હવે આ લોકોને પણ મળશે PF નો ફાયદો, 40 કરોડ લોકો આવશે દાયરામાં
Trending Photos
નવી દિલ્હી: EPFO: કેન્દ્ર સરકાર હાલ આત્મનિર્ભર ભારત અભિયાન (Atmanirbhar Bharat Abhiyan) ચાલી રહી છે. એવામાં હવે સરકારે એક પ્લાન બનાવ્યો છે, જે આગામી વર્ષે એક એપ્રિલથી લાગૂ થઇ શકે છે. આ યોજના દ્વારા 40 કરોડ લોકોને સીધો ફાયદો થશે. કેન્દ્ર સરકાર અસંગઠિત ક્ષેત્ર (Unorganised sectors)માં કામ કરનાર લોકોને પણ પીએફ (Provident Fund)નો ફાયદો આપવા માંગે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ને જલદીથી જલદી આ પ્લાનને લાગૂ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ પ્લાનને લાગૂ કરવામાં 1584 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
આ લોકોને મળશે ફાયદો
આ યોજનાનો લાભ એવા લોકોને મળશે,જેમણે 1 ઓક્ટોબર 2020થી લઇને 30 જૂન 2021 વચ્ચે નોકરી જોઇન કરી છે. તો બીજી તરફ 2020 થી 2023 સુધી સમગ્ર પ્રોજેક્ટ અવધિ દરમિયાન ખર્ચ 22810 કરોડ રૂપિયા આવશે. આ લોકો દુકાનો અથવા પછી કોઇ એવી સંસ્થામાં કામ કરે છે જે પીએફના દાયરામાં આવતા નથી અને તેમના ભવિષ્ય નિધિ અને ગ્રેચ્યુટી જેવા લાભ મળી શકતા નથી.
મળશે સબસિડી
આત્મનિર્ભર ભારત રોજગાર યોજના હેઠળ નવી નિમણૂક કરનાર કર્મચારીને સબસિડી આપવામાં આવશે. આ સબસિડી કંપનીઓના તથા કર્મચારીઓના દ્વારા બે વર્ષ માટે કરવામાં આવેલા નિવૃત ફંડ કંટ્રિબ્યૂશન એટલે કે PF કવર માટે થશે. PF માં કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા 12 ટકા યોગદાન અને કંપનીઓ દ્વારા લેવામાં આવનાર 12 ટકા યોગદાનનો અર્થ કુલ 24 ટકા યોગદાનના સમાન સબસિડી સરકાર તરફથી બે વર્ષ માટે કંપનીઓને પુરી પાડશે.
આ યોજના હેઠળ સરકાર 1,000 લોકો સુધી નવા રોજગાર પુરા પાડનાર કંપનીઓને બંને તરફથી પીએફ અંશદાનની ચૂકવણી કરશે. તો બીજી તરફ 1,000થી વધુ લોકોને નવા રોજગાર આપનાર કંપનીઓને દરેક કર્મચારીના 12 ટકા અંશદાનની બે વર્ષ સુધી ચૂકવણી કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે