Ration Card Update: સરકારે જાહેર કરી અનાજ વિતરણ માટે નવી ગાઈડલાઈન, ફટાફટ જાણો શું છે નવો નિયમ
Ration Card Update: વિભાગ દ્વારા આ મામલે નવો આદેશ જાહેર કર્યો છે. જેનું પાલન તમામ લોકોએ કરવું પડશે. જે પણ વ્યક્તિ સરકારના આ આદેશોનું પાલન નહીં કરે તેમને રાશનનો લાભ નહીં મળે.
Trending Photos
Ration Card Update: રાશનકાર્ડ ધારકોને મોટો ઝટકો સરકારે આપ્યો છે. છેલ્લા કેટલાક સમયથી વધતી રાશન ડેપો ચલાવતા સંચાલકોની મનમાનીની ફરિયાદોના કારણે સરકારે મોટું પગલું ભર્યું છે. આ મામલે હવે અન્ન અને પુરવઠા વિભાગ કડક પગલાં લઈ રહ્યો છે. જે અંતર્ગત વિભાગ દ્વારા આ મામલે નવો આદેશ જાહેર કર્યો છે. જેનું પાલન તમામ લોકોએ કરવું પડશે. જે પણ વ્યક્તિ સરકારના આ આદેશોનું પાલન નહીં કરે તેમને રાશનનો લાભ નહીં મળે.
આ પણ વાંચો:
આ સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે હવેથી રાશન માટેનો ડેપો કોઈપણ ઓપરેટર પોતાના ઘરની અંદર નહીં ચલાવી શકે. જો સંચાલકનું ઘર નજીકમાં હશે તો પણ તેને દુકાનમાં જ ડેપો ચલાવવો પડશે. ડેપો ઓપરેટ કરવાની સત્તા પરિવારના સભ્યોને નોમિની બનાવીને જ આપી શકાશે.
આ સાથે કહેવામાં આવ્યું છે કે જો આ મામલે કોઈપણ પ્રકારની ગડબડ થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ વોર્ડ અથવા ગામમાં પણ પુરવઠો આવ્યો હોય તો ડેપો ઓપરેટર વિભાગ દ્વારા નિર્ધારિત જગ્યાએ બેસીને જ રાશનનું વિતરણ કરી શકશે.
આ ઉપરાંત સમયાંતરે વિભાગ ડેપોનું નિરીક્ષણ કરશે. આ નિરીક્ષણ દરમિયાન જો કોઈ ડેપો ઓપરેટર કોઈપણ ભૂલ કરતા જોવા મળશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ડેપો ઓપરેટરોને મળેલી માર્જિનની રકમ વિભાગ દ્વારા જ આપવામાં આવે છે અને તે સરકાર દ્વારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
નવી ગાઈડલાઈન અનુસાર ડેપો ઓપરેટરોએ અરજીપત્રક સાથે તેમનો એકાઉન્ટ નંબર, આધાર કાર્ડની નકલ સંબંધિત વિભાગમાં જમા કરાવવાની રહેશે. આ સાથે ડેપો ઓપરેટરોએ નિર્ધારિત જગ્યાએ જ રાશનનું વિતરણ કરવાનું રહેશે. વિભાગીય આદેશોમાં જણાવવામાં આવ્યું હતું કે જ્યાં ડેપો ફાળવવામાં આવ્યો છે તે સ્થળે જ ગ્રાહકોને રાશનનું વિતરણ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે