પહેલા દિવસે પૈસા થઈ જશે ડબલ! ગ્રે માર્કેટમાં તોફાન મચાવી રહ્યો છે આ IPO,જાણો પ્રાઇઝ બેન્ડ
Indian Emulsifiers IPO: જો તમે પણ આઈપીઓમાં રોકાણ કરી કમાણી કરો છો તો તમને વધુ એક તક મળવાની છે. આગામી સપ્તાહે વધુ એક આઈપીઓ લોન્ચ થવાનો છે. કંપનીના શેર ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યાં છે.
Trending Photos
Indian Emulsifiers IPO: જો તમે પણ ઈનીશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે IPO પર દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. હકીકતમાં ઈન્ડિયન એમલ્સીફાયર્સ લિમિટેડનો આઈપીઓ લોન્ચ થવાનો છે. આ આઈપીઓ 13 મે 2024ના સબ્સક્રિપ્શન માટે ઓપન થશે અને 16 મે 2024ના બંધ થશે. આ આઈપીઓના એલોટમેન્ટની સંભવિત તારીખ 17 મે છે. ઈન્ડિયન એમલ્સીફાયર આઈપીઓનું લિસ્ટિંગ 22 મેએ થઈ શકે છે. નોંધનીય છે કે આઈપીઓ એનએસઈ એમએસઈ પર લિસ્ટ થશે.
ઈશ્યૂ પ્રાઇઝ કઈ છે
ઈન્ડિયન એમલ્સીફાયર્સ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 125-132 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. કોઈ એપ્લિકેશન માટે લોટ સાઇઝ 1000 શેરની છે. રિટેલ ઈન્વેસ્ટરોએ ઓછામાં ઓછા ₹1,32,000 નું રોકાણ કરવું પડશે. એકાદ્રષ્ટિ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ આ આઈપીઓનો બુક રનિંગ લીડ મેનેજર છે. Maashitla સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ ઈશ્યૂનો રજીસ્ટ્રાર છે.
GMP ની ડિટેલસ
આઈપીઓનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 175 રૂપિયા છે, જે ઈશ્યૂ પ્રાઇઝથી 132 ટકા પ્રીમિયમ દેખાડી રહ્યું છે. આ દ્રષ્ટિએ આઈપીઓનું લિસ્ટિંગ 300 રૂપિયા પાર થઈ શકે છે. જે ઈન્વેસ્ટરોને આઈપીઓ એલોટ થશે, લિસ્ટિંગના દિવસે તેની રકમ ડબલ થશે.
નાણાકીય સ્થિતિ
ડિસેમ્બર 2023 સુધી ઈન્ડિયન એમલ્સીફાયર્સનું ઓપરેટિંગ રેવેન્યૂ 48.67 કરોડ રૂપિયા છે. આ રીતે ડિસેમ્બર 2023 માટે નેટ પ્રોફિટ 6.75 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે. આ કંપની સ્પેશિયલ કેમિકલ ઉદ્યોગમાં સક્રિય છે. આ કંપની એસ્ટર, ફોસ્ફેટ એસ્ટર, ઇમિડાજોલિન્સ, સક્સિનિમાઇડ્સ, સલ્ફોસુસિનેટ્સલ, સ્પેશિયલ એમલ્સીફાયર્સમાં નિષ્ણાંત છે. કંપની ખનન, કપડા, સફાઈ, ઉદ્યોગ, પીવીસી/ રબ્બર સહિત અન્યમાં સક્રિય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે