Tomato Price: હવે Paytm વેંચશે સસ્તા ટમેટા, યુઝર્સને પોસાય તેવા ભાવે મળશે ટમેટા, ઘરે કરશે ફ્રી ડિલિવરી

Tomato Latest Price: દેશભરના રાજ્યોમાં શાકભાજીના ભાવ સાતમા આસમાને છે. તેમાં સૌથી મોંઘા ટમેટા છે. ટમેટાના વધતા ભાવથી લોકોને મુક્તિ અપાવવા માટે હવે Paytm મેદાનમાં ઉતર્યું છે. બજારમાં જે ટમેટા 200 રૂપિયે કિલોના ભાવથી વેંચાય છે તે ટમેટા હવે પેટીએમ 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેંચશે. 

Tomato Price: હવે Paytm વેંચશે સસ્તા ટમેટા, યુઝર્સને પોસાય તેવા ભાવે મળશે ટમેટા, ઘરે કરશે ફ્રી ડિલિવરી

Tomato Latest Price: દેશભરના રાજ્યોમાં શાકભાજીના ભાવ સાતમા આસમાને છે. તેમાં સૌથી મોંઘા ટમેટા છે. ટમેટાના વધતા ભાવથી લોકોને મુક્તિ અપાવવા માટે હવે Paytm મેદાનમાં ઉતર્યું છે. બજારમાં જે ટમેટા 200 રૂપિયે કિલોના ભાવથી વેંચાય છે તે ટમેટા હવે પેટીએમ 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેંચશે. આ માટે કંપનીએ NCCF, ONDC સાથે ભાગીદારી કરી છે. Paytm ઈ-કોમર્સ પ્રાઈવેટ લિમિટેડે આ અંગે જાહેરાત પણ કરી દીધી છે. આ જાહેરાત અનુસાર દિલ્હી-એનસીઆરમાં 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટમેટાં વેચવા માટે ONDC અને NCCF સાથે તેણે ભાગીદારી કરી છે.

કેન્દ્ર સરકારની સહકારી સંસ્થાઓ નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન એટલે કે NCCF અને NAFED પહેલાથી જ દિલ્હી સહિત કેટલાક શહેરોમાં મોબાઈલ વાન દ્વારા લોકોમાં 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટમેટાનું વેચાણ કરી રહી છે.

આ પણ વાંચો:

પેટીએમના નિવેદન અનુસાર દિલ્હી એનસીઆરમાં Paytm ONDC પર યુઝર્સને નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન  દ્વારા 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાંનું વેચાણ કરશે.
 
યુઝર્સ Paytm એપ પર ONDC દ્વારા માત્ર 140 રૂપિયામાં બે કિલો ટમેટા દર અઠવાડિયે ખરીદી શકે છે. જેની ફ્રી ડિલિવરી કરવામાં આવશે. આ નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ નિર્ણયથી યુઝર્સને ફાયદો થશે કારણ કે કેટલાક શહેરોમાં ટમેટાના છૂટક ભાવ 200 રૂપિયા પ્રતિ કિલો છે. 

પેટીએમના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ટમેટા જેવી આવશ્યક ચીજવસ્તુઓની વધતી કિંમતો દેશભરના લોકોને અસર કરી રહી છે. NCCF અને ONDC ના આ સહયોગથી દિલ્હી એનસીઆરમાં પેટીએમના યુઝર્સને હવે સરળતાથી પોસાય તેવા ભાવે ટામેટાં મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news