સોનું કે શેરબજાર ! કોણ આપે છે સૌથી વધારે રિટર્ન, આ છે છેલ્લા 5 વર્ષના આંકડાઓ

Share Market Return: એપ્રિલની શરૂઆતમાં સ્થાનિક બજારમાં સોનાની કિંમતમાં જબરદસ્ત વધારો થયો અને ભાવ 74,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના આંકડા પર પહોંચી ગયો હતો. આ જ મહિને, સોનું MCX પર રૂ. 75,000ના મનોવૈજ્ઞાનિક આંકડાને પાર કરવા જઈ રહ્યું હતું.
 

સોનું કે શેરબજાર ! કોણ આપે છે સૌથી વધારે રિટર્ન, આ છે છેલ્લા 5 વર્ષના આંકડાઓ

Gold Return:  સોના બાદ ચાંદીના ભાવ રેસ લગાવી રહ્યાં છે. છેલ્લા કેટલાક મહિનામાં સોનાના ભાવમાં ખૂબ જ ઝડપથી વધારો થયો છે. એપ્રિલમાં 24 કેરેટનો ભાવ વધીને 74000 રૂપિયાની આસપાસ થયો હતો. છેલ્લા પાંચ વર્ષમાં સોનાના ભાવે વાર્ષિક ધોરણે 18% વળતર આપ્યું છે. આ જ સમયે, નિફ્ટીએ આ સમયગાળા દરમિયાન 15% નો નફો આપ્યો છે. ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, મુખ્ય શેરબજાર ઇન્ડેક્સ નિફ્ટીએ એક, ત્રણ, 10 અને 15 વર્ષ જેવા જુદા જુદા સમયગાળામાં સોનાથી પણ વધુ સારું વળતર આપ્યું છે.

સોનાના ભાવમાં લગભગ 20%નો ઉછાળો
તમે જોઈ શકો છો કે છેલ્લા કેટલાક વર્ષોમાં સોનામાં રોકાણ કરનારાઓને જબરદસ્ત તગડો નફો મળ્યો છે. પરંતુ તાજેતરમાં નિફ્ટીએ લાંબા ગાળે સારું વળતર આપ્યું છે. પરંતુ જો છેલ્લા સાત વર્ષના આધારે નિફ્ટી અને ગોલ્ડની સરખામણી કરીએ તો બંનેનું વળતર લગભગ એક સરખું હતું. રિપોર્ટ અનુસાર, નિફ્ટીની સરેરાશ વાર્ષિક વૃદ્ધિ (CAGR) 15% હતી. જ્યારે સોનામાં સરેરાશ વાર્ષિક વધારો 14% હતો. વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 20% નો વધારો થયો છે. તે હાલમાં $2,390 પ્રતિ ઔંસની આસપાસ છે.

સોનાના ભાવ વધવાના ઘણા કારણો 
એપ્રિલના મધ્યમાં સોનાના ભાવ થોડા સમય માટે $2,400ના સ્તરને પણ વટાવી ગયા હતા. આ અત્યાર સુધીનો રેકોર્ડ સ્તર હતો. એપ્રિલની શરૂઆતમાં સ્થાનિક બજારમાં સોનાની કિંમતમાં જબરદસ્ત વધારો થયો હતો અને તે 74,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના આંકડા પર પહોંચી ગયો હતો. સોનું એમસીએક્સ પર રૂ. 71,000ના સ્તરની આસપાસ ટ્રેન્ડ કરી રહ્યું છે. સોનાની કિંમતમાં વધારો થવા પાછળ ઘણા કારણો છે.

કેન્દ્રીય બેંકોએ સોનાની ભારે ખરીદી કરી
છેલ્લા 5 વર્ષમાં ઘણા દેશોની સેન્ટ્રલ બેંકોએ મોટાપાયે સોનાની ખરીદી કરી છે. આ યાદીમાં ચીન, ભારત અને રશિયા જેવા દેશો સામેલ છે. યુક્રેન યુદ્ધની શરૂઆત બાદ યુએસએ રશિયન ડોલરની મિલકતો સિઝ કર્યા પછી વૈશ્વિક રોકાણકારોનો ડોલરમાં વિશ્વાસ નબળો પડ્યો છે. આ કારણોસર ઘણી કેન્દ્રીય બેંકોએ સોનું ખરીદ્યું હતું. આ જ કારણ હતું કે સોનાની કિંમતમાં અણધાર્યો વધારો થયો હતો અને અમેરિકા અને યુરોપિયન યુનિયન (EU) પર વધતા દેવાના બોજને કારણે સોનાની માંગ વધી રહી છે.

બીજું, ડૉલરના ઘટાડાની વચ્ચે સોનાને સુરક્ષિત રોકાણ માનવામાં આવતું હતું. સોનાના ભાવમાં વધારો થવાનું કારણ ચીનના રોકાણકારોની માંગમાં વધારો પણ હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news