Stock to Buy: 2-3 દિવસમાં મોટી છલાંગ મારશે આ Pharma Stock, ચૂકતા નહી ગોલ્ડન ચાન્સ

Pharma Stock to Buy: બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલ (Motilal Oswal) એ ફાર્મા સેક્ટરની દિગ્ગ્જ કંપની સિપ્લા (Cipla) ને ટેક્નિકલ પિક બનાવ્યો છે. બ્રોકરેજે Cipla માં 2-3 દિવસ માટે ખરીદીની સલાહ આપી છે. 

Stock to Buy: 2-3 દિવસમાં મોટી છલાંગ મારશે આ Pharma Stock, ચૂકતા નહી ગોલ્ડન ચાન્સ

Pharma Stock to Buy: સ્થાનિક શેર બજારમાં મંગળવારે (11 જૂન) સપાટ કારોબાર શરૂ થયો. મોદી 3.0 માં મંત્રાલયોની રચના બજાર માટે પોઝિટિવ છે. વિદેશી બજારોમાં પણ પોઝિટિવ સંકેત રહ્યા. આ દરમિયાન બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલ (Motilal Oswal) એ ફાર્મા સેક્ટરની દિગ્ગજ કંપની સિપ્લા  (Cipla) ટેક્નિકલ પીક બનાવ્યો છે.  બ્રોકરેજે Cipla માં 2-3 દિવસ માટે ખરીદીની સલાહ આપી છે.  

સ્થાનિક બજારમાં મંગળવારે દબાણ સાથે કારોબાર શરૂ થયો. સેન્સેક્સ-નિફ્ટી મામૂલી ઘટાડા સાથે ખુલ્યા. બેન્ક નિફ્ટી લગભગ 200 પોઈન્ટ્સ તૂટ્યો હતો. બેન્કિંગ શેર્સમાં દબાણ જોવા મળ્યું હતું. ONGC, IRCTC, BEL જેવા શેરમાં ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સ લગભગ 80 પોઈન્ટ ઘટીને 76,400ની ઉપર ખુલ્યો. નિફ્ટી લગભગ 15 પોઈન્ટ ઘટીને 23,245ની આસપાસ ખૂલ્યો હતો.

Cipla: 2-3 દિવસમાં બનશે નફો
બ્રોકરેજ ફર્મ Motilal Oswal એ Cipla ને 2-3 દિવસ માટે ટેક્નિકલ પીક બનાવ્યો છે. તેના માટે ટાર્ગેટ 1630 રૂપિયા રાખવામાં આવ્યો છે. 10 જૂન 2024ના રોજ શેરની કિંમત 1529 રૂપિયા હતી. આ રીતે સ્ટોક વર્તમાન ભાવથી 7-8 ટકા વધી શકે છે.

Cipla માં મંગળવારે (11 જૂન) ના રોજ સામાન્ય તેજી સાથે કારોબાર શરૂ થયો. સ્ટોકે ગત એક વર્ષમાં સારું રિટર્ન આપ્યું છે. વર્ષમાં સ્ટોક લગભગ 60 ટકા રહ્યો છે. ગત 6 મહિનામાં શેરે 28 ટકા તેજી બતાવી છે. 3 મહિનામાં 2 ટકા રિટર્ન રહ્યું. 1 મહિનામાં શેર બજાર લગભગ 15 ટકા રિટર્ન આપ્યું છે. BSE પર સ્ટોકનો 52 વીક હાઇ 1,549.55 અને લો 955.25 છે. કંપનીની માર્કેટ કેપ 1.24 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. 

(અહીં શેરમાં ખરીદીની સલાહ બ્રોકરેજે આપી છે. આ ZEE 24 KALAK ના વિચાર નથી. રોકાણ કરતાં પહેલાં પોતાના એડવાઇઝર સાથે ચર્ચા કરી લો.) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news