Indian Railwaysએ શરૂ કરી આ સુવિધા, મુસાફરોને સીટ પર મળશે સ્વાદિષ્ટ ભોજન
રેલ યાત્રા દરમિયાન જો રસ્તામાં તમને ભૂખ લાગે છે અને તમારી ટ્રેનમાં પેન્ટ્રી કાર નથી તો ચિંતા કરવાની જરૂર નથી. તમને IRCTCના બેસ કિચનમાં બનેલુ સ્વાદિષ્ટ ભોજન મળી શકશે. રેલવે તરફથી ટ્રેન સાઇડ વેન્ડિંગ યોજના શરૂ કરવામાં આવી રહી છે. આ રીતે યાત્રીકો ફોન કરીને પોતાની પસંદગીનું ભોજન મંગાવી શકશે.
Trending Photos
નવી દિલ્હીઃ રેલ યાત્રા દરમિયાન જો રસ્તામાં તમને ભૂખ લાગે છે અને તમારી ટ્રેનમાં પેન્ટ્રી કાર નથી તો ચિંતા કરવાની જરૂર નથી. તમને IRCTCના બેસ કિચનમાં બનેલુ સ્વાદિષ્ટ ભોજન મળી શકશે. રેલવે તરફથી ટ્રેન સાઇડ વેન્ડિંગ યોજના શરૂ કરવામાં આવી રહી છે. આ રીતે યાત્રીકો ફોન કરીને પોતાની પસંદગીનું ભોજન મંગાવી શકશે.
એક ફોન પર મળશે સ્વાદિષ્ટ ભોજનપ
ટ્રેન સાઇડ વેન્ડિંગ યોજના અંતર્ગત પેન્ટ્રીકાર વિનાની ટ્રેનોમાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન આપવાનું પ્લાનિંગ છે. આ યોજના હેઠળ યાત્રિકોની માગ પર IRCTCના બેસ કિચનથી ભોજન લઈને ટ્રેનમાં ચડાવવામાં આવશે. યાત્રિકોને તેની સીટ પર પસંદગીનું ભોજન આપવામાં આવશે.
દેશભરમાં 700 ટ્રેનોમાં મળશે સુવિધા
આ વ્યવસ્થા માટે ટ્રેનમાં એક કેટરિંગ મેનેજર રહેશે જે યાત્રિકોની ડિમાન્ડ પ્રમાણે જમવાનું ટ્રેનમાં મંગાવશે અને યાત્રિકો સુધી પહોંચાડશે. દેશભરમાં લગભગ 700 ટ્રેનમાં આ સુવિધા આપવામાં આવશે.
ગેરકાયદે વેન્ડિંગ પર લાગશે લગામ
ટ્રેન સાઇડ વેન્ડિંગ યોજના શરૂ કરવાની પાછળ રેલવેનો ઉદ્દેશ્ય યાત્રિકોને સ્વાદિષ્ટ અને સારૂ જમવાની સાથે ટ્રેનોમાં ગેરકાયદેસર રીતે વેન્ડિંગ કરનારા પર લગામ લગાવવાનો પણ છે. યાત્રિકોને સારો વિકલ્પ મળવા પર ગેરકાયદે વેન્ડિંગ પર લગામ લાગી જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે