Indian Railways: રેલવેએ આપી ચેતવણી! યાત્રા દરમિયાન જો આ ભૂલ કરી તો થશે 3 વર્ષની જેલ, ભારે ભરખમ દંડ પણ થશે

જો તમે પણ રેલવે દ્વારા પ્રવાસ કરતા હોવ તો રેલવે તરફથી અપાયેલી ચેતવણી ખાસ ધ્યાનમાં લેજો.

Indian Railways: રેલવેએ આપી ચેતવણી! યાત્રા દરમિયાન જો આ ભૂલ કરી તો થશે 3 વર્ષની જેલ, ભારે ભરખમ દંડ પણ થશે

નવી દિલ્હી  Indian Railways Alert: રેલવે મુસાફરી કરનારાઓ માટે ખુબ જ મહત્વના સમાચાર છે. જો તમે પણ રેલવે દ્વારા પ્રવાસ કરતા હોવ તો રેલવે તરફથી અપાયેલી ચેતવણી ખાસ ધ્યાનમાં લેજો. ભારતીય રેલવેએ ટ્રેન યાત્રા અંગે મુસાફરો માટે અલર્ટ જાહેર કરી છે. તહેવારોની સીઝનમાં ટ્રેનમાં ભીડ વધી છે. ટ્રેનમાં લાગતી આગ કે દુર્ઘટનાઓની વધતી સંખ્યાને જોતા રેલવેએ મુસાફરો માટે અધિકૃત નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. રેલવેએ આ કડકાઈ મુસાફરોની સુરક્ષા અને સુવિધા માટે દેખાડી છે. 

રેલવેએ કહી આ વાત
રેલવેએ આ અંગે સોશિયલ મીડિયામાં જાણકારી આપી છે. રેલવેએ ટ્વીટ કરીને કહ્યું કે ટ્રેનમાં મુસાફરી દરમિયાન મુસાફરો જ્વલનશીલ પદાર્થો  (Indian Railways Ban Flammable Goods) સાથે ન લે કે કોઈને લેવા પણ ન દે. આ પદાર્થો સાથે રાખવા દંડનીય અપરાધ છે. આમ કરવા બદલ કાનૂની કાર્યવાહીની સાથે સાથે જેલ પણ થઈ શકે છે. પશ્ચિમ મધ્ય રેલવેના જણાવ્યાં મુજબ ટ્રેનમાં આગ ફેલાવવા કે જ્વલનશીલ પદાર્થો લઈ જવા રેલ અધિનિયમ, 1989ની કલમ 164 હેઠળ દંડનીય અપરાધ છે. 

આ હેઠળ જો પ્રવાસી આવી વસ્તુઓ સાથે પકડાયો તો તેને 3 વર્ષ સુધીની જેલ કે હજાર રૂપિયા સુધીનો દંડ કે પછી બંને સજાઓ થઈ શકે છે. ટ્રેનમાં મુસાફરી દરમિયાન જ્વલનશીલ પદાર્થ જેમ કે કેરોસીન, પેટ્રોલ, ફટાકડા, તથા ગેસ સિલિન્ડર વગેરે જેવી જ્વલનશીલ સામગ્રી પોતે ન  લઈ જવી કે કોઈને સાથે રાખવા પણ ન દેવી. કારણ કે આ એક દંડનીય અપરાધ છે. 

આ ચીજો પર લાગ્યો પ્રતિબંધ
રેલવેની ટ્વીટ મુજબ હવે મુસાફરો ટ્રેનના ડબ્બામાં કેરોસીન, સૂકું ઘાસ, સ્ટવ, પેટ્રોલ, ગેસ સિલિન્ડર, માચિસ, ફટાકડા, આગ ફેલાવનારી કોઈ પણ વસ્તુ પોતાની સાથે લઈને જઈ શકે નહીં. રેલવેએ મુસાફરોની યાત્ર સુરક્ષિત બનાવવા માટે આ કડકાઈ દેખાડી છે. રેલવેએ મુસાફરોને આ અંગે કડક ચેતવણી પણ ઉચ્ચારી છે. 

રેલવે પરિસરમાં સ્મોકિંગ કરવું ગુનો
આ ઉપરાંત આગની ઘટનાઓને કંટ્રોલ કરવા માટે રેલવે દ્વારા બનાવવામાં આવેલી યોજના હેઠળ જો કોઈ ટ્રેનમાં સ્મોકિંગ કરતું પકડાશે તો તેને 3 વર્ષ સુધી જેલ પણ થઈ શકે છે. આ ઉપરાંત દંડ પણ ચૂકવવો પડી શકે છે. રેલવે પરિસરમાં સિગરેટ કે બીડી પીવી એ પણ દંડનીય અપરાધ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news