આખરે સોનાને છોડીને ચાંદી કેમ ખરીદી રહ્યાં છે લોકો? 7 વર્ષની રેકોર્ડ સપાટીએ પહોંચ્યો ભાવ

આર્થિક મંદીની આશંકા વચ્ચે સોનાના ભાવ  (Gold Price) તો આસમાને પહોંચી ગયા છે. પરંતુ આ વચ્ચે પ્રથમવાર ચાંદીના ભાવ (Silver Price)માં પણ ઉછાળો જોવા મળ્યો છે. 
 

આખરે સોનાને છોડીને ચાંદી કેમ ખરીદી રહ્યાં છે લોકો? 7 વર્ષની રેકોર્ડ સપાટીએ પહોંચ્યો ભાવ

મુંબઈઃ આર્થિક મંદીની આશંકા વચ્ચે સોનાના ભાવ  (Gold Price) તો આસમાને પહોંચી ગયા છે. પરંતુ આ વચ્ચે પ્રથમવાર ચાંદીના ભાવ (Silver Price)માં પણ ઉછાળો જોવા મળ્યો છે. કોરોનાના સંકટ વચ્ચે ઔદ્યોગિક ગતિવિધિઓ ફરી શરૂ થવાથી ચાંદીની ચમક પણ વધી છે. ઘરેલૂ સોની બજારમાં ચાંદીનો ભાવ ગુરૂવારે ફરી સાત વર્ષની નવી સપાટીએ પહોંચી ગયો છે. ઔદ્યોગિક માગ વધવાની આશાએ સોનાના મુકાબલે ચાંદીની ચમક વધી ગઈ છે. 

સોનાથી વધુ ચાંદી ખરીદી રહ્યાં છે લોકો
બુલિયન માર્કેટ નિષ્ણાંત જણાવે છે કે આ સમયે રોકાણકારોનું વલણ સોનાથી વધુ ચાંદી તરફ છે. ભારતમાં ચાંદીનો ભાવ  (Silver Price Today) 2013 બાદ 53,000 રૂપિયા પ્રતિ કિલોથી ઉપર ચાલી રહ્યો છે. જ્યારે સોનાનો ભાવ  (Gold Price Today) આ સમયે 49,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી ઉપર ચાલી રહ્યો છે. તો આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 19 ડોલર પ્રતિ ઔંસની ઉપર છે અને સોનું 1800 ડોલર પ્રતિ ઔંસની ઉપર ચાલી રહ્યું છે. 

શું છે ચાંદી મોઘું થવાનું કારણ
કમોડિટી બજારના જાણકાર જણાવે છે કે સોના અને ચાંદીના ભાવનો રેશિયો ફરી ઘટી રહ્યો છે, જે તે વાતનો સંકેત છે કે સોનાની જગ્યાએ ચાંદી તરફ રોકાણકારોનું વલણ વધ્યુ છે. કોરોના કાળમાં મોંઘા ધાતુઓમાં રોકાણ વધવાથી ઘરેલૂ તથા આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. હવે દુનિયાભરમાં ધીમે-ધીમે લૉકડાઉન ખુલવાથી ઔદ્યોગિક ગતિવિધિઓ બીજીવાર શરૂ થવાથી ચાંદીની ચમક સોના કરતા વધી ગઈ છે. 

દવા અસલી છે કે નકલી, જણાવશે ક્યૂઆર કોડ!

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીના સપ્ટેમ્બર વાયદા કરારમાં ગુરૂવારે પાછલા સત્રથી 181 રૂપિયાના ઘટાડા સાથે 52877 રૂપિયા પ્રતિ કિલો પર કારોબાર ચાલી રહ્યો હતો, જ્યારે આ પહેલા ભાવ 53,199 રૂપિયા પ્રતિ કિલો સુધી ઉછળ્યો, જે સપ્ટેમ્બર 2013 બાદ સૌથી ઉંચુ સ્તર હતું. 

તો સોનાના ઓગસ્ટમાં કરારમાં પાછલા સત્રથી 69 રૂપિયાની નબળાઇની સાથે 49090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર ચાલી રહ્યો હતો જ્યારે તેની પહેલા ભાવ 49245 રૂપિયા સુધી ઉચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. એમસીએક્સ પર સોનાનો ભાવ આઠ જુલાઈએ 49348 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ઉછળ્યો હતો જે રેકોર્ડ સ્તર છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news