ફેસ્ટિવલ સીઝનમાં રાહત: પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર, સૌથી સસ્તું ડીઝલ મળે છે અહીં ₹79.74 લિટર

Petrol and diesel prices today: હાલ દેશમાં તહેવારોની સિઝન ચાલી રહી છે ત્યારે પેટ્રોલ-ડીઝલ (Petrol Diesel Price) ના ભાવમાં કોઇ ફેરફાર જોવા મળ્યો નથી.

ફેસ્ટિવલ સીઝનમાં રાહત: પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર, સૌથી સસ્તું ડીઝલ મળે છે અહીં ₹79.74 લિટર

Petrol Diesel Price 15th Oct: સરકારી ઓઇલ કંપનીઓએ આજે શનિવારે સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરી દીધા છે. તહેવારની સીઝનમાં પણ પેટ્રોલ ડીઝલ પર રાહત યથાવત છે. આજે પેટ્રોલ-ડીઝલ (Petrol Diesel Price) ના ભાવમાં કોઇ ફેરફાર જોવા મળ્યો નથી. દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલ માટે 96.72 રૂપિયા ખર્ચ કરવા પડશે. 

અહીં મળી રહ્યું છે સૌથી સસ્તું ઇંધણ
હવે દેશમાં સૌથી મોંઘું ઇંધણ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં છે. આ પહેલાં મહારાષ્ટ્રના પરભણીમાં સૌથી મોંઘું પેટ્રોલ મળતું હતું. શ્રીગંગાનગરની તુલનામાં પોર્ટબ્લેયરમાં પેટ્રોલ 29.39 રૂપિયા સસ્તું છે, તો બીજી તરફ ડીઝલ પણ 18.50 રૂપિયા સસ્તું છે. તમને જણાવી દઇએ કે પોર્ટ બ્લેયરમાં 84.10 રૂપિયા છે અને ડીઝલ ₹79.74 લીટર છે. 

અહીં એસએમએસ કરી જાણી લો ભાવ
પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel) ના ભાવ દરરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગે અપડેટ થઇ જાય છે. પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ તમે એસએમએસ દ્રારા પણ જાણી શકો છો. (How to check diesel petrol price daily). ઇન્ડીયન ઓઇલ (Indian Oil) ના કસ્ટમર RSP સ્પેસ પેટ્રોલ પંપનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ (BPCL) ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલી જાણકારી પ્રાપ્ત કરી શકો છો. તો બીજી તરફ એચપીસીએલ (HPCL) ના ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર ભાવ જાણી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news