સરકારે માગ્યા વગર જ આ બેંકને આપી દીધા 8800 કરોડ, સંસદમાં રજૂ થયેલા રિપોર્ટમાં ખુલાસો
CAGએ સંસદમાં રજૂ કરેલા અહેવાલમાં આ માહિતી આપી હતી. CAG એ માર્ચ 2021 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે અનુપાલન ઓડિટ રિપોર્ટમાં જણાવ્યું હતું કે નાણા મંત્રાલય હેઠળના વિભાગે મૂડીની જરૂરિયાત પહેલાં તેના ધોરણો હેઠળ મૂડીની જરૂરિયાતનું મૂલ્યાંકન કર્યું નથી.
Trending Photos
State Bank of India: ડિપાર્ટમેન્ટ ઑફ ફાઇનાન્શિયલ સર્વિસિસ (DFS) એ 2017-18માં SBIને જાહેર ક્ષેત્રની બેંકોમાં મૂડી રોકાણની પહેલના ભાગરૂપે રૂ. 8,800 કરોડ આપ્યા હતા. જોકે સંસદમાં રજૂ થયેલા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે દેશની સૌથી મોટી બેંકે આ રકમની માંગણી કરી જ ન હતી.
CAGએ સંસદમાં રજૂ કરેલા અહેવાલમાં આ માહિતી આપી હતી. CAG એ માર્ચ 2021 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે અનુપાલન ઓડિટ રિપોર્ટમાં જણાવ્યું હતું કે નાણા મંત્રાલય હેઠળના વિભાગે મૂડીની જરૂરિયાત પહેલાં તેના ધોરણો હેઠળ મૂડીની જરૂરિયાતનું મૂલ્યાંકન કર્યું નથી.
આ પણ વાંચો: ઘરનું ઘર ખરીદવાનું વિચારી રહ્યાં છો! દેશમાં અમદાવાદનો આ વિસ્તાર સૌથી વધુ થયો સર્ચ
આ પણ વાંચો: માત્ર 5 દિવસ બાકી, ત્યારબાદ આ સરકારી નિર્ણયથી જે થશે તે તમારી વિચારી પણ નહીં શકો
આ પણ વાંચો: તમારા બાળકો પણ ટીવીની એકદમ નજીકથી જુએ છે તો રહેજો સાવધાન, બાળકોની આંખોમાં થશે આ રોગ
દેવું વધારવાના હેતુ માટે અપાઈ રકમ
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલએ કેન્દ્ર સરકાર પરના તેના 2023ના અહેવાલમાં જણાવ્યું હતું કે, 'ડિપાર્ટમેન્ટ ઑફ ફાયનાન્સિયલ સર્વિસિસએ 2017-18માં SBIમાં રૂ. 8,800 કરોડની મૂડી દાખલ કરી હતી. લોન વધારવાના હેતુથી આ રકમ દેશની સૌથી મોટી બેંકમાં મૂકવામાં આવી હતી, જોકે તેના માટે કોઈ માંગ કરવામાં આવી ન હતી. વિભાગે મૂડી દાખલ કરતા પહેલા તેના ધોરણો હેઠળ મૂડીની જરૂરિયાતોનું મૂલ્યાંકન કર્યું ન હતું.
અહેવાલ મુજબ, જાહેર ક્ષેત્રની બેંકમાં મૂડીનો ઉપયોગ કરતી વખતે, વિભાગે ભારતીય રિઝર્વ બેંક (RBI) ના નિર્ધારિત ધારા-ધોરણોથી પણ વધુ રકમ નાંખી હતી. આરબીઆઈએ પહેલાથી જ દેશની બેંકો માટે એક ટકા વધારાની મૂડીની જરૂરિયાત નક્કી કરી હતી. જેના પરિણામે રૂપિયા 7,785.81 કરોડનો વધારાનો મૂડીપ્રવાહ થયો હતો.
આ પણ વાંચો: વાળ ધોયા પછી માથા પર ટુવાલ બાંધવો છે ખતરનાક! ભૂલથી પણ ન કરો આ ભૂલ
આ પણ વાંચો: તમારા હાથની હથેળીમાં આવી હશે રેખાઓ તો લગ્ન પછી સાસરીમાં આવશે મુશ્કેલીઓ
આ પણ વાંચો: ભારતની પુત્રીએ બનાવી જોરદાર મોબાઇલ એપ, કેમેરા સામે આંખ બતાવતાં જ જણાવી દેશે બિમારી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે