IRCTC ઓફર: 21 હજારમાં અંદમાનનું ટૂર પેકેજ, ફ્લાઇટથી માંડીને મળશે બધું જ
જો તમે અત્યાર સુધી અંદમાન અને નિકોબાર આઇલેંડ ફર્યા નથી તો તમારે પાસે અહીં ફરવાની તક છે. બની શકે કે વધુ પડતા ખર્ચાના લીધે તમે પહેલાં બનાવેલો અંડમાનનો પ્લાન કેન્સલ કર્યો હોય. તો હવે આઇઆરસીટીસી તમારા માટે ધમાકેદાર પ્લાન લઇને આવ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: જો તમે અત્યાર સુધી અંદમાન અને નિકોબાર આઇલેંડ ફર્યા નથી તો તમારે પાસે અહીં ફરવાની તક છે. બની શકે કે વધુ પડતા ખર્ચાના લીધે તમે પહેલાં બનાવેલો અંડમાનનો પ્લાન કેન્સલ કર્યો હોય. તો હવે આઇઆરસીટીસી તમારા માટે ધમાકેદાર પ્લાન લઇને આવ્યું છે. આઇઆરસીટીસીએ અંદમાન અને નિકોબાર આઇલેંડ ફરવા માટે સસ્તા ભાવે ટ્રીપ ઓફર કરી રહ્યું છે.
આઇઆરસીટીસી દ્વારા આપવામાં આવી રહેલા ટૂર પેકેજમાં 4 રાત અને 5 દિવસની છે. આ ટ્રિપને બુક કરાવનારને ઇંડિગોની ઇકોનોમિક ક્લાસ ટિકીટ મળશે. 15 ઓગસ્ટ 2018થી શરૂ થનાર આ ટૂરમાં વ્યક્તિ માટે ટ્રિપલ શેરિંગમાં જીએસટી સાથે 21,120 રૂપિયા ચૂકવવા પડશે, તો બીજી તરફ ડબલ શેરિંગમાં આ કિંમત 21,760 હશે. બાળકો માટે 19,815 ચૂકવવા પડશે.
કલકત્તાથી શરૂ થનાર આ ટૂર પેકેજમાં ફ્લાઇટનો ડિપાર્ચર ટાઇમ 7.35 વાગ્યાનો છે, જે પોર્ટ બ્લેયર 9.50 વાગે પહોંચશે. રિટર્ન ફ્લાઇટનો ડિપાર્ચર ટાઇમ 10.20 વાગ્યાનો છે. આ કલકત્તા 12.35 વાગે પહોંચશે. આઇઆરસીટીસીના ટૂર પેકેજમાં દરેક જગ્યારે ડબલ શેરિંગ બેસિસ પર એસી રૂમમાં રોકાણ, એંટ્રી ટિકિટ, ફેરી ટિકીટ અને ફોરેસ્ટ એરિયામાં જવાની પરવાનગી રહેશે.
આ પેકેજમાં એકથી ચાર વર્ષનું એક બાળક કોમ્પલીમેંટરી હશે, તે માતા-પિતા સાથે હોટલ અકામડેશન શેર કરી શકે છે. બે વર્ષથી ઉપરના બાળકો માટે જરૂર થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે