Gold Price Today: ભારે ઘટાડા બાદ ફરી કિંમતમાં વધારો, જાણો આજના સોના-ચાંદીના કેટલે પહોંચ્યા ભાવ
Gold Silver Price Today: મંદીની આહટ વચ્ચે અમેરિકન બજારમાં છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો હતો. શુક્રવારના બુલિયન માર્કેટ અને એમસીએક્સ માર્કેટ બંનેમાં તેજી જોવા મળી રહી છે.
Trending Photos
Gold Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં ગુરૂવારના આવેલા ભારે ઘટાડા બાદ અઠવાડિયાના છેલ્લા કોરોબારી દિવસે બંનેની કિંમતમાં તેજી જોવા મળી છે. બીજી તરફ અમેરિકન બજારમાં ચાર દિવસથી ચાલી રહેલા ઘટાડા પર લગામ લાગી ગઈ છે અને તેમાં તેજી જોવા મળી છે. તેની અસસર ભારતીય શેર બજાર પર પણ જોવા મળી રહી છે. મંદીની આહટ વચ્ચે અમેરિકન બજારમાં છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો હતો. શુક્રવારના બુલિયન માર્કેટ અને એમસીએક્સ માર્કેટ બંનેમાં તેજી જોવા મળી રહી છે.
શુક્રવારના બંનેમાં જોવા મળી તેજી
બુલિયન માર્કેટમાં શુક્રવારના સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. ઇન્ડિયન બુલિયન્સ એસોસિએશન તરફથી જાહેર કરવામાં આવેલા ભાવ અનુસાર ચાંદી ગુરુવારની સરખામણીએ શુક્રવારના 360 રૂપિયા પ્રતિ કિલોગ્રામની તેજી સાથે 52,382 રૂપિયા પર આવી ગઈ છે. આ પ્રકારે 24 કેરેટ ગોલ્ડમાં 61 રૂપિયાનો સામાન્ય વધારા સાથે ભાવ 50,470 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચ્યો છે.
દોઢ મહિના જૂના ભાવ પર પહોંચ્યું સોનું
સોનું છેલ્લા દોઢ મહિના જૂના સ્તર પર ચાલી રહ્યું છે. 15 જુલાઈના સોનાનો ભાવ 50,403 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતો. ત્યારે ચાંદી બે વર્ષના ન્યૂનતમ સ્તર પર ચાલી રહી છે. ડોમેસ્ટિક માર્કેટમાં MCX પર સોનું બપોરે 161 રૂપિયા વધીને 50231 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર ટ્રેડ કરી રહ્યું હતું. ડિસેમ્બર ડિલીવરીવાળી ચાંદી 289 રૂપિયાની તેજી સાથે 52900 રૂપિયા પર ટ્રેડ કરી રહી હતી. જાણકારોને આશા છે કે સોનાના ભાવમાં હજુ ઉતાર-ચઢાવની સ્થિતિ જોવા મળી શકે છે.
ઇન્ડિયન બુલિયન્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર 23 કેરેટ ગોલ્ડ 50268 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 22 કેરેટ ગોલ્ડ 46230 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 20 કેરેટ સોનું 37852 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 18 કેરેટ ગોલ્ડ 29525 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ચાલી રહ્યું છે. મોટાભાગે લોકો 22 કેરેટ ગોલ્ડના દાગીના ખરીદે છે, તેના ભાવ 46230 રૂપિયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે