સરકારે એક પગલું ઉઠાવતા વધી જશે મકાનનું વેચાણ, સામાન્ય માણસને થશે ફાયદો
જીએસટી પરિષદે રિયલ એસ્ટેટ ક્ષેત્રના પડકારોને જાણી ટેક દરની સમીક્ષાના ગત મહિને ગુજરાતના ડેપ્યુટી સીએમ નિતિન પેટલની અધ્યક્ષતામાં મંત્રી સ્તરીય સમૂહ રચના કરવામાં આવી હતી.
Trending Photos
નવી દિલ્હી: રિયલ એસ્ટેટ કંપનીઓના સંગઠન ક્રેડાઇ (CREDAI)એ કહ્યું કે જો અંડર કંસ્ટ્રક્શન ફ્લેટ પર જીએસટીના દર ઘટાડી 3 અને 5 ટકા કરવામાં આવે છે તો મકાનોની વેચાણ વધી જશે. માનવામાં આવી રહ્યું છે કે જીએસટી પરિષદ દ્વારા ગઠિત મંત્રીઓના સમૂહ ટેક્સ દર ઓછા કરવાની વિનંતી કરી શકે છે. મંત્રીઓના સમૂહ (GoM) બાંધકામ હેઠળ આવાસીય યોજનાના મકાનો પર આ ટેક્સ દરને 12 ટકા સુધી ઘટાડી 5 ટકા કરવાના પક્ષમાં છે.
સસ્તા આવાસ પર 5 ટકા દર ઘટાડવાનો નિર્ણય
જીએસટી પરિષદે રિયલ એસ્ટેટ ક્ષેત્રના પડકારોને જાણી ટેક દરની સમીક્ષાના ગત મહિને ગુજરાતના ડેપ્યુટી સીએમ નિતિન પેટલની અધ્યક્ષતામાં મંત્રી સ્તરીય સમૂહ રચના કરવામાં આવી હતી. સમૂહને બેઠકમાં સસ્તા આવાસ પર જીએસટીના 8 ટકાથી ઘટાડીને 3 ટકા કરવાનો પણ પક્ષ લીધો છે. તેના પર પ્રતિક્રિયા આપતા ક્રોડાઇના અધ્યક્ષ જૈકસી શાહે કહ્યું કે જો જીએસટીના દરને ઘટાડવામાં આવશે તો લોકો ઘર ખરીદવાનું શરૂ કરી દેશે.
તેમણે કહ્યું કે લોકોને વર્તમાન સમયમાં જીએસટી વધારે હોવાના કરાણે મકાન ખરીદવાનો નિર્ણય હાલમાં ટાળી દીધો છે. આ પગલાથી ગ્રાહકો પર જીએસટીના પ્રભાવ ઓછો કરવા અને વિકાસકર્તાઓ માટે પાલન જરૂરિયાતોને સરળ બનાવવામાં મદદ મળશે. રિયલ એસ્ટેટ સેક્ટર અને ઘર ખરીદારોને રાહત આપવા માટે બિન-જીઓએમની પહેલી બેઠક શુક્રવારે થઇ હતી.
બેઠકમાં જુદા જુદા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બે દિવસ સુધી ચાલેલી આ બેઠકમાં જીઓએમની તરફથી તેમની ભલામણો જીએસટી કાઉન્સિલને સોંપવામાં આવશે. સૂત્રોનો દાવો છે કે સરકાર અફોર્ડેબલ હાઉસિંગ પર પણ રાહત આપવાનું મન બનાવી લીધું છે. જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં આ ભલામણો પર ચર્ચા થવાની આશા છે.
(ઇનપુટ એજન્સીથી)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે