લોન થશે સસ્તી ? RBI લેશે મોટો નિર્ણય 

મોદી સરકારના વચગાળાના બજેટ પછી હવે રોકાણકારોની નજર RBI પર છે

લોન થશે સસ્તી ? RBI લેશે મોટો નિર્ણય 

મુંબઈ : મોદી સરકારના વચગાળાના બજેટ પછી હવે રોકાણકારોની નજર RBI પર છે. આ વર્ષે  RBIની મોનિટરી પોલીસી કમિટીની બેઠક પ્રસ્તાવિત છે. આ બેઠકમાં વ્યાજ દરની સમીક્ષા થશે. રોકાણકારોને આશા છે કે વચગાળાના બજેટમાં મુકવામાં આવેલા પ્રસ્તાવ અનુરુપ કેન્દ્રિય બેંક લોભામણી જાહેરાત કરી શકે છે. આરબીઆઇ રેપો રેટ અને CRRમાં ઘટાડો કરી શકે છે જેના પગલે લોન સસ્તી થઈ શકે છે. 

મની કંટ્રોલના સમાચાર પ્રમાણે રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલના રાજીનામા પછી નવા ગવર્નર શક્તિકાંત દાસ પહેલીવાર મોદ્રિક નીતિની સમીક્ષા કરી શકે છે.

જોકે બેંકિંગ ક્ષેત્ર પણ ભારે સમસ્યાનો સામનો કરી રહ્યું છે. હાલમાં બેંકિંગ ક્ષેત્રને નોન પર્ફોમિંગ એસેટ (NPA)નું મેનેજમેન્ટ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાને કારણે અડધી સરકારી બેંકોને RBIને પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA) નિયમ અંતર્ગત રાખવામાં આવી છે. સરકારે સંકેત આપ્યો છે 4-5 બેંક જલ્દી પીસીએથી બહાર થઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news