Petrol-Diesel Price Hike: પેટ્રોલ 50 તો ડીઝલ થયું 75 રૂપિયા મોંઘું, ઇન્ડીયન ઓઇલે કહ્યું- યૂક્રેન વોરની અસર

ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશનની સહયોગી કંપનીએ પેટ્રોલ અને ડીઝલના છૂટક વેચાણમાં બંપર વધારો કર્યો છે. પડોશી દેશ શ્રીલંકાની આર્થિક સ્થિતિ સતત કથળી રહી છે. આ ક્રમમાં હવે અહીં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર બમ્પર વધારો થયો છે. અ

Petrol-Diesel Price Hike: પેટ્રોલ 50 તો ડીઝલ થયું 75 રૂપિયા મોંઘું, ઇન્ડીયન ઓઇલે કહ્યું- યૂક્રેન વોરની અસર

નવી દિલ્હી: વધતી જતી મોંઘવારી વચ્ચે જનતાને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશનની સહયોગી કંપનીએ પેટ્રોલ અને ડીઝલના છૂટક વેચાણમાં બંપર વધારો કર્યો છે. પડોશી દેશ શ્રીલંકાની આર્થિક સ્થિતિ સતત કથળી રહી છે. આ ક્રમમાં હવે અહીં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર બમ્પર વધારો થયો છે. અહીં પેટ્રોલના ભાવ 254 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 214 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે. તમને જણાવી દઇએ કે એક મહિનામાં આ ત્રીજીવાર વધારો છે. 

હજુ વધુ વધશે કિંમત
રશિયા-યૂક્રેન જંગના લીધે પશ્વિમી દેશ રશિયા પર પ્રતિબંધ લગાવી રહ્યા છે તેના લીધે ઓઇલ અને ગેસના ભાવ વધી રહ્યા છે. ક્રૂડ ઓઇલના ભાવ સતત નવા રેકોર્ડ તરફ આગળ વધી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઇલની કિંમત 139 પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. એટલું જ નહી, અમેરિકી ડોલરના મુકાબલે શ્રીલંકા રૂપિયામાં 57 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. ઓઇલ કંપનીએ કહ્યું કે કિંમત વધારવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. ત્યારબાદ પણ આગળ નુકસાનની આશંકા છે. 

શ્રીલંકામાં આર્થિક સંકટ વધી રહ્યું છે. તમને જણાવી દઈએ કે શ્રીલંકા તેના ઈતિહાસના સૌથી ગંભીર આર્થિક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. શ્રીલંકાનું વિદેશી મુદ્રા માત્ર 2.31 અરબ ડોલર છે અને તેથી તેને જરૂરી ચીજવસ્તુઓ માટે ચૂકવણી કરવામાં પણ સમસ્યા આવી રહી છે. ક્રૂડ ઓઈલની વધતી કિંમતોને કારણે શ્રીલંકન સરકારની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં રશિયા-યુક્રેન યુદ્ધની અસર અહીં સ્પષ્ટ દેખાઈ રહી છે.

ભારતમાં વધશે કિંમત
પડોશી દેશમાં પેટ્રોલ-ડીઝલની વધતી જતી કિંમત સાથે ભારતમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના અણસાર છે. જોકે અહીં ઓઇલ કંપનીઓએ 3 નવેમ્બરથી પેટ્રોલના ભાવમાં કોઇ ફેરફાર કર્યો નથી. પરંતુ ત્યારથી અત્યાર સુધી ક્રૂડ ઓઇલમાં 33 ડોલર પ્રતિ બેરલથી વધુનો વધારો થઇ શકે છે. અને પાંચ રાજ્યોની ચૂંટણી હમણાં પુરી થઇ છે. એવામાં આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 20-25 રૂપિયાનો વધારો થઇ શકે છે એટલે આ પણ એટલા મોંઘા થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news