અલગ પ્રકારની માર્કેટિંગ સ્ટાઈલથી આ ગુજરાતીએ બનાવી કરોડો રૂપિયાની કંપની, જાણો દર્શન પટેલની કહાની
Darshan Patel એ પહેલા પારસ ફાર્માના રૂપમાં એક શાનદાર કંપની ઊભી કરી અને ત્યારબાદ વિની કોસ્મેટિક્સના રૂપમાં દરેક પ્રોડક્ટને ગ્રાહકોના દિલ સુધી પહોંચાડી. આજે અમે તમને એક સફળ ગુજરાતી ઉદ્યોગપતિ દર્શન પટેલ વિશે માહિતી આપીશું.
Trending Photos
નવી દિલ્હીઃ ઔર આજ કલ ક્યા ચલ રહા હૈ? હમારે યહાં તો ફોગ ચલ રહા હૈ... આ લાઇન તમને જરૂર યાદ હશે. પારસ ફાર્મા અને વિની કોસ્મેટિક્સના દર્શન પટેલ એક ગુજરાતી ઉદ્યોગપતિ છે. એક ગુજરાતી ઉદ્યોગપતિની પ્રતિબદ્ધતાની કહાની આગળ માર્કેટિંગના મોટા-મોટા ગુરૂઓએ હાર માની લીધી છે. Vini Cosmatics ના દર્શન પટેલને વર્ષ 2011 ખુબ સારી રીતે યાદ છે. વર્ષ 2010માં તેમણે ફોગ ડિઓડરેન્ટ લોન્ચ કર્યો હતો અને તે તેને વેચવા માટે ખુબ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં હતા. તે સમયે 53 વર્ષના બિઝનેસમેન દર્શન પટેલ સરળતાથી હાર માનવા તૈયાર નહોતા અને તેમણે ફોગને વેચવાનો ઈરાદો બનાવી લીધો હતો. તે ગ્રાહકોનું મગજ સમજતા હતાય તેમણે આશરે 25 વર્ષ સુધી મૂવ, ઇચ ગાર્ડ અને ક્રેક જેવી પ્રોડક્ટ લોન્ચ કરી પારસ ફાર્માને શાનદાર કંપની બનાવી દીધી હતી.
ગ્રાહકોની જરૂરીયાતને સમજતા દર્શન પટેલ તેના માટે સીધી કામના પ્રોડક્ટ કાઢતા હતા અને તેમને ખ્યાલ હતો કે મોટી મોટી વાતો કે ભ્રામક જાહેરાતોથી ગ્રાહકોનો વિશ્વાસ ન જીતી શકાય. ગ્રાહકોને તેના કામની વસ્તુ જોઈએ જે પણ સરળ શબ્દોમાં.
દર્શન પટેલે કહ્યું કે હું મુંબઈ ચર્ચગેટ સ્ટેશન પર હતો, જ્યાં મે જોયું કે ટ્રેનમાંથી ઉતરી રહેલી ઘણી મહિલાઓની એડીઓ ફાટેલી છે. બસ આ સાથે તેમના મગજે કામ કરવાનું શરૂ કરી દીધુ કે મહિલાઓની ફાટેલી એડીઓ ઠીક કરવા માટે કઈ વસ્તુ લોન્ચ કરી શકાય છે.
ગુજરાતી ઉદ્યોગપતિ દર્શન પટેલનું માનવું છે કે લોકોની સમસ્યાનો ઉકેલ બોર્ડ રૂમમાં બેસીને ન કાઢી શકાય. દર્શન પટેલે ન કોઈ ઐપચારિક શિક્ષણ પ્રાપ્ત કર્યું છે અને ન કોઈ કંપનીમાં કામ કર્યું છે. દર્શન પટેલ પુસ્તકો વાંચે છે અને પોતાના માર્કેટિંગ ફંડાથી આંતરરાષ્ટ્રીય કંપનીઓના માર્કેટિંગ એક્સપર્ટને ધૂળ ચટાવે છે. પારસ ફાર્માસ્યુટિકલ્સને વર્ષ 2010માં દર્શન પટેલે રેકેટને 3260 કરોડમાં વેચી દીધી હતી, જ્યારે વિની કોસ્મેટિક્સની વેલ્યૂ 1.2 અબજ ડોલરથી વધુની થઈ ચૂકી છે.
દર્શન પટેલની માર્કેટિંગ સમજ દર્શાવે છે કે જો તમે જમીની વાસ્તવિકતા જાણો છો તો તમે તમારી કોઈપણ પ્રોડક્ટને ખૂબ જ સરળતાથી વેચી શકો છો.
ચાલો જાણીએ કે દર્શન પટેલની માર્કેટિંગની સમજ શું કહે છે.
ભારતને સિંગલ માર્કેટ તરીકે ન જોવું જોઈએ.
તમે વિવિધ બજારો અનુસાર ભારતના વિવિધ ભાગો જોઈ શકો છો.
તેનું કારણ એ છે કે ભારતના લગભગ દરેક વિસ્તારમાં અલગ-અલગ વાતાવરણ, અલગ-અલગ હવામાન અને અલગ-અલગ ખાવાની આદતોને કારણે લોકોને અલગ-અલગ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
તમે નાના બજારો અનુસાર જુદી જુદી બ્રાન્ડ લોંચ કરો છો.
પહેલા બ્રાન્ડ બનાવો અને માર્કેટમાં ગેપને ઓળખો.
પછી તેની આસપાસ ઉત્પાદન બનાવો.
ગેસ વગરનો ડિઓ
દર્શન પટેલે જ્યારે ફોગ ડિઓડરેન્ટ બનાવ્યો તો તેને ગેસ વગરનો સ્પ્રે કહીને પ્રચાર કર્યો. તેનો અર્થ હતો કે Fogg નું કેન ખરીદ્યા બાદ તમે બીજી પ્રોડક્ટની તુલનામાં વધુ વખત સ્પ્રે કરી શકો છો. તેમણે ગ્રાહકોની દુખતી રગ બદાવી હતી. આજે 3500 કરોડ રૂપિયાનું ડિઓ માર્કેટ ફોગ માટે સારી તક ઉભી કરી રહ્યું છે.
વાળ ડિટેન્ગીંગ સમસ્યા
લિવોનઃ મહાનગરોની એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાઓ સ્નાન કર્યા બાદ પોતાની આંગળીથી વાળને ડિટેન્ગીંગ કરતી જોવા મળતી હતી. દર્શન પટેલને અહીંથી લિવોન હેર કંડીશનરનો વિચાર આવ્યો જેને તેમણે 140 રૂપિયા સુધીની કિંમતમાં વેચી અને તે મહિલાઓની પસંદગીની પ્રોડક્ટ બની ગઈ.
દરેકને જોઈએ મૂવ
સાંધાના દુખાવાને દૂર કરતી મૂવ ખરેખર એક એવી પ્રોડક્ટ બની ગઈ છે, જે તમામ પ્રકારના દુખાવા ઘટાડે છે. તે પીઠ દર્દથી લઈને દરેક દુખાવામાં કામ આવવા લાગી છે. એક કિંમત અને એક પ્રોડક્ટના રૂપમાં તમને તમામ દુખાવાથી રાહત અપાવવાનું દર્શન પટેલનું વચન ગ્રાહકોના દિલો પર રાજ કરી રહ્યું છે. Moov એકમાત્ર પ્રોડક્ટ છે, જે 50 કરોડથી વધુની બ્રાન્ડ બની ચૂકી છે.
દર્શન પટેલનો વિચાર છે કે તમે ગ્રાહકોને ભ્રમ કે સવાલોના જંગલમાં ન છોડો. તમારી પ્રોડક્ટનું નામ અને બ્રાન્ડની પ્રોમિસ સાથે ઉભી દેખાવી જોઈએ. ક્રેક ક્રીમ ક્રેક હીલ માટે છે, લિવોન લિવ ઇન કંડીશનર છે, સેટ વેટ હેર સ્ટાઇલ છે કારણ કે તે ભીના વાળને સેટ કરે છે.
દર્શન પટેલના માર્કેટિંગની બીજી મોટી સ્ટ્રેટેજી તે છે કે તમે ડિસ્ટ્રીબ્યુશનમાં વધુ રોકાણ કરો. વિની કોસ્મેટિક્સના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં 7 લાખ પોઈન્ટ ઓફ સેલ અને 3000 ડીલર સામેલ છે. આ સિવાય 1200 લોકોની વિશાળ સેલ્સ ટીમ હાજર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે