ઘર લેનારાઓને સરકારની મોટી ગિફ્ટ, બે ઘર લેશો તો પણ નહીં લાગે ટેક્સ
નાણાં મંત્રીએ ખેડૂતોથી માંડીને વેપારીઓને તેમજ પગારદાર વર્ગને મોટી રાહત આપી છે
Trending Photos
નવી દિલ્હી : આશા હતી કે સરકાર લોકસભા ચૂંટણી પહેલાં લોકોને ખુશ કરે એવું બજેટ રજુ કરશે અને થયું છે પણ એવું જ. બજેટમાં નાણાં મંત્રીએ ખેડૂતોથી માંડીને વેપારીઓને તેમજ પગારદાર વર્ગને મોટી રાહત આપી છે. જો તમે પણ બે ઘર ખરીદવાનો પ્લાન કરી રહ્યા હો અથવા તો તમારી પાસે પહેલાંથી બે ઘર હોય તો મોદી સરકારે મોટી રાહત આપી છે. નવી ઘોષણા પ્રમાણે બે ઘર લેશો તો પણ તમારે ટેક્સ નહીં ભરવો પડે. નોંધનીય છે કે અત્યાર સુધી માત્ર 2 લાખ રૂપિયા સુધીના હોમ લોન ઇન્ટરેસ્ટ પર જ ઇન્કમટેક્સમાં છુટછાટ મળતી હતી. હવે આ વાતનો ફાયદો દેશના કરોડો લોકોને મળશે એવી આશા છે.
નાણાં મંત્રીએ ટેક્સ સ્લેબમાં બદલાવ અને બે ઘર પર ટેક્સ નહીં દેવાની ઘોષણા કરતા કહ્યું કે ભારતમાં ઇતિહાસમાં પહેલીવાર ઇન્કમટેક્સ પેયર્સને આટલી મોટી છુટ મળી છે. નવા નિયમ પ્રમાણે હવે પાંચ લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં આપવો પડે. આ પહેલાં આની સીમા 2.5 લાખ રૂપિયા હતી. આમ, સરકાર તરફથી ઇન્કમટેક્સની શરૂઆતની સીમામાં 100 ટકા રાહત આપવામાં આવી છે. રોકાણ સાથે 6.5 લાખ રૂપિયાની આવક પર ટેક્સ નહીં આપવો પડે.
આ સિવાય અત્યાર સુધીના 40 હજાર રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શનને વધારીને 50 હજાર રૂપિયા કરી દેવામાં આવ્યું છે. આનાથી દરેક ટેક્સપેયરને 13 હજાર રૂપિયાનો ફાયદો થયો છે. નવી ઘોષણા પ્રમાણે હવે 40 હજાર રૂપિયા સુધીના બેંક વ્યાજ પર કોઈ ટેક્સ નહીં આપવો પડે. જો તમે બીજું ઘર લેશો તો એના પર પણ ટેક્સ નહીં લાગે. હવે 10 લાખ રૂપિયા કરતા વધારેની આવક પર 30 ટકા ટેક્સ દેવો પડશે. આ સિવાય 5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની આવક પર 20 ટકા ટેક્સ દેવો પડશે. આ બંને સ્લેબ પહેલાં જેવા જ છે.
નવા ટેક્સ સ્લેબ પ્રમાણે જો તમારી આવક 7.5 લાખ રૂપિયા સુધી છે તો તમારે વાર્ષિક 49,920 રૂપિયા ટેક્સ ચુકવવો પડશે. જો તમારી આવક 10 લાખ રૂપિયા છે તો તમારે પહેલાં 1.17 લાખ રૂપિયા ટેક્સ દેવો પડતો હતો એના બદલે હવે 99,840 ટેક્સ દેવો પડશે. આ સિવાય 20 લાખ રૂપિયા સુધીની આવકવાળાઓએ 4.29 લાખ રૂપિયાના બદલે હવે 4.02 લાખ રૂપિયા ટેક્સ તરીકે આપવા પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે