માત્ર 58000નું રોકાણ કર્યું હોત તો 15 વર્ષમાં બની જાત કરોડપતિ, 12 રૂપિયાનો શેર 2100ને પાર

મલ્ટીબેગર સ્ટોક તે શેર હોય છે જે એક નાના રોકાણ પર અનેક ગણું રિટર્ન આપી ઈન્વેસ્ટરોને માલામાલ કરી દે છે. પરંતુ આ મલ્ટીબેગર શેર શોધવો મુશ્કેલ કામ છે. હંમેશા તેના વિશે ત્યારે ખબર પડે છે જ્યારે તે શાનદાર રિટર્ન આપી ચૂક્યો હોય છે. 
 

માત્ર 58000નું રોકાણ કર્યું હોત તો 15 વર્ષમાં બની જાત કરોડપતિ, 12 રૂપિયાનો શેર 2100ને પાર

નવી દિલ્હીઃ સ્મોલકેપ શેરમાં રિસ્ક વધુ હોય છે પરંતુ જો દાવ સાચો લાગે તો પૈસા ખુબ બને છે. ઈન્વેસ્ટરો આવા શેરને શોધતા રહે છે, જેમાં રોકાણ ઓછું થાય અને નફો વધુ મળે. આવા સ્ટોક્સને મલ્ટીબેગર કહેવામાં આવે છે. ઘણા પેની સ્ટોક્સ એવા હોય છે, જે ક્યારેક 10-20 રૂપિયામાં મળતા હતા અને આજે તેની કિંમત હજારોમાં પહોંચી ગઈ છે. બાલાજી અમીન્સ પણ આ શ્રેણીનો શેર છે. આ શેર માર્ચ 2009માં 12.06 રૂપિયામાં મળતો હતો. આજે તેની કિંમત એનએસઈ પર 2103 રૂપિયા છે. હવે કંપની સ્મોલકેપથી મિડકેપમાં પરિવર્તિત થઈ ગઈ છે.

15 વર્ષની અંદર આ સ્ટોકે 58000 રૂપિયાના રોકાણને 1 કરોડની ઉપર પહોંચાડી દીધુ છે. છેલ્લા એક વર્ષમાં આ શેરની ચાલની વાત કરીએ તો તે 22  મે 2023ના 1872 રૂપિયા પર હતો, જે એક વર્ષનું લો લેવલ છે. ત્યારબાદ 1 જાન્યુઆરી 2024 સુધી તે 7 મહિનામાં 46 ટકા વધ્યો અને 2736 પર પહોંચી ગયો હતો. આ તેનો એક વર્ષનો હાઈ છે. આ શેર તેના એક વર્ષના હાઈથી 23 ટકા નીચે ટ્રેડ કરી રહ્યો છે. એક્સપર્ટે આ શેર પર વિશ્વાસ દાખવતા તેને બાય રેટિંગ આપી છે.

શું છે બ્રોકરેજનો મત
બ્રોકરેજ ફર્મ સીડી ઇક્વિસર્ચે કહ્યું કે ફાર્મા અને એપીઆઈ ઈન્ડસ્ટ્રીઝનો વોલ્યુમ આગામી કેટલાક ક્વાર્ટરમાં રિકવર થઈ શકે છે. હકીકતમાં બાલાજી અમીન્સનું વેચાણ વોલ્યૂ 4.4 ટકા ઘટ્યું છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં તેનું રેવેન્યૂ 34.6 ટકા ઘટી 383.36 કરોડ રૂપિયા પર આવી ગયું છે. આ ક્વાર્ટરમાં કંપનીનો ઓપરેટિંગ પ્રોફિટ પણ 41.9 ટકા ઘટી 74.20 કરોડ રૂપિયા પર આવી ગયો છે. પરંતુ બ્રોકરેજ પ્રમાણે કાચા માલની કિંમતોમાં સુધાર થવા પર ઈન્ડસ્ટ્રીમાં પણ સુધાર આવશે. મહારાષ્ટ્રમાં બાલાજી સ્પેશલિટી કેમિકલને 750 કરોડ રૂપિયાના એક્સપેન્શન પ્રોજેક્ટને મંજૂરી મળી છે. આ સિવાય પેરેન્ટ કંપનીને મોર્ફીન માટે બીઆઈએસ સર્ટિફિકેટ મળ્યું છે. બ્રોકરેજે આ શેર માટે 2653 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇઝ નક્કી કરી છે.

કંપની વિશે જાણા
બાલાજી અમીન્સનું માર્કેટ કેપ 6831 કરોડ રૂપિયા છે. ડિસેમ્બર 22માં તેનો નફો જ્યાં 588 કરોડ રૂપિયા હતો, તે ડિસેમ્બર 2023માં ઘટીને 392 કરોડ રૂપિયા પર આવી ગયો હતો. બાલાજી અમીન્સ એક ભારતીય કંપની છે, જે સ્પેશિયાલિટી કેમિકલ્, એલિફેટિક અમીન્સ અને ડેરિવેટિવ્સ બનાવે છે. આ સિવાય કંપની મહારાષ્ટ્રના સોલાપુરમાં એક 5 સ્ટાર હોટલ ચલાવે છે, જેનું નામ બાલાજી સરોવર પ્રીમિયર છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news