માત્ર 3.50 લાખમાં Marutiની 7 સીટર કાર, માઇલેજ 20 Kmplથી વધારે
કાર ખરીદારો માટે એકથી એક સારી કાર માર્કેટમાં આવી રહી છે
Trending Photos
નવી દિલ્હી : કારના ખરીદારો માટે રોજ નવાનવા વિકલ્પ માર્કેટમાં આવી રહ્યા છે. કેટલાક લોકો ડિઝાઇન જોઈને તો કેટલાક લોકો જરૂરિયાત પ્રમાણે કારની ખરીદી કરે છે. કાર ખરીદવા માગતા લોકો એવી કાર ખરીદવાનું પસંદ કરે છે જે બજેટમાં હોય અને પરિવારના તમામ સભ્યોનો સમાવેશ થઈ શકે. આવી જ એક કાર છે મારુતિની ઇકો. આ કાર જે કિંમતમાં મળે છે એ કિંમતમાં 7 સીટર કામ મળવાનું મુશ્કેલ છે.
મારુતિની ઇકો કારની સૌથી મોટી ખાસિયત છે એની સ્પેસ. આ એક 7 સીટર કાર છે જેના કારણે એમાં એક પરિવાર બહુ સહેલાઈથી પ્રવાસ કરી શકે છે. એની કિંમત પણ આકર્ષક છે. માત્ર 3.50 લાખ રૂ.ની શરૂઆતની કિંમત ધરાવતી આ કારનું અપડેટેડ મોડેલ 4.40 લાખ રૂ. સુધી મળી શકે છે. આમ, આ કાર પરિવાર માટે બજેટમાં મળી જાય છે.
પાવર સ્પેસિફિકેશની વાત કરીએ તો 2017 મારુતિ સુઝુકી ઇકો વેનમાં 1.2 લીટર 4 સિલિન્ડર MPFI 16-વાલ્વ એન્જિન લાગેલું છે. આ એન્જિન 73bhpના પાવર સાથે 101Nmનું ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 5 સ્પિડ મેન્યુઅલ ટ્રાન્સમિશનથી સજ્જ છે આ વેન પેટ્રોલ તેમજ CNG વર્ઝનમાં ઉપલબ્ધ છે. પેટ્રોલ વર્ઝનમાં ઇકો 15kmpl અને CNG વર્ઝનમાં 20km/kgનું માઇલેજ આપે છે. મારુતિ ઇકોના ફિચરમાં ડાયગ્નોલ શિફ્ટ અસિસ્ટન્ટ , સ્લાઇડિંગ રિયર ડોર્સ, બોડી ડેકલ્સ, હેન્ડલેમ્પ લેવલિંગ ડિવાઇસ, ટ્યૂબલેસ ટાયર્સ, સાઇડ ઇમ્પેક્ટ બિમ્સ, હાઇ માઉન્ટેડ રિયર સ્ટોપ લેન્સ, ચાઇલ્ડ લોક તેમજ એર કન્ડિશનિંગની સુવિધા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે