IRCTC Update: ટ્રેન ટિકિટ બુકિંગનો બદલાઈ ગયો અંદાજ, IRCTC ની નવી વેબસાઈટ, મોબાઈલ એપ લોન્ચ

IRCTC UPDATE: આજથી  ટિકિટ બુક કરવાનો અંદાજ  બદલાઈ ગયો છે. રેલવે મંત્રી પિયુષ ગોયલે IRCTCની નવી વેબસાઈટ અને મોબાઈલ એપનું ઉદ્ધાટન કર્યું.

IRCTC Update: ટ્રેન ટિકિટ બુકિંગનો બદલાઈ ગયો અંદાજ, IRCTC ની નવી વેબસાઈટ, મોબાઈલ એપ લોન્ચ

નવી દિલ્હી: IRCTC UPDATE: આજથી  ટિકિટ બુક કરવાનો અંદાજ  બદલાઈ ગયો છે. રેલવે મંત્રી પિયુષ ગોયલે IRCTCની નવી વેબસાઈટ અને મોબાઈલ એપનું ઉદ્ધાટન કર્યું. IRCTCએ દાવો કર્યો છે કે નવી વેબસાઈટથી મુસાફરોનો ટિકિટ બુક કરવાનો અનુભવ બદલાવવાનો છે. ટિકિટ બુક કરવી પહેલા કરતા વધુ સરળ અને ઝડપી થશે. 

IRCTCની નવી વેબસાઈટ   https://www.irctc.co.in/nget/train-search એકદમ  બદલાઈ ગઈ છે. તે પહેલા કરતા એકદમ વ્યવસ્થિત અને સ્વચ્છ લાગી રહી છે. એક નજર IRCTCએ જે નવા ફીચર્સ એડ કર્યા છે તેના પર નાખીએ, અને તેનાથી મુસાફરોને શું ફાયદો પહોંચે તે પણ જાણીએ.

1. IRCTC ના ઓપનિંગ પેજ પર જ તમને તમામ જાણકારીઓ ભરીને સર્ચ કરવાનો ઓપ્શન મળશે. એટલે કે સ્ટેશનોના નામ, ક્લાસ, તારીખ, કેટેગરી, તમારે પહેલા પેજ ઉપર જ ભરવાની છે અને સર્ચ કરવાની છે. 
2. આગામી પેજ ટ્રેનોના માહતી માટે ખુલશે, જે બંને સ્ટેશનો અંગે તમારા દ્વારા અપાયેલી ડિટેલ્સના આધારે ખુલશે. 
3. આ પેજ પર તમને ટ્રેનના નામ, તેમના ટાઈમિંગ, અવેલેબલ સીટ, તમામ ક્લાસનું  ભાડું, એક જ જગ્યાએ મળશે. તમારે વારંવાર ક્લિક કરીને જોવું નહીં પડે.
4. જો તમે તમારી મુસાફરીની તારીખ બદલવા માંગતા હોવ અને જોવા માંગતા હોવ કે આગળ શું સ્ટેટસ છે, તો 'Book Now' સાથે જ  'Other Dates' નું ઓપ્શન અપાયું છે. જેનાથી તમે આગળની તારીખોનું સ્ટેટસ પણ જોઈ શકશો કે ટ્રેનમાં સીટ AVAILABLE છે કે નહીં. 
5. જે તારીખનું ટિકિટ વેઈટિંગમાં હોય,  તો IRCTCનું ફીચર એ પણ જણાવી દેશે કે તેના કન્ફર્મ થવાના કેટલા ચાન્સ છે. તેનાથી તમે એ નિર્ણય લઈ શકશો કે તમારે તે તારીખની ટિકિટ બુક કરવાની રહેશે કે નહીં. પહેલા પણ આ ફીચર હતું પણ હવે તે વધુ સરળ બન્યું છે. 
6. જેવું તમે Book Now પર ક્લિક કરશો કે  Log In પેજ ખુલશે જ્યાંથી તમે ટિકિટ બુકિંગની પ્રક્રિયા શરૂ કરી શકો છો. 

1. નવી વેબસાઈટ તમારી ગત ચૂકવણીનું વિવરણ પણ સેવ કરીને રાખશે. જેને તમે જ્યારે ઈચ્છો ત્યારે જોઈ શકશો. 
2. IRCTC એ Frequent મુસાફરો માટે તેમાં નવું ફીચર જોડ્યું છે, તે આપોઆપ આવા મુસાફરોને તેમના ભવિષ્યની મુસાફરી માટે સૂચનો આપે છે. 
3. IRCTCની નવી વેબસાઈટ તમારી જૂની મુસાફરીના વિવરણને પણ યાદ રાખશે. એટલે કે હવે પછી તમે જ્યારે પણ ટિકિટ બુક કરશો તો ટાઈપિંગ માટે સમય બચશે અને ભૂલોની શક્યતા પણ ઓછી થશે. 
4. પેમેન્ટ ડિટેલ ભરવા માટે અલગથી એક વિન્ડો ખુલે છે, જેથી કરીને કોઈ ભૂલ જોવા મળે તો તેને સુધારી શકાય. 
5. જો કોઈ રિફન્ડ હશે તો તેનું સ્ટેટસ પણ તમે વેબસાઈટ ઉપર જોઈ શકશો. 
6. ટિકિટ બુકિંગની સાથે જ ખાવાનું, હોટલના રૂમનું બુકિંગ બધુ હવે એક જ જગ્યાએ થઈ શકશે. એટલે કે મુસાફરોની તમામ જરૂરિયાતો એક જ જગ્યાએ પૂરી થશે. 
7. 'રેગ્યુલર' કે 'ફેવરિટ' મુસાફરોને ઓટોમેટિકલી બુક કરી શકાશે. ફક્ત તે સંબંધિત જાણકારીઓ ભરવી પડશે. 

1. આજે 82 ટકા ટિકિટોનું રિઝર્વેશન ઓનલાઈન થાય છે.
2. ઈ ટિકિટિંગ વેબસાઈટ પર બુકિંગની ક્ષમતા 2014ની સરખામણીએ 2000 ટિકિટ પ્રતિ મિનિટથી વધીને 25,000 ટિકિટ પ્રતિ મિનિટ સુધી થઈ છે. 
3. 2014 અગાઉ ઈ ટિકિટિંગ વેબસાઈટ પર 40,000 લોકો એક જ સમયે લોગઈન કરી શકતા હતા. જેની સંખ્યા હવે વધીને 5,00,000 થઈ ચૂકી છે. 

આ અવસરે રેલવે મંત્રી પિયુષ ગોયલે SBI-IRCTC ક્રિડિટ કાર્ડની પણ જાણકારી આપી. તેમણે કહ્યું કે તમામ રેલવે કર્મી SBI-IRCTC ક્રેડિટ કાર્ડ લે અને આ કાર્ડ દ્વારા ટિકિટ બુકિંગ કરીને મુસાફરી કરે. અત્રે જણાવવાનું કે રોજ 8 લાખ ટિકિટ  IRCTC પર બુક થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news