Gold Silver Price Today: ફરી એકવાર સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ, જાણો આજના ભાવ
Gold Silver Price: મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે એપ્રિલ ડિલીવરી સાથે ગોલ્ડમાં 0.31 ટકાનો ઘટાડો આવ્યો છે. ત્યારે ચાંદી પણ 0.23 ટકા ઘટાડા સાથે વેપાર કરી રહી છે.
Trending Photos
નવી દિલ્હી: Gold Price Today: છેલ્લા કેટલાક દિવસથી સોનાના ભાવમાં સતત વધારા બાદ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે એપ્રિલ ડિલીવરી સાથે ગોલ્ડમાં 0.31 ટકાનો ઘટાડો આવ્યો છે. ત્યારે ચાંદીના ભાવ પણ 0.23 ટકાનો ઘટાડા સાથે વેપાર કરી રહ્યા છે. ગઈકાલે મંગળવારના જ્યાં ગોલ્ડ 0.76 ટકાની તેજી સાથે વેપાર કરી રહ્યું હતું ત્યારે ચાંદીમાં પણ 1.10 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
જો તમે પણ સોનાની ખરીદી કરવા ઇચ્છો છો તો સારી તક છે. એક્સપર્ટ્સ અનુમાન લગાવી રહ્યા છે કે, 2022 માં સોનાના ભાવ 52000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરથી ઉપર જઈ શકે છે. એવામાં તમારા માટે ગોલ્ડ ખરીદવાની આ ગોલ્ડન તક છે.
સોના-ચાંદીના આજના ભાવ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર એપ્રિલ ડિલીવરી સાથે ગોલ્ડના ભાવ આજે 0.31 ટકાના ઘટાડા સાથે 50,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે. ત્યારે આજના વેપારમાં ચાંદી 0.23 ટકાના ઘટાડા સાથે 64,200 રૂપિયા પ્રતિ કિલોગ્રામના લેવલ પર ટ્રેડ કરી રહી છે.
રેકોડબ્રેક હાઈથી 6,030 રૂપિયા સસ્તું સોનું
ઓગસ્ટ વર્ષ 2020 માં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56,200 રૂપિયાના ઉંચ્ચા સ્તર પર પહોંચી ગયા હતા. એટલે કે જો આ દિવસની સરખામણી કરીએ તો આજે સોનું એપ્રિલ વાયદા MCX પર 50,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે.
આ રીતે તપાસવી સોનાની શુદ્ધતા
- 24 કેરેટ શુદ્ધ સોના પર 999 લખેલું હોય છે.
- 22 કેરેટ શુદ્ધ સોના પર 916 લખેલું હોય છે.
- 21 કેરેટ શુદ્ધ સોના પર 875 લખેલું હોય છે.
- 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખેલું હોય છે.
- 14 કેરેટ શુદ્ધ સોના પર 585 લખેલું હોય છે.
આ રીતે જાણો સોના-ચાંદીના ભાવ
જો તમે સોનું અથવા ચાંદી ખરીદી રહ્યા છો તો જરૂરી છે કે તમે એકવાર ભાવ જરૂરથી ચેક કરી લો. ભાવ જાણવા માટે તમારે ક્યાંય જવાની જરૂરિયાત નથી. તમે ઘરે બેસીને સરળતાથી પણ જાણી શકો છો. તેના માટે તમારે મોબાઈલ નંબર 8955664433 પર મિસકોલ કરવાનો રહેશે. ત્યારબાદ તમારા ફોન પર મેસેજ આવશે, જેમાં તમે લેટેસ્ટ ભાવ ચેક કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે