સારા સમાચાર: ભારતીય રેલવે યાત્રીઓ માટે લાવી ડિસ્કાઉન્ટ ઓફર, જાણો કેટલી મળશે છૂટ

ભારતીય રેલવે યાત્રીઓ માટે રેલવેએ એક મોટી ગિફ્ટ લાવી છે. રેલવેની શતાબ્દી, તેજસ, ગતિમાન, ડબલ ડેકર અને ઇન્ટરસિટી જેવી પ્રીમિયમ ટ્રેનમાં યાત્રીઓને ભાડા પર 25 ટકા સુધી છૂટ મળશે. આ 25 ટકા ડિસ્કાઉન્ટ તે દરમિયાન આપવામાં આવશે

સારા સમાચાર: ભારતીય રેલવે યાત્રીઓ માટે લાવી ડિસ્કાઉન્ટ ઓફર, જાણો કેટલી મળશે છૂટ

નવી દિલ્હી: ભારતીય રેલવે યાત્રીઓ માટે રેલવેએ એક મોટી ગિફ્ટ લાવી છે. રેલવેની શતાબ્દી, તેજસ, ગતિમાન, ડબલ ડેકર અને ઇન્ટરસિટી જેવી પ્રીમિયમ ટ્રેનમાં યાત્રીઓને ભાડા પર 25 ટકા સુધી છૂટ મળશે. આ 25 ટકા ડિસ્કાઉન્ટ તે દરમિયાન આપવામાં આવશે જ્યારે આ ટ્રેનોમાં સીટો ખાલી રહે છે.

આ કારણથી આપવામાં આવી રહી છે ડિસ્કાઉન્ટ
ગત વર્ષ કેટલાક મહિનામાં, આ ટ્રેનોની સીટો અલગ રૂટ પર 50 ટકાથી ઓછી ભરાઇ હતી. તેને ધ્યાનમાં રાખી રેલવેએ દરેક ઝોનના પ્રિન્સિપલ ચિફ કોમર્શિયલ મેનેજરને અધિકાર આપ્યો છે કે, તેઓ માગને જોતા ભાડામાં 25 ટકા સધીનું ડિસ્કાઉન્ટ આપી શકે છે.

30 સપ્ટેમબ્રથી લાગુ થશે આ સ્કીમ
રેલ મંત્રાલયએ ઝોનલ રેલવેને આદેશ આપ્યો છે કે 30.09.2019થી ભાડામાં ડિસ્કાઉન્ટની આ સ્કીમ લાગુ કરવામાં આવે. સાથે જ આ સ્કીમને લાગુ કરતા પહેલા આ વાતનો રિવ્યૂ કરવામાં આવે કે હત વર્ષ કયા સમયે ટ્રેનોમાં ચેરકાર અથવા એક્ઝિક્યુટિવ કારના વર્ગમાં મોટી સંખ્યામાં સીટો ખાલી રહી. તે દરમિયાન ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ વ્યવસ્થાને પાયલય પ્રોજેકટ માટે આગામી 6 મહિના સુધી લાગુ કરવામાં આવશે.

યાત્રીઓ પહેલાથી જણાવવામાં આવશે
રેલ મંત્રાલયની તરફી જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું કે, દરેક ઝોનના મુખ્ય જનસંપર્ક અધિકારી શુનિશ્ચિત કરે કે, ભાડામાં ડિસ્કાઉન્ટ વિશે યાત્રીઓ પહેલાથી જણાવવામાં આવશે. આ વ્યવસ્થા માટે ક્રિસને સોફ્ટવેરમાં ફેરફાર કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news