એપ્રિલ 2023 માં GST કલેક્શને રચ્યો ઇતિહાસ, પીએમ મોદીએ કહ્યું અર્થ વ્યવસ્થા માટે મોટા સમાચાર

GST collection in April: એપ્રિલ 2022માં GST કલેક્શન 1,67,540 કરોડ રૂપિયા હતું. એટલે કે ગયા એપ્રિલની સરખામણીમાં આ એપ્રિલમાં જીએસટી કલેક્શનમાં રૂ. 19,495 કરોડ વધુ જીએસટી એકત્ર થયો છે.

એપ્રિલ 2023 માં GST કલેક્શને રચ્યો ઇતિહાસ, પીએમ મોદીએ કહ્યું અર્થ વ્યવસ્થા માટે મોટા સમાચાર

GST Revenue Collection: એપ્રિલ 2023માં જીએસટી કલેક્શનના આંકડાએ ઈતિહાસ રચ્યો છે. GST કલેક્શનના આંકડા સામે આવ્યા છે, જે મુજબ એપ્રિલમાં GST કલેક્શન 1.87 લાખ કરોડ રૂપિયા થયું છે, જે અત્યાર સુધીનો એક ઐતિહાસિક રેકોર્ડ છે. માર્ચ 2023માં દેશનું GST કલેક્શન 1,60,122 કરોડ રૂપિયા હતું. ગયા વર્ષે એપ્રિલ 2022માં GST કલેક્શન 1,67,540 કરોડ રૂપિયા હતું. એટલે કે ગયા એપ્રિલની સરખામણીમાં આ એપ્રિલમાં જીએસટી કલેક્શનમાં રૂ. 19,495 કરોડ વધુ જીએસટી એકત્ર થયો છે.

GST કલેક્શનનો ડેટા જાહેર કરતાં નાણાં મંત્રાલયે કહ્યું કે એપ્રિલ 2023માં GST કલેક્શન ગયા વર્ષના એપ્રિલ મહિનાની સરખામણીએ 12 ટકા વધુ છે. 20 એપ્રિલ, 2023ના રોજ એક દિવસમાં 9.8 લાખ ટ્રાન્ઝેક્શન થયા હતા, જેમાં એક જ દિવસમાં 68,228 કરોડ રૂપિયાનો જીએસટી એકત્ર કરવામાં આવ્યો હતો. અગાઉ, એક દિવસમાં ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ ગયા વર્ષે 20 એપ્રિલ, 2022 ના રોજ હતો, જ્યારે એક દિવસમાં 9.6 લાખ ટ્રાન્ઝેક્શન થયા હતા, જેમાં 57,846 કરોડ GST રિકવરી જોવા મળી હતી.

ડેટા અનુસાર, એપ્રિલમાં કુલ 1,87,035 કરોડના GST કલેક્શનમાં CGST કલેક્શન રૂ. 38,440 કરોડ, SGST કલેક્શન રૂ. 47,412 કરોડ, IGST રૂ. 89,158 કરોડ અને સેસ તરીકે રૂ. 12.025 કરોડની વસૂલાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેકોર્ડ જીએસટી કલેક્શન પર ટ્વીટ કર્યું કે ભારતીય અર્થતંત્ર માટે આ ખૂબ જ મોટા સમાચાર છે. નીચા કર દર હોવા છતાં, ઓછો ટેક્સ રેટ હોવાછતાં ટેક્સ કલેક્શનમાં કહેવામાં આવ્યું રહ્યું છે કે જીએસટી કેવી રીતે ઇંટીગ્રેશન અને અનુપાલનમાં સફળ રહ્યા છે. 

જો કે, આ પહેલીવાર છે જ્યારે GST કલેક્શન રૂ. 1.75 લાખ કરોડને વટાવી ગયું છે. માર્ચ 2023માં 9 કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા જ્યારે ફેબ્રુઆરીમાં 8.1 કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા. જો આપણે એપ્રિલ મહિનામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની આવક પર નજર કરીએ તો, નિયમિત સેટલમેન્ટ પછી કેન્દ્રની આવક રૂ. 84,304 કરોડની સીજીએસટી રહી છે, જ્યારે રાજ્યો માટે એસજીએસટી રૂ. 85,371 કરોડ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news