થિક સર્વે 5 ટ્રિલિયન ડોલર (5 લાખ કરોડ) ઇકોનોમીને પ્રાપ્ત કરવાની રૂપરેખા છે. 

આર્થિક સમીક્ષામાં કહેવામાં આવ્યું છે 2019-20માં સરકારને મળ્યો વિશાળ રાજકીય જનાદેશ ઉચ્ચ આર્થિક વૃદ્ધિની સંભાવનાઓ માટે શુભ છે. આંતરરાષ્ટ્રીય મુદ્વા કોષ (આઇએમએફ)ના વર્લ્ડ આર્થિક પરિદ્વશ્ય (ડબલ્યૂઇઓ)ના એપ્રિલ 2019ના રિપોર્ટમાં અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું કે 2019માં ભારતનો જીડીપી 7.3ના દરથી વૃદ્ધિ કરશે. આ અનુમાન વૈશ્વિક ઉત્પાદન તથા વિકસતા બજાર અને વિકાશીલ અર્થવ્યવસ્થાઓ (ઇએમડીઇ)માં ક્રમશ: 0.3 તથા 0.1 ટકા પોઇન્ટનો ઘટાડો રિપોર્ટ છતાં વ્યક્ત કરવામાં આવ્યો છે. 

ભારત 2018-19માં વિશ્વની ઝડપથી વધતી જતી મુખ્ય અર્થવ્યવસ્થાઓમાંથી એક છે. એવું 2017-18ના 7.2 ટકા જીડીપી વૃદ્ધિથી 2018-19માં 6.8 ટકાનું સામાન્ય પરિવર્તન થયું છે. આર્થિક સર્વે અનુસાર ગત પાંચ વર્ષો દરમિયાન (2014-15 બાદ) ભારતની વાસ્તવિક જીડીપી વિકાસ દર ઉચ્ચ રહ્યો છે. આ દરમિયાન વિકાસ દર 7.5 ટકા રહ્યો. 2018-19માં ભારતીય અર્થવ્યવસ્થા 6.8 ટકાનો દરથી વધ્યો. 

It also depicts the gains from advancement in the social sector, adoption of technology and energy security.

— Narendra Modi (@narendramodi) July 4, 2019

સર્વે અનુસાર સત્ર 2018-19 દરમિયાન રવિ પાકો માટે ખેતીના કુલ ક્ષેત્રમાં થોડો ઘટાડો આવ્યો જેને કૃષિ ઉત્પાદનને પ્રભાવિત કર્યો. ખાદ્યપદાર્થોની કિંમતમાં ઘટાડાએ ખેડૂતોને ઉત્પાદન ઓછું કરવા માટે પ્રેરિત કર્યો. 2018-19 દરમિયાન જીડીપીના નિમ્ન વિકાસ દરના કારણે સરકાર દ્વારા ખપતમાં ઘટાડો, સ્ટોકમાં ફેરફાર વગેરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news