આજથી સસ્તા ભાવે ખરીદી શકાશે સોનું, જાણો ક્યાંથી અને કયા ભાવે મળશે ગોલ્ડ

Sovereign Gold Bond Scheme: મોદી સરકાર આજથી સસ્તું સોનું વેચવા જઈ રહી છે. તમારી પાસે 5 દિવસ  સુધી આ ચાન્સ છે. સોવરન ગોલ્ડ બોન્ડ એટલે કે SGB માં ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે રોકાણ કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ ઓફ લાઈન ખરીદવા માંગતા હોય તો તેણે સિલેક્ટેડ બેંકની શાખામાં જઈને ફોર્મ ભરવાનું રહેશે અને તમામ જરૂરી ઔપચારિકતા પૂરી કરવાની રહેશે.

આજથી સસ્તા ભાવે ખરીદી શકાશે સોનું, જાણો ક્યાંથી અને કયા ભાવે મળશે ગોલ્ડ

મોદી સરકાર આજથી સસ્તું સોનું વેચવા જઈ રહી છે. તમારી પાસે 5 દિવસ  સુધી આ ચાન્સ છે. સોવરન ગોલ્ડ બોન્ડ એટલે કે SGB માં ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે રોકાણ કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ ઓફ લાઈન ખરીદવા માંગતા હોય તો તેણે સિલેક્ટેડ બેંકની શાખામાં જઈને ફોર્મ ભરવાનું રહેશે અને તમામ જરૂરી ઔપચારિકતા પૂરી કરવાની રહેશે. આ સિવાય ઓનલાઈન રોકાણ કરવા પર આરબીઆઈ અથવા તો અન્ય બેંકોની વેબસાઈટ પર જઈને અરજી કરવાની રહેશે. 

સરકાર તરફથી ગોલ્ડ બોન્ડ આરબીઆઈ તરફથી બહાર પાડવામાં આવે છે. આરબીઆઈએ તેના વેચાણ માટે પસંદગીની બેંકો અને પોસ્ટ ઓફિસ, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન, ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા તથા સ્ટોક એક્સચેન્જ એનએસસી અને બીએસસીને અધિકૃત કર્યા છે. સ્ટોક એક્સચેન્જ દ્વારા બોન્ડ ખરીદવા માટે ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. 

કેટલું રોકાણ કરી શકશો
આરબીઆઈના દિશા નિર્દેશ મુજબ ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા માટે ઓછામાં  ઓછું એક ગ્રામ સોનું ખરીદવાનું રહેશે. કોઈ પણ વ્યક્તિ એક વખતમાં વધુમાં વધુ 500 ગ્રામ સુધી ખરીદી કરી શકે છે. એક નાણાકીય વર્ષ માટે આ મર્યાદા વધુમાં વધુ ચાર કિલોગ્રામ છે. કેટલીક સંસ્થાઓ માટે આ મર્યાદા 20 કિગ્રા સુધી છે. તેની ચૂકવણી યુપીઆઈ, નેટ બેંકિંગ, કેશ, ચેક અને ડ્રાફ્ટથી થઈ શકે છે. બોન્ડ પાકવાનો સમય આઠ વર્ષ છે. 

ગોલ્ડ બોન્ડ વિશે
આ  સરકાર તરફથી બહાર પાડવામાં આવતા રોકાણ પત્ર (ગોલ્ડ બોન્ડ) છે. સોનામાં રોકાણ કરવા માટેનો એક વિકલ્પ છે. તેને સરકાર તરફથી રિઝર્વ બેંક બહાર પાડે છે. તેની ખરીદી મ્યુચ્યુઅલ ફંડની જેમ યુનિટમાં કરાય છે. તેને વેચવા પર સોનું નહીં પરંતુ તે સમયે તેના મૂલ્ય મુજબ રકમ મળે છે. તેમાં ન્યૂનતમ એક ગ્રામ સોના બરાબર રોકાણ કરી શકાય છે. ઓનલાઈન ખરીદી કરવા પર 50 રૂપિયા પ્રતિ ગ્રામની છૂટ મળશે. 

આ રીતે કરી શકાય આવેદન
ઓફલાઈન અરજી માટે સિલેક્ટેડ બેંકમાં જઈને સંબંધિત ફોર્મ ભરવાનું રહેશે. 
તેમાં નામ, એડ્રસ, મોબાઈલ નંબર જેવી અન્ય જરૂરી માહિતી ભરવાની રહેશે. 
પાન નંબર નોંધાવવો પડશે. કેટલું સોનું લેવા માંગો છો તેની જાણકારી સરકારને આપવી પડશે. 
ચૂકવણી કર્યા બાદ બેંક બોન્ડ ઈશ્યું કરવાની પ્રક્રિયા શરૂ કરશે. 

ઓનલાઈન રીતે
સિલેક્ટેડ બેંકની વેબસાઈટ પર જવાનું રહેશે. હોમપેજ પર કે ઈ સર્વિસ સેક્શનમાં સોવરેન ગોલ્ડ બોન્ડનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. 
બોન્ડ સંબંધિત જરૂરી નિયમો-શરતોને વાંચ્યા બાદ રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે. 
તેને ભર્યા બાદ સોનાની માત્રા અને નોમિનીની વિગતો આપવાની રહેશે. 
તમામ જાણકારીની ખરાઈ થયા બાદ ફોર્મ સબમિટ કરવાનું રહેશે. 
ત્યારબાદ ચૂકવણીની પ્રક્રિયા પૂરી કરવાની રહેશે. બેંક ગોલ્ડ બોન્ડ ઈશ્યુ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news